Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભડકાઉ ભાષણ આપવા મામલે આઝમ ખાન દોષિત ઠર્યાં, જાણો શું છે સમગ્ર મામલો

ભડકાઉ ભાષણ આપવા મામલે સમાજવાદી પાર્ટીના (SP) ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાન દોષિત ઠર્યાં છે. કોર્ટે તેમને આ મામલે ત્રણ વર્ષની સજા સંભળાવી છે. કોર્ટના આ ચુકાદાથી તેમના ધારાસભ્ય પદ પર પણ લટકતી તલવાર છે. તેમનું ધારાસભ્ય પદ જઈ શકે છે. એવા માટે આઝમ ખાન (Azam Khan) માટે આ ડબલ ઝટકો હશે.વાંધાજનક ટિપ્પણી કરી હતીહેટ સ્પિચ સાથે જોડાયેલો આ કેસ વર્ષ 2019ને લઈને લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. 27 જુલાઈ 2019ના ભાàª
ભડકાઉ ભાષણ આપવા મામલે આઝમ ખાન દોષિત ઠર્યાં  જાણો શું છે સમગ્ર મામલો
ભડકાઉ ભાષણ આપવા મામલે સમાજવાદી પાર્ટીના (SP) ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમ ખાન દોષિત ઠર્યાં છે. કોર્ટે તેમને આ મામલે ત્રણ વર્ષની સજા સંભળાવી છે. કોર્ટના આ ચુકાદાથી તેમના ધારાસભ્ય પદ પર પણ લટકતી તલવાર છે. તેમનું ધારાસભ્ય પદ જઈ શકે છે. એવા માટે આઝમ ખાન (Azam Khan) માટે આ ડબલ ઝટકો હશે.
વાંધાજનક ટિપ્પણી કરી હતી
હેટ સ્પિચ સાથે જોડાયેલો આ કેસ વર્ષ 2019ને લઈને લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. 27 જુલાઈ 2019ના ભાજપના નેતા આકાશ સક્સેનાએ આઝમ ખાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે, રામપુરની મિલક વિધાનસભા સીટ પર લોકોને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે આ ચૂંટણી ભાષણ દરમિયાન આઝમ ખાને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી, વડાપ્રધાન મોદી અને તત્કાલિન  ડીએમને લઈને વાંધાજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો. 3 વર્ષ બાદ 27 ઓક્ટોબર 2022ના રોજ આ મામલે રામપુરની એમપી-એમએલએ કોર્ટે સુનવણી બાદ આઝમ ખાનને દોષિત ઠેરવ્યા છે અને સજાનું એલાન કર્યું છે. આઝમ ખાનને જામીન મળી શકે છે એવામાં તેમની પાસે 1 મહિનાનો સમય હશે.
ધારાસભ્ય પદ જશે?
આઝમ ખાન સામે જે કલમો હેઠળ કેસ નોંધાયેલો છે તેમાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આઝમ ખાન પર હવે રાજ્યની વિધાનસભાનું સભ્ય પદ ગુમાવવાનો પણ ડર છે. સમાજવાદી નેતા પર ભ્રષ્ટાચાર અને ચોરી સહિત લગભગ 90 કેસો છે. સજાનું એલાન કરે તે પહેલા કોર્ટ પરિસર પાસે સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટના સ્થળે તૈનાત હતી અને કોર્ટ પરિસરના ગેટ પાસે પોલીસકર્મી હાઈએલર્ટ પર હતા. રામપુરના જોઈન્ટ ડાયરેક્ટર પ્રોસિક્યુશન ઈન્ચાર્જ એસપી પાંડેએ જણાવ્યું કે, જો આઝમ ખાન જામીન માટે અરજી કરે તો તેને મળી શકે છે અને જો કેદ 2 વર્ષથી વધુ હોય તો ધારાસભ્ય પદ પર ખતરો છે. તેને 3 વર્ષની જેલની સજા થઈ છે.
અગાઉ પણ જઈ આવ્યા છે જેલમાં
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આઝમ ખાન જેલ યાત્રા કરી ચુક્યા છે. તેઓ ફુલપુર જેલમાં હતા. વક્ફ બોર્ડની સંપત્તિ પર ખોટી રીતે કબ્જો કરવા માટે એક કેસ ચાલ્યો હતો. તે કેસમાં તેમને જેલની સજા થઈ હતી અને તેઓ બે વર્ષ જેલમાં રહ્યાં હતા. આ વર્ષે જ તેમને તે કેસમાં જામીન આપી દીધી હતી પરંતુ એક કેસમાં રાહત બાદ હવે તેઓ બીજા કેસમાં ફસાયા છે.
આઝમ ખાન પર કેટલા કેસ નોંધાયા છે?
ગત વિધાનસભા ચૂંટણીમાં આપેલા સોગંદનામા પ્રમાણે આઝમ ખાન, તેની પત્નિ અને ધારાસભ્ય પુત્ર પર કુલ 168 ગુનાહિત કેસો નોંધાયેલા છે. વર્ષ 2017 સુધી પરિવારના ત્રણ સભ્યોમાંથી માત્ર આઝમ ખાન પર એક કેસ હતો. આઝમ ખાન પર કુલ 90 કેસ, અબ્દુલ્લા આઝમ પર 43 અને તજીન ફાતિમા પર 35 કેસો નોંધાયેલા છે.
Advertisement
Tags :
Advertisement

.