Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચાર રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપના સૂપડાં સાફ, બંગાળમાં TMCની બમ્પર જીત

હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભલે ચાર રાજ્યોમાં બમ્પર જીત મેળવી હતી. જો કે હવે ચાર રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂટણીમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ચાર રાજ્યોમાં એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થયા છે. ભાજપે આ તમામ બેઠકો ગુમાવી છે. આ પેટા ચૂંટણી પશ્ચિમ બંગાળમાં એક લોકસભા અને એક વિધાનસભા બેઠક તેમજ બિહાર, મહારાષ્àª
ચાર રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપના સૂપડાં સાફ  બંગાળમાં tmcની બમ્પર જીત
હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભલે ચાર રાજ્યોમાં બમ્પર જીત મેળવી હતી. જો કે હવે ચાર રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂટણીમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ચાર રાજ્યોમાં એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થયા છે. ભાજપે આ તમામ બેઠકો ગુમાવી છે. આ પેટા ચૂંટણી પશ્ચિમ બંગાળમાં એક લોકસભા અને એક વિધાનસભા બેઠક તેમજ બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢની એક-એક વિધાનસભા બેઠક માટે યોજાઈ હતી. આ દેરક બેઠક પર 12 એપ્રિલે મતદાન થયું હતું. 
પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણીમાં TMCને મોટી જીત મળી છે. ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાએ આસનસોલ લોકસભા સીટ પર એક લાખથી વધુ મતોથી જીત મેળવી છે. બીજી તરફ બાબુલ સુપ્રિયોએ બાલીગંજ વિધાનસભા સીટ પર લગભગ 9 હજાર મતોના અંતરથી જીત મેળવી છે. શત્રુઘ્ન સિંહા સામે બીજેપી ઉમેદવાર અગ્નિમિત્રા પોલ બીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિંહા ગયા મહિને જ ટીએમસીમાં જોડાયા હતા. આ પહેલા 2019માં ભાજપથી નારાજ થયા બાદ તેઓ કોંગ્રેસમાં ગયા હતા. તો આસનસોલ લોકસભા સીટ ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોના રાજીનામા બાદ ખાલી પડી હતી. સુપ્રિયો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા.
Advertisement

પેટા ચૂંટણીમાં બંને સીટો પર જીત મળયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તે વિસ્તારના લોકોનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘હું તૃણમૂલ કોંગ્રેસને નિર્ણાયક જનાદેશ આપવા માટે આસનસોલ લોકસભા અને બાલીગંજ વિધાનસભા મતવિસ્તારના મતદારોનો આભાર માનું છું. ફરી વખત અમારા પર વિશ્વાસ મુકવા બદલ અમે મતદારોને સલામ કરીએ છીએ.’
બિહાર
બિહારની બોચાહન વિધાનસભા સીટ પર રાષ્ટ્રીય જનતા દળ (RJD)નો વિજય થયો છે. મુઝફ્ફરપુર જિલ્લાની આ વિધાનસભા એક અનામત બેઠક છે. આરજેડી ઉમેદવાર અમર કુમાર પાસવાને આ સીટ 36,653 મતથી જીતી છે. જ્યારે ભાજપ ઉમેદવાર બેબી કુમારી બીજા નંબરે છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં બેબી કુમારીએ અપક્ષ ઉમેદવાર તરીકે 9 વખતના ધારાસભ્ય રમાઈ રામને હરાવ્યા હતા. બાદમાં તે ભાજપમાં જોડાઈ હતી. વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ના ધારાસભ્ય મુસાફિર પાસવાનના નિધન બાદ આ સીટ ખાલી પડી હતી. ચૂંટણી જીતનાર અમર પાસવાન તેમના પુત્ર છે.
પેટા ચૂંટણી માટે વિકાસશીલ ઇન્સાન પાર્ટીએ અમર પાસવાનને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે, પેટાચૂંટણી પહેલા અમર પાસવાન આરજેડીમાં ગયા હતા. આ બેઠક પર ભાજપ અને વીઆઈપી બંનેએ પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરતા મામલો ત્રિકોણીય જંગ બની ગયો હતો. 
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ઉમેદવારે જીત મેળવી છે. આ બેઠક પર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ચંદ્રકાંત જાધવની પત્ની જયશ્રી જાધવને મેદાનમાં ઉતાર્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચંદ્રકાંત જાધવના નિધન બાદ આ સીટ ખાલી પડી હતી. જયશ્રી જાધવે ભાજપના ઉમેદવાર સત્યજીત કદમને લગભગ 18,000 મતોથી હરાવ્યા હતા. પૂર્વ કાઉન્સિલર સત્યજીત કદમ પણ અગાઉ કોંગ્રેસમાં હતા. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા, જો કે તે સમયે તેમણે હારનો સામનો કરવો પડયો હતો.
છત્તીસગઢ
કોંગ્રેસે છત્તીસગઢની ખૈરાગઢ વિધાનસભા સીટ પર પણ જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર યશોદા નીલામ્બર વર્માએ ભાજપના ઉમેદવાર કોમલ જંઘેલને લગભગ 14,000 મતોથી હરાવ્યા છે. જનતા કોંગ્રેસ છત્તીસગઢ (J)ના ધારાસભ્ય દેવવ્રત સિંહના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. જો કે આ ચૂંટણીમાં JCC (J)ના ઉમેદવાર નરેન્દ્ર સોનીને માત્ર 749 વોટ મળ્યા છે.
Tags :
Advertisement

.