Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોતાના લગ્નમાં ગાયબ રહેલા બીજેડી ધારાસભ્ય સામે કેસ, હવે કહ્યું- 60 દિવસમાં લગ્ન કરીશ

એક દંપતીએ તેમના લગ્નની નોંધણી માટે 17 મે, 2022ના રોજ અરજી કરી હતી. મહિલા તેના સંબંધીઓ સાથે લગ્ન નોંધણી ઓફિસ પહોંચી હતી, પરંતુ બીજેડીના ધારાસભ્ય વિજય શંકર દાસ ત્યાં પહોંચ્યા ન હતા. બીજેડી વિધાનસભ્ય વિજય શંકર દાસે પોતાના લગ્નમાં હાજરી ન આપતા કહ્યું કે તે આગામી 60 દિવસમાં તેમની મંગેતર સાથે લગ્ન કરવા તૈયાર છે. ધારાસભ્યના મંગેતરે લગ્નમાં ન પહોંચવા બદલ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો
પોતાના લગ્નમાં ગાયબ રહેલા બીજેડી ધારાસભ્ય સામે કેસ  હવે કહ્યું  60 દિવસમાં લગ્ન કરીશ
એક દંપતીએ તેમના લગ્નની નોંધણી માટે 17 મે, 2022ના રોજ અરજી કરી હતી. મહિલા તેના સંબંધીઓ સાથે લગ્ન નોંધણી ઓફિસ પહોંચી હતી, પરંતુ બીજેડીના ધારાસભ્ય વિજય શંકર દાસ ત્યાં પહોંચ્યા ન હતા. બીજેડી વિધાનસભ્ય વિજય શંકર દાસે પોતાના લગ્નમાં હાજરી ન આપતા કહ્યું કે તે આગામી 60 દિવસમાં તેમની મંગેતર સાથે લગ્ન કરવા તૈયાર છે. ધારાસભ્યના મંગેતરે લગ્નમાં ન પહોંચવા બદલ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. 
મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે ધારાસભ્યના પરિવારના સભ્યો તેમના લગ્ન કરાવવાનો ઇનકાર કરી રહ્યાં હતાં અને એ (મહિલા) પર લગ્ન ન કરવા માટે ધમકી આપી હતી અને દબાણ પણ કર્યું હતું. દાસ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી), 195A ખોટા પુરાવા આપવાની ધમકી આપનાર વ્યક્તિ) અને 120B (ગુનાહિત ષડયંત્ર માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દંપતીએ તેમના લગ્નની નોંધણી માટે 17 મે, 2022ના રોજ અરજી કરી હતી. તેથી આ મહિલા તેના સંબંધીઓ સાથે લગ્ન નોંધણી ઓફિસ પહોંચી હતી, પરંતુ ધારાસભ્ય ત્યાં પહોંચ્યા ન હતા.
'મેં ક્યારેય લગ્નની ના પાડી નથી'
દાસે કહ્યું, "હા, હું આગામી 60 દિવસમાં  મારી મંગેતર સાથે લગ્ન કરવા તૈયાર છું. લગ્નની નોંધણી માટે અરજી કર્યાને એક મહિનો થઈ ગયો છે. મારી પાસે હજુ 60 દિવસ બાકી છે. મારી માતા બીમાર છે તેથી લગ્ન કરવાં પહોંચી શક્યો નહતો. હજુ મારી પાસે સમય છે અને આ સમય દરમિયાન, હું લગ્ન કરીશ. મેં ક્યારેય લગ્ન કરવાનો ઇનકાર કર્યો નથી. હકીકતમાં, મેં મીડિયા અને લોકો સમક્ષ આવી સામેથી મારા લગ્નની જાહેરાત કરી છે. તેથી છેતરપિંડીનો પ્રશ્ન જ ઊભો થતો નથી."
મહિલાનો દાવો - ત્રણ વર્ષનો સંબંધ
મહિલાએ દાવો કર્યો હતો કે દાસ અને તે છેલ્લાં ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા અને ધારાસભ્યએ તેની સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. ધારાસભ્યના પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે બીજેડીના દિવંગત નેતા અને પૂર્વ મંત્રી બિષ્ણુ ચરણ દાસનો પુત્ર દાસ છેલ્લા કેટલાક સમયથી મહિલા સાથે સંબંધમાં હતો.
Advertisement
Tags :
Advertisement

.