પાકિસ્તાનમાં ચીની વિદેશ મંત્રીએ કરી કાશ્મીરની વાત, ભારતે કડક શબ્દોમાં આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
પાકિસ્તાન દ્વારા છાશવારે કાશ્મીરનો રાગ આલાપવામાં આવે છે. ભારતે અનેક વખત જડબાતોડ જવાબ આપ્યા છતા પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું. કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ‘કૂતરાની પૂછડી વાંકી તે વાંકી’ એ કહેવત સાર્થક કરી છે. હવે આ મુદ્દે પાકિસ્તાનને ચીનનો પમ સાથ મળ્યો છે. ચીનના વિદેશ મંત્રીએ પણ પાકિસ્તાનમાં જઇને કાશ્મીરની વાત કરી હતી. જો કે ભારતે કાશ્મીર અંગે ચીની વિદેશ મંત્રીની વાતને કડક શ
પાકિસ્તાન દ્વારા છાશવારે કાશ્મીરનો રાગ આલાપવામાં આવે છે. ભારતે અનેક વખત જડબાતોડ જવાબ આપ્યા છતા પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું. કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ‘કૂતરાની પૂછડી વાંકી તે વાંકી’ એ કહેવત સાર્થક કરી છે. હવે આ મુદ્દે પાકિસ્તાનને ચીનનો પમ સાથ મળ્યો છે. ચીનના વિદેશ મંત્રીએ પણ પાકિસ્તાનમાં જઇને કાશ્મીરની વાત કરી હતી. જો કે ભારતે કાશ્મીર અંગે ચીની વિદેશ મંત્રીની વાતને કડક શબ્દોમાં વખોડી છે.
ચીની મંત્રીએ શું કહ્યું હતું?
પાકિસ્તાનમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના ઉદ્ઘાટન સમારોહમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કાશ્મીર અને પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ‘કાશ્મીરના મુદ્દા ઉપર અમે ફરીથી ઘણા ઇસ્લામિક મિત્રોની અપીલ સાંભળી છે. ચીનની પણ આવી જ આકાંક્ષા છે.’
Advertisement
ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ચીની વિદેશ મંત્રીના આવા નિવેદનનો ભારતીય વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ભારતનું સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. જેમાં તેમણે કહ્યું છે કે ઈસ્લામિક સહકાર સંગઠનના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના ભાષણ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા કરાયેલા ભારતના બિનજરૂરી સંદર્ભને અમે નકારી કાઢીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે ‘કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સંબંધિત મુદ્દો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે અને ચીન સહિત અન્ય દેશોને તેના પર નિવેદન કરીને દખલ કરવાનો કોઈ અધિકાર નથી.’
ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની વિદેશ મંત્રી પરિષદ (CFM)ની બે દિવસીય બેઠક દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે 57 સભ્યોનું સંગઠન કાશ્મીર મુદ્દા પર કોઈ અસર કરી શક્યું નથી કારણ કે તે વિભાજિત ઘર છે. આપણે કાશ્મીર અને પેલેસ્ટાઈન બંનેના લોકો માટે નિષ્ફળ સાબિત થયા છીએ. આપણે વિભાજિત છીએ અને તેઓ (ભારત અને ઈઝરાયેલ) આ વાત જાણે છે.