Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીતની ઉજવણીમાં પડ્યો ભંગ, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જાડેજાને મળી સજા

ભારતે નાગપુરમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવી દીધુ. ટીમ ઈન્ડિયાના ફેન્સ અને ટીમ આ જીતની ઉજવણી કરી જ રહ્યા હતા ત્યાં ICC એ એક ખરાબ સમાચાર આપ્યા. ICC એ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સજા આપી છે. જાડેજાને લેવલ-1ના નિયમના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો અને આ સજા આપવામાં આવી. નિયમના ભંગ બદલ દોષિત ઠરતા જાડેજાને આ દંડ કરવામાં આવ્યો.Â
10:04 AM Feb 11, 2023 IST | Vipul Pandya
ભારતે નાગપુરમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવી દીધુ. ટીમ ઈન્ડિયાના ફેન્સ અને ટીમ આ જીતની ઉજવણી કરી જ રહ્યા હતા ત્યાં ICC એ એક ખરાબ સમાચાર આપ્યા. ICC એ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સજા આપી છે. જાડેજાને લેવલ-1ના નિયમના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો અને આ સજા આપવામાં આવી. 
નિયમના ભંગ બદલ દોષિત ઠરતા જાડેજાને આ દંડ કરવામાં આવ્યો. 
ICCએ એક નિવેદન બહાર પાડીને આ અંગે જાણકારી આપી. ICC એ જણાવ્યું કે જાડેજાએ નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં તેમની આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કર્યો છે. અત્રે જણાવવાનું કે ICC એ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર 25 ટકા ફીનો દંડ ફટકાર્યો છે. નિયમના ભંગ બદલ દોષિત ઠરતા જાડેજાને આ દંડ કરવામાં આવ્યો. 

આ કારણે લાગ્યો દંડ
આ વાત ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગની 46મી ઓવર દરમિયાનની છે. મેચના પહેલા દિવસે નવ ફેબ્રુઆરીએ જાડેજા પોતાના હાથની આંગળી પર ક્રીમ લગાડતો જોવા મળ્યો હતો. જાડેજાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે મોહમ્મદ સિરાજ પાસેથી કઈક લઈને હાથની આંગળી પર લગાવતો જોવા મળ્યો. આ કારણે ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજાને ચીટર કહ્યો પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે જણાવ્યું કે જાડેજાની આંગળીમાં ઈજા થઈ હતી અને તે હાથ પર ક્રીમ લગાવતો હતો. પરંતુ આ મેદાનના એમ્પાયરોની મંજૂરી વગર કરાયું હતું. 
જાડેજાએ ભૂલ સ્વીકારી
ICC એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે જાડેજાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને ICC મેચ રેફરી એન્ડી પ્રાયક્રોફ્ટ દ્વારા અપાયેલી સજાને કબૂલ કરી લીધી. આથી કોઈ અધિકૃત સુનાવણીની જરૂર પડી નથી. મેચ રેફરીએ એ વાત માની કે જાડેજાએ ક્રીમ ફક્ત આંગળી પર મેડિકલ કારણોસર જ લગાવ્યું હતું અને તેની દાનત બોલ ટેમ્પરિંગની નહતી. તેણે બોલની સ્થિતિને પણ બદલી નહતી. મેદાનના એમ્પાયર નીતિન મેનન, રિચર્ડ લિંગવર્થ, ત્રીજા એમ્પાયર માઈકલ ગોફ અને ચોથા એમ્પાયર કે એન અનંતપદમનાભને જાડેજા પર આરોપ લગાવ્યા હતા. 
આપણ  વાંચો- ભારતે માત્ર 3 દિવસમાં જીતી ટેસ્ટ, અશ્વિન-જાડેજા આગળ ઓસ્ટ્રેલિયા ઘુંટણિયે પડ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FineGujaratFirstICCINDvsAUSindvsaus1sttestRavindraJadeja
Next Article