Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એશિયાના સૌપ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત પાટણથી થઈ હતી

સમગ્ર એશિયાના સૌપ્રથમ ગણેશ ઉત્સવની (Ganesh Festival) શરૂઆત ઐતિહાસિક નગરી પાટણથી (Patan) થઈ હતી અને આજે પાટણમાં 145માં ગણેશ ઉત્સવની ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થવા પામ્યો છે.સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રંગાઈ જવા પામ્યો છે ત્યારે ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો મહોત્સવ પણ આજે તે સીમિત ના રહી સૌ કોઈ લોકો આ ઉત્સવને શ્રદ્ધા સાથે માનવી રહ્યું છે લોકમાનà
એશિયાના સૌપ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત પાટણથી થઈ હતી
Advertisement
સમગ્ર એશિયાના સૌપ્રથમ ગણેશ ઉત્સવની (Ganesh Festival) શરૂઆત ઐતિહાસિક નગરી પાટણથી (Patan) થઈ હતી અને આજે પાટણમાં 145માં ગણેશ ઉત્સવની ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થવા પામ્યો છે.
સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રંગાઈ જવા પામ્યો છે ત્યારે ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો મહોત્સવ પણ આજે તે સીમિત ના રહી સૌ કોઈ લોકો આ ઉત્સવને શ્રદ્ધા સાથે માનવી રહ્યું છે લોકમાન્ય તિલકે સ્વાતંત્ર સંગ્રામની ચળવળ માટે ગણેશ ઉત્સવની શરૂઆત 1892માં કરી હતી.
જ્યારે પાટણમાં (Patan) વસતા મહારાષ્ટ્રીયન પરિવારો એ ગણેશ ઉત્સવની શરૂઆત 1878માં કરી હતી જેના પુરાવા હાલમાં સરકારી ગેજેટમાં પણ હયાત છે માટે પાટણથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ પ્રાચીન ગણેશ ઉત્સવની (Ganesh Festival) પરંપરા હાલમાં પણ અંકબદ્ધ જળવાઈ રહી છે અને આજે 145માં ગણેશ ઉત્સવની શરૂઆત થવા પામી છે અને ધામધૂમ અને ભક્તિ સાથે ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરી પ્રાચીન ગણેશવાડી ખાતે લઇ જવામાં આવે છે અને વિધિ વિધાન સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.
પાટણના (Patan) પ્રાચીન  ગણેશ ઉત્સવની ખાસિયત એ છે કે, ગણેશજીની પ્રથમ મૂર્તિ જે બનવવામાં આવી હતી તે મૂર્તિના માટીના અવશેષ આજે બનાવેલ મૂર્તિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને મૂર્તિનું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે સાથે મૂર્તિ બનાવતી વખતે સતત ગણેશજીના જાપ કરી મૂર્તિ બનાવવામાં આવે છે અને સંપૂર્ણ આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે
આ પ્રાચીન ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્થીના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે  અને તે દિવસે જે કોઈ ભક્ત ભગવાન પાસે મનોકામના રાખે છે તે ચોક્કસથી પુરી થાય છે તેટલી ભક્તોની  શ્રધ્ધા ગણેશજી પર છે અને 10 દિવસ ખુબજ ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવમાં ભક્તિ જોડાય છે.
Tags :
Advertisement

.

×