Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નડિયાદના યુ-પીએચસી સેન્ટર-2ના ભૂમિ પૂજનમાં કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ

આજ રોજ નડિયાદ ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કેન્દ્રીય સંચારમંત્રી શ્રી દેવુ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ સરકારની આરોગ્યની કામગીરી બિરદાવતા કહ્યું કે આજે ભારત આત્મનિર્ભર ભારત થયુ છે. ભારતની કોરોનાની વેક્સિન વિદેશોમાં વેચાઈ રહી છે તે સો ભારત વાસીઓ માટે ગર્વની વાત છે. વધુમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, ગ્રામ્ય àª
11:54 AM Jan 01, 2023 IST | Vipul Pandya
આજ રોજ નડિયાદ ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કેન્દ્રીય સંચારમંત્રી શ્રી દેવુ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ સરકારની આરોગ્યની કામગીરી બિરદાવતા કહ્યું કે આજે ભારત આત્મનિર્ભર ભારત થયુ છે. ભારતની કોરોનાની વેક્સિન વિદેશોમાં વેચાઈ રહી છે તે સો ભારત વાસીઓ માટે ગર્વની વાત છે. વધુમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, ગ્રામ્ય કક્ષાએ ૨૪૮૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમ્રગ ગ્રામીણ વિસ્તારમાં આપણા દેશમાં આવેલ છે જેની આરોગ્યની સેવાઓ થકી માનવજાતનું કલ્યાણ કરી દેશના માનવ વિકાસ સૂચકાંકમાં ઉત્તરોતર વધારો કરી રહેલ છે. 
હાલના સમયમાં ગ્રામીણ જન સમુદાય આર્થિક પ્રવૃત્તિ અને વધુ શિક્ષણ માટે શહેર તરફ સ્થળાંતરીત થઈ રહેલ છે. શહેર માનવ વસ્તીથી ઉભરાવા લાગ્યા છે. શહેરી વસ્તી બે ભાગમાં વહેંચાંઈ ગઈ છે. સ્લમ અને નોન સ્લમ . ખાસ કરીને આ નોન સ્લમ વસ્તી પોતાની આવક વધારી શકે તે માટે તેઓને પણ આરોગ્ય સેવાઓ મળી રહે તેવા પવિત્ર હેતુ થકી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યુ–પીએચસીની શરુઆત કરવામાં આવેલ છે.
નડિયાદ ખાતે યુ-પીએચસી–2ના ભૂમિ પૂજન પ્રસંગે નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ કહ્યું કે આ જ વર્ષે યુ-પીએચસી -1 થોડા મહીના પહેલા નવા રૂપ રંગ સાથે નવા જ મકાનમાં કાર્યરત  થયેલ છે. યુ–પીએચસી–3 અને 4 માટે જમીન સંપાદનની પ્રકીયા પણ ચાલી રહેલ છે. 1,14,96,536ની અંદાજીત રકમ થી યુ-પીએચસી-2 સેન્ટરનું બાંધકામ કરવામાં આવશે. ભોયતળીયે 292.34 ચો.મી અને પ્રથમ માળે 286.95 ચો મીનું બાંધકામ કરવામાં આવશે અને તેમા 5 સબસેન્ટર હશે. અંદાજીત 10,000ની સ્લમ વસ્તી અને 32000ની નોનસ્લમ વસ્તીને આ સેન્ટર સેવાઓ આપશે.
આ પ્રસંગે નડિયાદના ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન પટેલ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રંજનબેન વાઘેલા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી એચ.આર.ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - ભચાઉ - વરસાણા હાઇવે પર ટેન્કરના અકસ્માત બાદ માર્ગ પર ઢોળાયું ઓઇલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DevusinhChauhanGujaratFirsthealthKhedaNadiadUPHCCenter
Next Article