Himachal પ્રદેશના Kullu અને Mandi માં આભ ફાટ્યું
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાના અને ભારે નુકસાનના અહેવાલ છે. મંડીના ચૌહર ઘાટીમાં મુશળધાર વરસાદ બાદ પહાડીમાં તિરાડ પડતાં એક મકાન કાટમાળમાં...
11:08 AM Aug 01, 2024 IST
|
Vipul Pandya
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાના અને ભારે નુકસાનના અહેવાલ છે. મંડીના ચૌહર ઘાટીમાં મુશળધાર વરસાદ બાદ પહાડીમાં તિરાડ પડતાં એક મકાન કાટમાળમાં આવી ગયું હતું. જેના કારણે બે પરિવારના 6 થી વધુ સભ્યો ગુમ થયાના અહેવાલ છે. એક મૃતદેહ મળી આવ્યો છે અને 9 અન્ય લોકો પણ ગુમ હોવાના અહેવાલ છે.