Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BSF જવાનોની એકતાના સંદેશા સાથે નીકળેલી બાઇક યાત્રાનું ડભોઈ ખાતે કરાયું સ્વાગત

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતતા વધે એ હેતુસર BSFના મહિલા તેમજ પુરુષ જવાનો 2 ઓક્ટોબરથી પંજાબના અટારીથી મોટર સાઈકલ લઇને 2168 કિમીની યાત્રા કરી રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે.કેવડિયા પહોંચતા પહેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાનના મંદિરે આ BSF જવાનોની મોટર સાયકલ યાત્રા આવી પહોંચતાં ડભà«
bsf જવાનોની એકતાના સંદેશા સાથે નીકળેલી બાઇક યાત્રાનું ડભોઈ ખાતે કરાયું સ્વાગત
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતતા વધે એ હેતુસર BSFના મહિલા તેમજ પુરુષ જવાનો 2 ઓક્ટોબરથી પંજાબના અટારીથી મોટર સાઈકલ લઇને 2168 કિમીની યાત્રા કરી રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે.
કેવડિયા પહોંચતા પહેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કેલનપુર ખાતે આવેલા દાદા ભગવાનના મંદિરે આ BSF જવાનોની મોટર સાયકલ યાત્રા આવી પહોંચતાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા BSF જવાનોનોનું ગૌરવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 34 જાંબાઝ જવાનો અને 15 સીમા ભવાની મહિલા બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે. જેઓ દાદા ભગવાન મંદિરેથી ટૂંકું રોકાણ કરી કેવડિયા જવા નીકળતા ડભોઇ શિનોર ચોકડી ખાતે ડભોઇના પી.આઈ એસ.જે.વાઘેલા, પી.એસ.આઈ અનિરુદ્ધસિંહ કામળીયા સહિત પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો, સામાજિક આગેવાનો દ્વારા BSF જવાનોનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.