Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે, જાણી લો તમે પણ

આજથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે સાથે સાથે તહેવારોની સીઝન શરૂ થઈ છે. આ મહિનામાં રક્ષાબંધન, મોહરમ, સ્વતંત્રતા દિવસ અને ગણેશ ચતુર્થી સહિત ઘણા તહેવાર આવી રહ્યા છે. એવામાં જો તમારું બેંક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો ફટાફટ પુરું કરી નાંખજો. 18 દિવસ બેંકમાં નહીં થાય કામકાજરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસે કયા તહેવારના કારણે બેંક બંધ રહેવાની છે તેની જાહેરાત પોતાની àª
ઓગસ્ટ મહિનામાં આટલા  દિવસ બેંકો બંધ રહેશે  જાણી લો તમે પણ

આજથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે સાથે સાથે તહેવારોની સીઝન શરૂ થઈ છે. આ મહિનામાં રક્ષાબંધન, મોહરમ, સ્વતંત્રતા દિવસ અને ગણેશ ચતુર્થી સહિત ઘણા તહેવાર આવી રહ્યા છે. એવામાં જો તમારું બેંક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો ફટાફટ પુરું કરી નાંખજો.

Advertisement

18 દિવસ બેંકમાં નહીં થાય કામકાજ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસે કયા તહેવારના કારણે બેંક બંધ રહેવાની છે તેની જાહેરાત પોતાની યાદીમાં આપી દીધી છે. મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા તહેવારોના કારણે 13 દિવસ બેંક બંધ રહેશે. જ્યારે મહિનાના સાપ્તાહિક અવકાશ મુજબ બીજા અને ચોથા શનિવારની સાથે રવિવારની ગણતરી કરી લઈએ તો ઓગસ્ટમાં બેંક હોલિડેની સંખ્યા 18 થઈ જાય છે.

Advertisement


ઓગસ્ટમાં આ તારીખે બેંક બંધ

Advertisement

7 ઓગસ્ટ: પહેલો રવિવાર (સાપ્તાહિક રજા)
9 ઓગસ્ટ: મોહરમ 
11 ઓગસ્ટ: રક્ષાબંધન 
13 ઓગસ્ટ: બીજો શનિવાર
14 ઓગસ્ટ: રવિવાર
15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ: પારસી નવવર્ષ 
18 ઓગસ્ટ: જન્માષ્ટમી (તમામ જગ્યાએ)
19 ઓગસ્ટ: જન્માષ્ટમી 
20 ઓગસ્ટ: કૃષ્ણ અષ્ઠમી (હૈદરાબાદ)
21 ઓગસ્ટ: રવિવાર
27 ઓગસ્ટ: ચોથો-શનિવાર
28  ઓગસ્ટ: રવિવાર
31 ઓગસ્ટ: ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંક બંધ)

Tags :
Advertisement

.