Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીધામ નગરપાલિકામાં પુરા થઇ ચૂકેલા વિકાસનો કામોના ટેન્ડરિંગ થતા વિવાદ

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકામાં ભષ્ટાચાર અને ભાગબટાઈના મુદે ફરી શાસક પક્ષ ભાજપના નગકસેવકો અને પદાધિકારીઓ સામસામે આવી ગયા છે. અગાઉ 42 લોકો દ્વારા અવિશ્વાસ રજુઆત પછી ફરી એક વખત 22 જેટલા નગરસેવકોએ મંજુરી વગર થયેલા વિકાસકામોના મુદે નારાજગી વ્યકત કરીને ભષ્ટાચાર અને ભાગબટાઈના પાલિકાના જવાબદારો સામેેના આક્ષેપોને હવા આપવાનું કામ કર્યું છે. બીજીતરફ કોંગ્રેસ સ્પષ્ટ આક્ષેàª
ગાંધીધામ નગરપાલિકામાં પુરા થઇ ચૂકેલા વિકાસનો કામોના ટેન્ડરિંગ થતા વિવાદ
Advertisement
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ નગરપાલિકામાં ભષ્ટાચાર અને ભાગબટાઈના મુદે ફરી શાસક પક્ષ ભાજપના નગકસેવકો અને પદાધિકારીઓ સામસામે આવી ગયા છે. અગાઉ 42 લોકો દ્વારા અવિશ્વાસ રજુઆત પછી ફરી એક વખત 22 જેટલા નગરસેવકોએ મંજુરી વગર થયેલા વિકાસકામોના મુદે નારાજગી વ્યકત કરીને ભષ્ટાચાર અને ભાગબટાઈના પાલિકાના જવાબદારો સામેેના આક્ષેપોને હવા આપવાનું કામ કર્યું છે. બીજીતરફ કોંગ્રેસ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. આંતરિક નારાજગી માત્રને માત્ર ભષ્ટાચારના નાણાને પગલે છે. સંકુલમાં માળખાંગત સુવિધાઓની સમસ્યાઓની ભરમાર છે. ત્યારે આ નારાજગીનો મુદો પણ નાગરિકો માટે જોણું સમાન બની ગયો છે.  જોઈએ એક અહેવાલ 

22 નગર સેવકોની સહી સાથેનો પત્ર 
ગાંધીધામ નગરપાલિકાનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં  સેનિટેશન સમિતિના ચેરમેન  કમલ શર્માના લેટરહેડ પર 22 નગરસેવકોની સહી બોલી રહી છે. આ પત્ર વડે ગાંધીધામ પાલિકાના ભાજપના પ્રમુખ  ઈશિતાબેન ટીલવાણીને રજુઆત કરાઈ છે. કે  ગટર સમસ્યાના કામોને તાકિદના ધોરણે  નગરસેવકોની  ભલામણને પગલે બનાવી અપાયા છે. હવે થઈ ગયેલા  વિકાસકામોને મંજુરી આપવા ટેન્ડરિંગ કરવામાં આવી રહયું છે. જે યોગ્ય નથી જે તે ઠેકેદારોના નામથી જ આ ઠરાવ કરવાની માંગણી કરવામાં આવી છે. 
શું કહ્યું સેનિટેશન સમિતિના ચેરમેને ?
આ સમગ્ર મામલે ગુજરાત ફસ્ટે સેનિટિેશન સમિતિના ચેરમેન કમલ શર્માનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે કોઈ નારાજગી નથી. વિકાસકામોનો મુદો છે અને તે ઉકેલાઈ જશે. જોકે તેમણે પત્રની કોપી આપવાનો ઈન્કાર કર્યો હતો અને આવી કોઈ રજુઆત કરાયા અંગે પણ ફેરવી તોળ્યું હતું જોકે પત્રની નકલ જોઈને તેમણે કહયું હતું કે આ રજુઆત હવે કરવામાં આવનાર છે. 
નગરપાલિકાના પ્રમુખે કહ્યું કોઇ નારાજગી નથી , આક્ષેપો પાયાવિહોણા
આ બાબતે નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીનો સંપર્ક સાધતા  તેમણે શરૂઆતમાં સવાલોના છેદ ઉડાડીને સમગ્ર મામલે વિવિધ જવાબો આપ્યા હતા. જોકે સટીક સવાલોના ઉતરમાં તેમણે કહયું હતું મારી સમક્ષ નારાજગીનો કોઈ મુદો આવ્યો નથી. વિકાસકામો થયા છે. તેના ચુકવણા અંગે મુખ્ય અધિકારી નિર્ણય કરશે. જયારે કોંગ્રેસના ભષ્ટાચારના આક્ષેપ પાયાવિહોણા છે. 

પાલિકામાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું ભાગબટાઇ મુદ્દે આંતરિક અસંતોષ છે 
પાલિકાના વિરોધ પક્ષના નેતા સંજય ગાંધીએ ગુજરાત ફસ્ટને જણાવ્યુ હતું કે  પાલિકામાં  ભાગબટાઈના મુદે આંતરિંક અસંતોષ એટલી હદે વધી ગયો છે તેની અસર વિકાસકામો પર થઈ રહી છે. હાલ ગટર સમસ્યાના કામો કરી દેવાયા છે. જે તાકિદાના ધોરણે મંજુર નથી કરાયા કે નથી ટેન્ડર વડે મંજુરી અપાઈ હવે આ કામોના ચુકવણા અટકયા છે.  સમગ્ર મામલાના મુળમાં  ટકાવારીના ભાગબટાઈ છે. આ પહેલા પણ પ્રમુખ સામે તેમના પક્ષના 42 સભ્યોએ  જિલ્લા સંગઠન સુધી નારાજગી વ્યકત કરીને રજુઆત કરી હતી 

17થી 18 વિકાસ કામો કરાવવામાં આવ્યા છે
આંતરિક સુત્રો જણાવી રહયા છે કે 17થી 18 વિકાસ કામો કરાવવામાં આવ્યા છે.  ગટર સમસ્યા  ઉકેલવા માટે કરાયેલા આ તમામ કામો જે તે નગરસેવક કે પદાધિકારીને મૌખીક ભલામણથી કરી દેવાયા છે. જોકે હવે આ કામોને મંજુરી માટે ટેન્ડર કરવાનું નકકી કરાયું હતું. જો ટેન્ડર થાય તો જે તે ઠેકેદારને આ ટેન્ડર મળે કે કેમે એ પણ નકકી નથી. બીજીતરફ કામો થઈ ગયા છે. તો ટેન્ડર વગર 45 ડી ના નિયમમાં આવરી લેવાની નારાજ નગરસેવકોની માંગ છે. હવે આ બન્નેમાં કોઈ એક નિર્ણય માટે નગરસેવકોમાં નારાજગી છે. 
નોંધનીય છે. ગાંધીધામ નગરપાલિકાના વિકાસસામોમાં ભુતકાળમાં પણ 45 ડી એટલે કે તાકિદાના વિકાસ કામોના મુદે ભષ્ટાચારના આક્ષેપો થયા છે. મળતી વિગતો મુજબ આ સમગ્ર મામલે ગાંધીધામમના ધારાસભ્ય અને જિલ્લા સંગઠન દ્વારા આગામી દિવસોમાં  ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×