Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને પછાડી શાનદાર જીત મેળવી

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાન સામે ભારતની 5 વિકેટે જીત થઈ છે, ભારતે 19.4 ઓવરમાં 148 રન બનાવ્યા, હાર્દિક પંડ્યાએ સિક્સ લગાવીને ભારતને જીત અપાવી. ભારતની જીત સાથે જ દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતની જીત સાથે જ અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરામાં ઉજવણીઓ થઈ હતી અને ક્રિકેટ રસીકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.વડાપ્રધાનશ્રી મોદી અને ગૃહમંત્àª
ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને પછાડી શાનદાર જીત મેળવી
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાન સામે ભારતની 5 વિકેટે જીત થઈ છે, ભારતે 19.4 ઓવરમાં 148 રન બનાવ્યા, હાર્દિક પંડ્યાએ સિક્સ લગાવીને ભારતને જીત અપાવી. ભારતની જીત સાથે જ દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતની જીત સાથે જ અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરામાં ઉજવણીઓ થઈ હતી અને ક્રિકેટ રસીકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

વડાપ્રધાનશ્રી મોદી અને ગૃહમંત્રીશ્રી શાહે જીતની શુભેચ્છાઓ આપી
Advertisement

દેશભરમાં ભારતની જીતની ઉજવણી

Advertisement



ભારતની જીત બાદ અમદાવાદમાં ભવ્ય ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા છે

હાર્દિંક પંડ્યાએ વિનિંગ સિક્સર ફટકારી જીત અપાવી

Live Update:-
- પાકિસ્તાન સામે ભારતની 5 વિકેટે જીત થઈ છે, ભારતે 19.4 ઓવરમાં 148 રન બનાવ્યા, હાર્દિક પંડ્યાએ સિક્સ લગાવીને ભારતને જીત અપાવી. ભારતની જીત સાથે જ દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારતને પાંચમો ઝટકો લાગ્યો, રવિન્દ્ર જાડેજા 35 રન બનાવી થયો આઉટ
- હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 50 રનની ભાગીદાની નોંધાઈ.
- ભારે રોમાંચક મોડ પર પહોંચી મેચ, 19 ઓવરના અંતે ભારતનો સ્કોર 141/4.
- ભારત પાકિસ્તાનની મેચ ભારે રોમાંચક બનતી જઈ રહી છે. 18 ઓવરના અંતે ભારતનો સ્કોર 127/4 થયો.
- રવિન્દ્ર જાડેજાને મળ્યું જીવનદાન ભારતે રિવ્યું માંગતા નોટ આઉટ ડિક્લેર થયો.
- 17 ઓવરના અંતે ભારતનો સ્કોર 116/4.
- 16 ઓવરના અંતે ભારતનો સ્કોર 107/4 થયો.
- ભારતે 15.3 ઓવરમાં 100 રન પૂર્ણ કર્યાં, જીત માટે 27 બોલમાં 48 રનની જરૂર
- 15 ઓવરના અંતે ભારતનો સ્કોર 97/4 થયો, રવિન્દ્ર જાડેજા અને હાર્દીક પંડ્યા ક્રિઝ પર, સૂર્યકુમાર યાદવને નસીમ શાહે બોલ્ડ આઉટ કર્યો.
- ભારતને ચોથો ઝટકો લાગ્યો, સુર્યકુમાર યાદવ 18 રન બનાવી થયો આઉટ, ભારતની મુશ્કેલી વધી. સ્કોર 89/4 થયો.
- 14 ઓવરના અંતે ભારતનો સ્કોર 89/3 થયો.
- 13મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર 83/3, જાડેજા 16 રન અને સુર્યકુમાર યાદવ 15 રન  પર રમી રહ્યાં છે.
- 12મી ઓવરના અંતે ભારતનો સ્કોર 77/3 થયો.
- 11મી ઓવર બાદ ભારતનો સ્કોર 69/3.
- ભારતીય ટીમની અડધી ઈનિંગ પૂરી થઈ ચુકી છે. રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવ રમી રહ્યા છે. હવે બંને ખેલાડીઓ માથે ટીમની મોટી જવાબદારી આવી ગઈ છે.
- 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 62/3 થયો. સૂર્યકુમાર યાદવ અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર રમી રહ્યાં છે.
- રોહિત બાદ કોહલીના સ્વરૂપમાં ભારતને બીજો મોટો ઝડકો લાગ્યો, કોહલી 35 રન બનાવી મહમદ નવાઝનો શિકાર બન્યો, ભારતનો સ્કોર 60/3 થયો.
- નવમી ઓવરના અંતે ભારતનો સ્કોર 53/2, કોહલી 35 રન પર રમી રહ્યો છે.
- ભારતની બીજી વિકેટ પડી, રોહિત શર્મા 12 રન બનાવી આઉટ થયો, સ્કોર 51/2
- આઠમી ઓવરના અંતે ભારતનો સ્કોર 50/2 થયો, રોહિત શર્મા આઉટ
- સાતમી ઓવર બાદ ભારતનો સ્કોર 41/1.
- 6 ઓવરના અંતે ભારતનો સ્કોર 38/1 થયો. કોહલીએ 30 રન અને રોહિતે 4 રન બનાવ્યા
- પાંચ ઓવરના અંતે ભારતનો સ્કોર 29/1.
- ચાર ઓવરના અંતે ભારતનો સ્કોર 23/1, કોહલીએ 19 રન, રોહિત 3 રન બનાવી ક્રિઝ પર.
- ત્રણ ઓવરના અંતે ભારતનો સ્કોર 15/1, વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનમાં છે.
- બે ઓવરના અંતે ભારતનો સ્કોર 10/1.
- એક ઓવરના અંત ભારતનો સ્કોર 3/1.
- ભારતને બીજા બોલે કે.એલ. રાહુસ ઝીરો રન પર થયો આઉટ
Advertisement

