લેટરકાંડને લઈ અમિત ચાવડાના BJP પર આકરા પ્રહાર, કહ્યું, ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે
રાજકોટ જિલ્લામાં લેટરકાંડને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે. પહેલા અમરેલીમાં અને હવે રાજકોટમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આરકા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ભાજપમાં આંતરિક લડાઈનું આ પરિમાણ છે. ભાજપમાં પ્રદેશથી લઈ ગામ સુધી જૂથવાદ છે. રાજકોટમાં પણ અનેક નેતાઓના જૂથ છે. વોર્ડ પ્રમુખો અને પેજ પ્રમુખોમાં પણ જૂથવાદ છે. વધુમાં તેમણે કહ્યું, હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે, ગમે ત્યારે ફૂટવાનો છે.