Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવરંગપુરામાં વ્યાજખોરી કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ, 4 લાખની રકમ સામે 12 લાખ વસુલ્યા

નવરંગપુરામાં વ્યાજખોરી કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે..સોનાના દાગીના પર અઢી ટકા વ્યાજે પૈસા લીધા બાદ પિતા-પુત્ર ઊંચું વ્યાજ વસૂલી કરતા ફરિયાદ નોંધાઇ છે.પોલીસે વ્યાજખોર પુત્રની ધરપકડ કરી છે જ્યારે પિતા હાલ ફરાર છે. દાગીના ગીરવે મુકી વ્યાજ પર પૈસા લીધા હતા લોકેશ શર્મા નામના શખ્સ સામે એક મહિલાએ વ્યાજના ચક્કકરમાં ફસાવીને માનસિક રીતે પરેશાન કરવાની ફરીયાદ નોંધાવી છે. નàª
નવરંગપુરામાં વ્યાજખોરી કરનાર પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ  4 લાખની રકમ સામે 12 લાખ વસુલ્યા
નવરંગપુરામાં વ્યાજખોરી કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે..સોનાના દાગીના પર અઢી ટકા વ્યાજે પૈસા લીધા બાદ પિતા-પુત્ર ઊંચું વ્યાજ વસૂલી કરતા ફરિયાદ નોંધાઇ છે.પોલીસે વ્યાજખોર પુત્રની ધરપકડ કરી છે જ્યારે પિતા હાલ ફરાર છે. 
દાગીના ગીરવે મુકી વ્યાજ પર પૈસા લીધા હતા 
લોકેશ શર્મા નામના શખ્સ સામે એક મહિલાએ વ્યાજના ચક્કકરમાં ફસાવીને માનસિક રીતે પરેશાન કરવાની ફરીયાદ નોંધાવી છે. નવરંગપુરા પોલીસે આરોપી લોકેશન અને તેના પિતા સુભાષ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે..જેમાં ઘટનાની વિગત એવી છે કે વસ્ત્રાપુરમાં રહેલા દેવાગંના પંચાલ નામના મહિલાના પતિના અવસાન બાદ આર્થિક જરૂરિયાત હોવાના કારણે લગ્ન સમયના દાગીના ગીરવે મૂકીને ફાઇનાન્સ કંપનીમાં લોન લીધી હતી જે બાદ એક સંબંધી મારફતે લોકેશન શર્મા અને પિતા સુભાષ નામના વ્યાજખોરો સંપર્ક થયો હતો..જે ઓછા દરે દાગીના પર વ્યાજે પૈસા આપતા હોવાનું કહીને પરિચય થયો..જેથી મહિલાએ ફાઇનાન્સ કંપનીમાં રહેલા સોના દાગી લઈને લોકેશ શર્માને ત્યાં ગીરવે મુક્યા હતા...જે અઢી ટકા વ્યાજે  8.53 લાખ રૂપિયા લીધા હતા...ત્યારબાદ મહિલાએ રૃપિક ફાઇનાન્સ કંપનીમાં 8 લાખની લોન મેળવી લઈ વ્યાજ સહિત નાણાં ચૂકવી દીધા હતા..

દૈનિક ત્રણ હજાર રૂપિયા વ્યાજ વસુલતા હતા વ્યાજખોરો 
ભોગબનાર મહિલાએ ફરી એક વખત પૈસાની જરૂર પડતા લોકેશ શર્મા પાસે અઢી ટકા વ્યાજે સોના દાગીના ગીરવે મૂકીને 4 લાખની લોન લીધી પરતું વ્યાજખોર પિતા-પુત્ર એ વ્યાજ દર વધારીને 4 ટકા વ્યાજ મેળવીને પઠાણી ઉઘરાણી કરતા હતા...જે બાદ વ્યાજખોરો પિતા-પુત્ર મહિલા સાથે દૈનિક 3 હજાર રૂપિયા વ્યાજ વસુલતા હતા..અને મહિલા એક દિવસ વ્યાજ આપવાનું ચુકી જાય તો બમણી રકમ વ્યાજ વસુલતા હતા..મહિલાએ મૂડી અને વ્યાજ સહિત 12.50 લાખ ચૂકવ્યા છે છતાં વ્યાજખોર પિતા-પુત્ર 4 લાખ મૂડીના અને 7 લાખ વ્યાજ વધારે માંગતા હતા..જેને લઈ પોલીસમાં ફરિયાદ કરતા લોકેશ શર્માની ધરપકડ કરાઇ છે.   
પોલીસ તપાસ કરતા આરોપી લોકેશ શર્મા અને પિતા સુભાષ શર્માની નાણાં ધીરનાર દુકાન છે પણ નિયમો વિરુદ્ધ ઉંચા વ્યાજે પૈસા આપતા હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે.. ત્યારે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ અંતર્ગત શહેરમાં દરરોજ એક થી બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.