Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, ઈમરાન ખાનની રેલીમાં ભડકી હિંસા

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની 'આઝાદી માર્ચ'માં હિંસા થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદ મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. અન્ય કેટલાક શહેરોમાં હિંસક અથડામણના અહેવાલ મળી રહ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે હવે સેના તૈનાત કરવામાં આવી છે.પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ હિંસક પ્રદર્શનમાં ફેરવાઈ ગઇ છે.
પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ  ઈમરાન ખાનની રેલીમાં ભડકી હિંસા
પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની 'આઝાદી માર્ચ'માં હિંસા થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદ મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. અન્ય કેટલાક શહેરોમાં હિંસક અથડામણના અહેવાલ મળી રહ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે હવે સેના તૈનાત કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ હિંસક પ્રદર્શનમાં ફેરવાઈ ગઇ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former PM Imran Khan) ની આઝાદી માર્ચના કારણે ઈસ્લામાબાદને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે સેના તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન મોડી રાત્રે ઈમરાન ખાન લાખો સમર્થકો સાથે ઈસ્લામાબાદ નજીક ડી-ચોક પહોંચ્યા હતા. તેઓ અહીં વિરોધ કરશે. મહત્વનું છે કે, ઈમરાને ગયા મહિને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાનનો કાફલો હજારો વાહનો સાથે ઈસ્લામાબાદ પહોંચ્યો છે. જેના કારણે રાજધાનીમાં જામ થઈ ગયો હતો. તેને રોકવા માટે પોલીસ અને સેનાએ શહેરની બહાર પણ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે અપૂરતા સાબિત થયા હતા. ઈમરાન સમર્થકોની એન્ટ્રી બાદ ઈસ્લામાબાદમાં આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. દરમિયાન, કરાચી, લાહોરમાં પણ હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલો છે. પોલીસે હિંસા રોકવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. જવાબમાં, વિરોધીઓએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો હોવાના અહેવાલો છે.
ઈમરાન ખાનનો કાફલો ઈસ્લામાબાદના ડી ચોક પર એકત્ર થયો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ખાનના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, પાકિસ્તાન ટીવી હેડક્વાર્ટર, સચિવાલય અને મંત્રીઓના નિવાસનો સમાવેશ થતા વિસ્તારને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આંદોલનકારીઓને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ કોઈપણ સંજોગોમાં રેડ ઝોનમાં ન જાય. ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઈમરાનની પાર્ટીના કેટલાય સભ્યોની અટકાયત પણ કરવામાં આવી છે. અથડામણમાં પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ સહિત બંને પક્ષના કેટલાક લોકો ઘાયલ થયા હતા. ડોન અનુસાર, પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવ્યા બાદ પણ ઈમરાન ખાન અને તેમના સમર્થકોએ ડી ચોકમાંથી ખસવાની ના પાડી દીધી છે. તેમણે ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ઈમરાનની પાર્ટીએ પણ સમગ્ર પાકિસ્તાનને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરી છે. મહિલાઓ અને બાળકોને રસ્તા પર ઉતરવાની અપીલ કરતા ઈમરાન ખાને તેને 'વાસ્તવિક સ્વતંત્રતા'ની લડાઈ ગણાવી છે.
Advertisement
Tags :
Advertisement

.