Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં નર્કાગારની સ્થિતિ, ઘેર ઘેર માંદગીના ખાટલા

ભરૂચ નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેવા અનેકવાર આક્ષેપો થયા છે. ભરૂચ નગરપાલિકાની હદમાં આવેલા નારાયણ નગર-5ની અંદર ઉભરાતી ગટરોના કારણે મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. લોકોને  ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે. સ્થાનિક નગર સેવકો ભૂગર્ભમાં ઊતર્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ ભાજપàª
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં નર્કાગારની સ્થિતિ  ઘેર ઘેર માંદગીના ખાટલા
ભરૂચ નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેવા અનેકવાર આક્ષેપો થયા છે. ભરૂચ નગરપાલિકાની હદમાં આવેલા નારાયણ નગર-5ની અંદર ઉભરાતી ગટરોના કારણે મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. લોકોને  ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે. સ્થાનિક નગર સેવકો ભૂગર્ભમાં ઊતર્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ ભાજપના ગઢમાં જ ગંદકીના સામ્રાજ્યથી લોકો પીડાઈ રહ્યા છે અને મચ્છરોના ઉપદ્રવ અને ઉભરાતી ગટરોના કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો અંત ન આવતા આખરે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સાથે જ મચ્છરોના ઉપદ્રવથી વિસ્તારમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો કરી રહ્યા છે.
ગંદકીના સામ્રાજ્યથી મચ્છરોના કારણે  લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવે છે. ગંદકીના સામ્રાજ્યથી બાળકોને પણ ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. બાળકોને સ્કૂલે મૂકવા જવા માટે પણ વાલીઓએ બાળકોને ઊંચકીને ગંદા પાણીમાંથી પસાર થઈ મુકવા જવા માટે મજબુર બન્યા છે પરંતુ સ્થાનિક ભરૂચ નગરપાલિકાના નગરસેવકો કુંભકર્ણની નીંદરમાં રહેતા આખરે લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં ઉભરાતી ગટરોની સમસ્યાનો હલ કરવામાં પાલિકા નિષ્ફળ જશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે
ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્ય મુદ્દે સ્થાનિક રહીશો નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા જ્યાં રજૂઆત કરવા આવેલી મહિલાઓએ રુપિયા આપ્યા હોવાના આક્ષેપો કરતા એક સમયે નગરસેવકો અને સ્થાનિક મહિલાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા 
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ત્રણમાં નારાયણ નગર પાંચની ઉભરાતી ગટરોની સમસ્યા ક્યારે હલ થશે તે પ્રશ્ન હાલ તો લોકોમાં પેચિદો બની ગયો છે.
Advertisement
Tags :
Advertisement

.