Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BSFએ હરામી નાળામાંથી 03 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા

રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં, BSF દ્વારા 12 ડિસેમ્બર 2022ની સવારે હરામી નાળામાંથી 03 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે.  11 ડિસેમ્બરના રોજ BSFના પેટ્રોલિંગે હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જોઈ. માછીમારો ભાગવા લાગ્યા હતા જે બાદ એલર્ટ બીએસએફની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી,પરંતુ બીએસએફને પોતાની તરફ આવતા જો
07:13 AM Dec 12, 2022 IST | Vipul Pandya
રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં, BSF દ્વારા 12 ડિસેમ્બર 2022ની સવારે હરામી નાળામાંથી 03 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે.  11 ડિસેમ્બરના રોજ BSFના પેટ્રોલિંગે હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જોઈ. 
માછીમારો ભાગવા લાગ્યા હતા 
જે બાદ એલર્ટ બીએસએફની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી,પરંતુ બીએસએફને પોતાની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતા. મુશ્કેલ અને પડકારરૂપ ભેજવાળી જમીન તેમજ રાત્રિના કારણે મર્યાદિત વિઝિબિલિટી હોવા છતાં BSFએ તેમનો પીછો કર્યો અને 03 પાક માછીમારોને પકડી લીધા.
ઇન્સ્પેક્ટર જનરલ રવિ ગાંધીના માર્ગદર્શન હેઠળ કામગીરી 
શ્રી રવિ ગાંધી, ઇન્સ્પેક્ટર જનરલ, BSF, ગુજરાત ફ્રન્ટિયરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ રાત સુધી ચાલેલી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.  ગુજરાત ફ્રન્ટીયરના ઇન્સ્પેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ગાંધી ભુજ સેક્ટરની તેમની પ્રથમ મુલાકાતે છે.
પકડાયેલા માછીમારો પાકિસ્તાનના ઝીરો પોઇન્ટના રહેવાસી 
 પકડાયેલા માછીમારોમાં અલી અસગર (25 વર્ષ), જાન મોહમ્મદ ( 27 વર્ષ ) બિલાલબલ ઉર્ફે ખમીસો (22 વર્ષ)નો સમાવેશ થાય છે. તમામ પાકિસ્તાનના ઝીરો પોઈન્ટ ગામના રહેવાસી છે. અલી અસગર અગાઉ પણ 2017માં બીએસએફ દ્વારા પકડાયો હતો અને એક વર્ષ સુધી ભુજ જેલમાં રહ્યો હતો અને બાદમાં અટારી વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પાછો ગયો હતો.માછીમારોની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે તેઓ માત્ર માછીમારી માટે આવ્યા હતા કારણ કે તે તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે.
આ પણ વાંચો : પોરબંદરમાં ચોપાટી દરિયા કિનારે ફાયર બ્રિગેડની સરપ્રાઇઝ મોકડ્રીલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BSFfishermenGujaratFirstHaramicanalnabbedPakistani
Next Article