Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંબાજીમાં બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ સહભાગી બન્યા

શક્તિ ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડોની વચ્ચે આવેલું મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થાન છે.અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત માં અંબાનુ મૂળ સ્થાનક આવેલું છે અહીંઆજે 12 ફેબ્રુઆરીથી ગબ્બર પરિક્રમા મહોત્સવની શàª
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ  અંબાજીમાં બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ સહભાગી બન્યા
શક્તિ ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડોની વચ્ચે આવેલું મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થાન છે.
અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત માં અંબાનુ મૂળ સ્થાનક આવેલું છે અહીંઆજે 12 ફેબ્રુઆરીથી ગબ્બર પરિક્રમા મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે આજે વિવિધ નેતાઓ માં અંબાના  દર્શન કરવા આવ્યા હતા.આજે ગબ્બર પરિક્રમા મહોત્સવમાં યાત્રિકો માટે કરવામાં આવેલી ઉત્તમ સુવિધાઓથી સંતોષ વ્યકત કરી ટિમ બનાસકાંઠાને અભિનંદન  સાંસદશ્રી પરબતભાઇ પટેલ આપ્યા હતા.
અંબાજી ખાતે શરૂ થયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે પરિક્રમા પથ પર આયોજીત શક્તિયાગ- યજ્ઞમાં આહુતિ અર્પણ કરી પરિક્રમા મહોત્સવમાં પધારેલા સૌ માઈ ભક્તોને આદ્યશક્તિ માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી માઇભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
આજે ગબ્બર પરિક્રમા મહોત્સવ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત આવ્યા હતા. ત્યારબાદ બપોરે બનાસકાંઠા સાંસદ પરબત પટેલ પણ પરિક્રમા મહોત્સવમાં હાજરી આપી હતી અને તેમણે પણ માં અંબા ના દર્શન કર્યાં હતા.
આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ અને મનોરથ થકી ભાવિક શ્રધ્ધાળુઓ માટે એક જ સ્થળે ભારત ભરના અને ભારત બહાર બીજા દેશમાં રહેલા કુલ 51 શક્તિપીઠના દર્શન અને પરિક્રમાનો અવસર મળ્યો છે તેમ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સેવા કેમ્પોના સહયોગથી યાત્રિકો માટે કરવામાં આવેલી ઉત્તમ સુવિધાઓથી સંતોષ વ્યકત કરતાં તેમણે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને ટિમ બનાસકાંઠાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાંસદશ્રીએ શ્રી જય જલિયાન સેવા કેમ્પ ખાતે માઈભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.