Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના નવા પીએમ બનતા પહેલા જ શાહબાજ શરિફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું – જ્યાં સુધી કાશ્મીર...

પાકિસ્તાનમાં રાજકિય ઘમાસાન પછી આખરે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. હાલમાં પાકિસ્તાનમાં પીએમ બનવા માટે નવાઝ શરિફના ભાઈ શાહબાજ શરિફનું નામ મોખરે છે. સોમવારે પાકિસ્તાન સંસદમાં નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવશે. શાહબાજ શરિફે પીએમ બનતા પહેલા જ પોતાનો અલસી રંગ બતાવવાનું શરૂ કીધું છે. શહબાઝ શરિફે કહ્યું કે જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો હલ નહીં થાય ત્યાં સુધી ભારત સાથે વાતચીત નહી થàª
પાકિસ્તાનના નવા પીએમ બનતા પહેલા જ શાહબાજ શરિફે કાશ્મીરનો મુદ્દો
ઉઠાવ્યો  કહ્યું  ndash  જ્યાં સુધી કાશ્મીર
Advertisement

પાકિસ્તાનમાં રાજકિય
ઘમાસાન પછી આખરે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. હાલમાં પાકિસ્તાનમાં પીએમ બનવા માટે
નવાઝ શરિફના ભાઈ શાહબાજ શરિફનું નામ મોખરે છે. સોમવારે પાકિસ્તાન સંસદમાં નવા
વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવશે. શાહબાજ શરિફે પીએમ બનતા પહેલા જ પોતાનો અલસી રંગ
બતાવવાનું શરૂ કીધું છે. શહબાઝ શરિફે કહ્યું કે જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો હલ
નહીં થાય ત્યાં સુધી ભારત સાથે વાતચીત નહી થાય.

 

Advertisement

એકબાજુ જનતાને
સંબોધતા ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા તો બીજી તરફ નવા પીએમ બનવા તરફ આગળ વધી રહેલા
શાહબાજ શરીફે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. પીએમ પદની નિમણૂક કર્યા બાદ મીડિયા
સાથે વાત કરતા શાહબાઝ શરીફે કહ્યું કે જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે
ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહીં થાય. જણાવી દઈએ કે આ સમયે રાજકીય સંકટ સિવાય
પાકિસ્તાન મોંઘવારી
, વધતી જતી બેરોજગારી અને અબજોના વિદેશી
દેવાથી ઝઝૂમી રહ્યું છે. ઈમરાન ખાનની વિદાય પછી પાકિસ્તાનને શાહબાજ શરીફની સામે
મક્કમતાથી ઊભું કરવું એ એક નવો પડકાર છે
, પરંતુ પોતાના લોકોને નોકરીઓ આપવાને બદલે, મોંઘવારી પર અંકુશ અને દેશની આર્થિક મજબૂતી પર વાત કરવાને બદલે તેઓ
કાશ્મીર પર ધૂન ગાઈ રહ્યા છે.

Advertisement


ઉલ્લેખનિય છે કે ત્રણ
વર્ષ
, સાત મહિના અને 23 દિવસ પછી ઇમરાન ખાન રવિવારે
વહેલી સવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા.
ખાનના ઉત્તરાધિકારીની પસંદગી માટે નેશનલ એસેમ્બલી હવે
11 એપ્રિલે મતદાન કરશે. પાકિસ્તાનના 342 સભ્યોના ગૃહમાં રવિવારે 174 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. પાકિસ્તાન
મુસ્લિમ લીગ-નવાઝ (
PML-N)
ના પ્રમુખ શાહબાઝ શરીફ, જેઓ હાલમાં નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા છે. તેઓ આગામી વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે
કે બિલાવલ ભુટ્ટોને વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે.

Tags :
Advertisement

.

×