Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ ઉર્ફે બાપજીએ 'નેતાજી'ને કહ્યા આતંકવાદી

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે 'નેતાજી'ને કહ્યા આતંકવાદીધારાસભ્ય યોગેશ પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી કહ્યાઆણંદના ધારાસભ્ય સામે કોંગ્રેસે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ ભાજપના આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી કહેતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આણંદના આ ધારાસભ્ય વિરુદ્ધ સાયબર
ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ ઉર્ફે બાપજીએ   નેતાજી ને કહ્યા આતંકવાદી
  • ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે 'નેતાજી'ને કહ્યા આતંકવાદી
  • ધારાસભ્ય યોગેશ પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી કહ્યા
  • આણંદના ધારાસભ્ય સામે કોંગ્રેસે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ 
ભાજપના આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી કહેતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આણંદના આ ધારાસભ્ય વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકારણમાં ભારે હોબાળો 
આઝાદ હિંદ સેનાના સ્થાપક નેતાજી સુભાષ ચંદ્ર બોજના જન્મદિવસને દેશમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. બીજી તરફ ગુજરાતના આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકારણમાં ભારે હોબાળો મચાવ્યો હતો. યોગેશ પટેલે પોતાની આ પોસ્ટમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી કહ્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી કે તરત જ કોંગ્રેસના નેતાઓએ પણ આ પોસ્ટ વિશે ટ્વિટ કર્યું.
Advertisement

યોગેશ પટેલ ઉર્ફે બાપજીએ સુભાષચન્દ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા
સોમવારે 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ હતી ત્યારે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે નેતાજીને શ્રદ્ધાંજલિ આપતા ભાંગરો વાટ્યો હતો. યોગેશ પટેલ ઉર્ફે બાપજીએ સુભાષચન્દ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા.  ધારાસભ્ય યોગેશ પટેલે પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. અસહકાર ચળવળના સહભાગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા, તેઓ વધુ આતંકવાદી પાંખનો ભાગ હતા અને સમાજવાદી નીતિઓના હિમાલય માટે જાણીતા હતા.' 
કોંગ્રેસે કાર્યવાહી કરવાની માગ કરી
જો કે આ ટ્વિટ વાયરલ થતાં જ કોંગ્રેસના નેતાઓ પવન ખેરા અને અર્જુન મોઢવાડીયાએ પણ ટ્વિટ કરીને યોગેશ પટેલના ટ્વિટનો વિરોધ કર્યો હતો અને યોગેશ પટેલ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. 

યોગેશ પટેલે માફી માગી ટ્વિટ ડિલીટ કર્યું
જો કે, પોતાની ભૂલનો અહેસાસ થતાં જ યોગેશ પટેલે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું અને હાથ જોડીને માફી માંગતો બીજો મેસેજ પોતાના પેજ પર પોસ્ટ કર્યો હતો. યોગેશ પટેલે કહ્યું કે સુભાષચંદ્ર બોજ મારા માટે આદરણીય છે. તેમણે દેશના હિત માટે મહાન કાર્યો કર્યા છે. તે આજે પણ મારા દિલમાં વસે છે. હું તેમના કામથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. મારાથી ભૂલથી અનુવાદ કરવામાં ભૂલ થઈ ગઈ છે, તે માટે હું માફી માંગુ છું.
સાયબર ક્રાઇમમાં ફરિયાદ
આ સમગ્ર મામલે કોંગ્રેસે હવે ધારાસભ્ય વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસના નેતાનું કહેવું છે કે સુભાષ ચંદ્ર બોઝ જેવા દેશના મહાન નેતાને ઉગ્રવાદી કહીને દેશનું અપમાન કરવામાં આવ્યું છે. આ મામલે પોસ્ટના સ્ક્રીન શોટ સાથે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસને આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.