Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત-પાકિસ્તાન મેચને લઇને ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર

ઓસ્ટ્રેલિયામાં દુનિયાની તમામ ક્રિકેટ ટીમો પહોંચી ચુકી છે. અહીં T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) રમાવાનો છે. જેની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે. જ્યારે ભારત આ મોટી ટૂર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધથી કરશે. તમામ ક્રિકેટ ફેન્સ આ બન્ને ટીમોને આમને-સામને જોવા આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ વચ્ચે હાલમાં મળી રહેલા સમાચાર મુજબ આ મેચ પર સંકટના વાદળો છવાઇ ગયા છે.ભારત-પાકિસ્તાન મેચ પર સંકટન
06:17 AM Oct 14, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયામાં દુનિયાની તમામ ક્રિકેટ ટીમો પહોંચી ચુકી છે. અહીં T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) રમાવાનો છે. જેની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે. જ્યારે ભારત આ મોટી ટૂર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધથી કરશે. તમામ ક્રિકેટ ફેન્સ આ બન્ને ટીમોને આમને-સામને જોવા આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ વચ્ચે હાલમાં મળી રહેલા સમાચાર મુજબ આ મેચ પર સંકટના વાદળો છવાઇ ગયા છે.
ભારત-પાકિસ્તાન મેચ પર સંકટના વાદળ
આ વર્ષે ICC T20 વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન વિરુદ્ધ છે. ક્રિકેટ ફેન્સ આ મેચની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ મેગા ટક્કર માટે બન્ને ટીમો સતત તૈયારીઓ કરી રહી છે. બંને વચ્ચે 23 ઓક્ટોબરે શાનદાર મેચ રમાવાની છે. T20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ ટીમો વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. આ વર્ષનો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બન્ને ટીમો વચ્ચેની મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ 23 ઓક્ટોબરે રમાવાની છે. પરંતુ આ મેચ થવાની શક્યતા હવે ખૂબ જ ઓછી દેખાઇ રહી છે. વળી બીજી તરફ જ્યારે દ્વિપક્ષીય શ્રેણીની વાત આવે છે, ત્યારે BCCIએ સ્પષ્ટતા કરી છે કે 2027 સુધી પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાશે નહીં.
આગામી 4-વર્ષ દ્વિપક્ષીય શ્રેણી પર સંકટ
એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) તેના તમામ રાજ્ય સંસ્થાઓને આગામી 4-વર્ષના ચક્ર માટે સમગ્ર ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)ને સૂચિબદ્ધ કરતો અહેવાલ મોકલ્યો છે. જ્યારે બોર્ડે પાકિસ્તાન સામેની મેચો માટે કોલમ ખાલી રાખી રાખી છે. એક બહુ-રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ, ભારતીય પુરૂષ ટીમ 2023-2027 ચક્રમાં 38 ટેસ્ટ, 42 ODI (21 દરેક ઘરે અને બહાર) અને 61 T20I (31 ઘર અને 30 દૂર) રમશે. જોકે, ભારત સરકારની મંજૂરી ન મળે ત્યાં સુધી BCCI પાકિસ્તાન સાથેની દ્વિપક્ષીય શ્રેણી અંગે કોઈ નિર્ણય લઈ શકે નહીં.
વરસાદ બની શકે છે વિલન
ટીમ ઈન્ડિયા વોર્મઅપ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારી ગઇ છે. ત્યારે ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી શકે છે અને તે છે ભારત-પાકિસ્તાન મેચ રદ થઇ શકે છે. વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે. પરંતુ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં વરસાદ મેચમાં વિક્ષેપ પાડી શકે છે. હવામાનની આગાહી અનુસાર, મેલબોર્નમાં 20 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં આ મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા તમામ ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટી શકે છે. હવામાનની આગાહી અનુસાર, 23 ઓક્ટોબરે વરસાદની 60% શક્યતા છે. સાથે જ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.
આતુરતાથી રાહ જોઇ રહેલા કરોડો ચાહકોના તૂટી શકે છે દિલ
વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે એશિયા કપમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. બંને ટીમો કુલ બે મેચ રમી હતી. જેમાંથી ભારત અને પાકિસ્તાને એક મેચ  જીતી હતી. ભારતીય ચાહકો ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે મળેલી હારનો બદલો લેવા માટે રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાનનો આવો મિજાજ કરોડો ચાહકોના દિલ તોડી શકે છે. ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે.
આ પણ વાંચો - આજે પણ લોકો ધોનીને માને છે પોતાનો આઈડલ, પણ શું તમે જાણો છો માહીના આઈડલ કોણ છે
Tags :
BCCICricketGujaratFirstIndVsPakSportst20worldcupt20worldcup2022
Next Article