Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભૂજમાં 13 કરોડના દાગીનાની ચોરીની સગ્ગા ભાઇ અને ભત્રીજા સામે ફરીયાદ

ભુજ શહેરમાં જવેલરી શો રૂમમાંથી ૧૩ કરોડના દાગીના અને રોકડની ચોરી સગ્ગા ભાઈ અને ભત્રીજાએ કરી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી છે.. જે બાદ પિતા – પુત્રની પોલીસે અટક કરી હતી. શહેરના હોસ્પિટલ રોડ પર સોની કિશોર પ્રેમજી (કે. પી. જ્વેલર્સ) ચલાવતા કિશોરભાઈ પ્રેમજીભાઈ સોનીએ ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસ ફરિયાદ જણાવવામાં આવ્યું હતું  કે જયેશ પ્રેમજી સોલંકી અને તેના દિકરા
03:12 PM Feb 21, 2023 IST | Vipul Pandya
ભુજ શહેરમાં જવેલરી શો રૂમમાંથી ૧૩ કરોડના દાગીના અને રોકડની ચોરી સગ્ગા ભાઈ અને ભત્રીજાએ કરી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી છે.. જે બાદ પિતા – પુત્રની પોલીસે અટક કરી હતી. શહેરના હોસ્પિટલ રોડ પર સોની કિશોર પ્રેમજી (કે. પી. જ્વેલર્સ) ચલાવતા કિશોરભાઈ પ્રેમજીભાઈ સોનીએ ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો
 
પોલીસ ફરિયાદ જણાવવામાં આવ્યું હતું  કે જયેશ પ્રેમજી સોલંકી અને તેના દિકરા રાઘવે તા. ર૧-૯-ર૦૧૯ થી રપ-૧-ર૦ર૩ દરમ્યાન કોઈ પણ સમયે શો રૂમમાં પડેલ દાગીના પૈકી ફરિયાદીના ભાગના ર૭ કિલો પ૦૦ ગ્રામ સોનુ કિંમત રૂા. ૧ર.પ૦ કરોડ, પ૭ કિલો પ૦૦ ગ્રામ ચાંદી કિંમત રૂા. ૩પ લાખ અને ર૦ લાખ રોકડા મળી ૧૩.૦પ કરોડનો માલ શો રૂમના શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કરીને કાઢી લેવાની ફરિયાદ સાથે પોલીસને જરૂરી પુરાવાઓ આપવામાં આવ્યા હતા. જેના આધારે ગત રાત્રે પોલીસે બન્ને પિતા – પુત્રની ધરપકડ કરી હતી. લાંબા સમયથી ચાલતા વિવાદમાં ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે.
આ બંને પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 24 તારીખ સુધીના રિમાન્ડ ભુજની કોર્ટે મજૂર કર્યા છે. પોલીસે આ રિમાન્ડ દરમ્યાન કઈ રીતે ચોરી કરી હતી,તેની હકીકત જાણવા તપાસ શરૂ કરી છે. મિલ્કતના વિવાદને લઈને આ ચોરી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ  શંકાશીલ પતિ પત્નીના હાથમાંથી મોબાઇલ છીનવી થયો ફરાર, પત્નીએ નોંધાવી પતિ સામે FIR
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
13croreBhujbrothercomplaintcousinGujaratFirstjewelrynephew
Next Article