પંજાબમાં હવે WhatsApp દ્વારા નોંધાવી શકશો ભ્રષ્ટાચારની ફરિયાદો, CM ભગવંત માને કરી જાહેરાત
પંજાબમાં આમ આદમી પાર્ટીની જોરદાર જીત
બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી ભગવંત સિંહ માન એક્શન મોડમાં આવી ગયા છે. આજે ભ્રષ્ટાચારને લઈને એક
મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. કદાચ વો નિર્ણય પહેલીવાર લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભગવંત
માને જાહેરાત કરી છે કે હવે કોઈપણ વ્યક્તિ ભ્રષ્ટાચારની ફરિયાદ વોટ્સએપ પર નોંધાવી
શકશે. આ જાહેરાતના પગલે ભ્રષ્ટાચારીઓમાં ડર પેદા થવા લાગ્યો છે. ભગવંત માન
પંજાબમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે એન્ટી કરપ્શન હેલ્પલાઇન લાવશે.
પંજાબ ભ્રષ્ટાચાર મુક્ત બનશે
સીએમ માને કહ્યું કે પંજાબમાં
ભ્રષ્ટાચારને રોકવા માટે એન્ટી કરપ્શન હેલ્પલાઈન જારી કરવામાં આવશે. આ હેલ્પલાઈન
ભગતસિંહના શહીદ દિવસ પર બહાર પાડવામાં આવશે. હેલ્પલાઈન જાહેર થયા બાદ પંજાબના લોકો
વોટ્સએપ પર ભ્રષ્ટાચારની ફરિયાદો મોકલી શકશે. એટલું જ નહીં આ
હેલ્પલાઈન દ્વારા પંજાબના ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓની ફરિયાદો સીધી સીએમ
ભગવંત માન સુધી પહોંચશે. પંજાબ સરકાર ભગત સિંહના શહીદ દિવસ પર 23
માર્ચે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન માટે નંબર જાહેર કરશે.
પંજાબમાં 99% લોકો પ્રમાણિક છે, 1% ભ્રષ્ટ જ છે
ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન વિશે
માહિતી આપતાં સીએમ માને કહ્યું કે 99% લોકો પ્રમાણિક છે, 1% ભ્રષ્ટ
છે. પરંતુ આ ભ્રષ્ટ લોકોના પગલે સમગ્ર સિસ્ટમ બગડી જાય છે. તેણે કહ્યું કે તે
હંમેશા ઈમાનદારની સાથે છે. માને કહ્યું કે પંજાબમાં સુધારો કરવા માટે અહીં પ્રથમ
સપ્તાહમાં રિકવરી અટકાવવામાં આવશે. સપ્તાહની વસૂલાત માટે કોઇપણ નેતા કોઇ અધિકારીને
હેરાન કરી શકશે નહીં.