Big Breaking: જૂથવાદની રાજનીતિ પર ભાજપ નેતાનો બળાપો
અમરેલીમાં સહકારી મંડળી કાર્યક્રમમાં ભાજપના વધુ એક પ્રખ્યાત નેતા મહેશ કસવાલાએ જૂથવાદની રાજનીતિ વિરુદ્ધ પોતાનું દર્દ ખુલ્લેઆમ વ્યક્ત કર્યું છે. કસવાલા, જે પોતે ધારાસભ્ય તરીકે કાર્યરત છે, તેમણે જાહેરમાં જુથવાદની પ્રથા સામે આક્રોશ વ્યક્ત કર્યો અને પાર્ટીમાં જૂથવાદની રાજનીતિને ગંભીર...
Advertisement
અમરેલીમાં સહકારી મંડળી કાર્યક્રમમાં ભાજપના વધુ એક પ્રખ્યાત નેતા મહેશ કસવાલાએ જૂથવાદની રાજનીતિ વિરુદ્ધ પોતાનું દર્દ ખુલ્લેઆમ વ્યક્ત કર્યું છે. કસવાલા, જે પોતે ધારાસભ્ય તરીકે કાર્યરત છે, તેમણે જાહેરમાં જુથવાદની પ્રથા સામે આક્રોશ વ્યક્ત કર્યો અને પાર્ટીમાં જૂથવાદની રાજનીતિને ગંભીર સમસ્યા ગણાવી. કસવાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાર્ટીના કેટલાક કાર્યકરો અને નેતાઓ પક્ષને પાડી દેવાની માનસિકતામાં ફસાયા છે. તે લોકોના હિતમાં નહીં પરંતુ જૂથના હિતમાં કામ કરી રહ્યા છે. કસવાલાએ મજબૂત રાજકીય સંગઠન બનાવવા માટે જૂથવાદમાંથી બહાર આવવાની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો.
Advertisement