ભારતને 148 રનનો ટાર્ગેટ

ભારતે પાકિસ્તાનને 19.5 ઓવરમાં ઓલઆઉટ કરી દીધાં. પાકિસ્તાન તરફથી મહમ્મદ રિઝવાને સૌથી વધારે 43 રન ફટકાર્યાં, ઈફ્તિખાર અહમદે 28, શાહનવાઝે 16 અને હારિસ રઉફે 13 રન બનાવ્યા. ભારત તરફથી ભૂવનેશ્વરકુમારે સૌથી વધારે 4 વિકેટ, હાર્દિક પંડ્યાએ 3, અર્શદીપે 2 અને આવેશે 1 વિકેટ ઝડપી હતી.
એશિયા કપમાં ભારતને જીત માટે મળ્યો 148 રનનો ટાર્ગેટ, પાકિસ્તાનની ટીમ 147 રનમાં થઈ ઓલઆઉટ
- 19 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 136/9.
- શબાબ ખાન અને નસીમ શાહ lbw આઉટ થયા, સ્કોર 128/9.
- પાકિસ્તાન તરફથી શબાબ ખાન અને હરિશ રઉફ ક્રિઝ પર રમી રહ્યાં છે.
- અર્શદીપ સિંહે મહમદ નવાઝને કર્યો આઉટ, 18 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 124/7.
- 17 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 114/6, મહમદ નવાઝ અને શદાબ ખાન ક્રિઝ પર
- પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી, આસિફ અલી 9 રન બનાવી થયો આઉટ.
- 16 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 111/5.
- 15 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 103/5 થયો
- રિઝવાન બાદ ખુશદીલ 2 રન બનાવી આઉટ થયો, હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી, સ્કોર 102/5.
- પાકિસ્તાનને મોટો ઝટકો, રિઝવાન 43 રન બનાવી આઉટ થયો, સ્કોર 96/4.
- પાકિસ્તાન તરફથી મહમદ રિઝવાને 41 બોલમાં 43 રન બનાવ્યા છે અને હજુ રમતમા જ છે. 14 ઓવરના અંતે સ્કોર  96/3.
- 13 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 90/3, ખુર્શીદ શાહ ક્રિઝ પર
- પાકિસ્તાનને ત્રીજો ઝટકો, હાર્દિક પંડ્યાએ અહેમદ ઈફ્તિખરને 28 રન પર કર્યો આઉટ.
- 7ની રન રેટથી રમી રહેલા પાકિસ્તાનનો સ્કોર 12 ઓવરના અંતે 87/2 થયો છે.
- 11 ઓવરના અંતે પાકિસ્તાનો સ્કોર 76/2.
- મેચમાં ડ્રિંક બ્રેક થયો છે. બાબર આઝમ અને ફખર ઝમાન આઉટ થયાં બાદ રિઝવાન અને અહેમદ ક્રીઝ પર ટકી ગયા છે અને રન રેટ સ્થિર રાખવા માટે બંન્ને સારું પ્રદર્શન કરી રહ્યાં છે. આ સમયે ભારતને સ્થિતિ સુધારવા માટે એક વિકેટની આવશ્યકતા છે.
- દસ ઓવરના અંતે સ્કોર 68/2
- નવ ઓવરના અંતે ભારતનો સ્કોર 63/2.
- આઠ ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 59/2, અહેમદ 13, રિઝવાન 24 રન પર રમી રહ્યાં છે
- સાત ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 51/2, રિઝવાન અને અહેમદ ઈફ્તિખર ક્રિઝ પર
- છ ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 43/2, ઈફ્તિખર અહેમદ ક્રીઝ પર
- પાકિસ્તાનની બીજી વિકેટ પડી, ફખર ઝમાન 10 રન કરી થયો આઉટ
- પાંચ ઓવરના અંતે સ્કોર 30/1
- ચાર ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 23/1, રિઝવાન 7 રન, ફખર ઝમામ 4 રન પર રમી રહ્યાં છે.
-  ત્રણ ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 19/1, ફખર ઝમામ આવ્યા ક્રિઝ પર
- પાકિસ્તાનને પહેલો ઝટકો, બાબર આઝમ 10 રન કરી થયો આઉટ, ભુવનેશ્વર કુમારને મળી સફળતા
- બીજી ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 14/0, ક્રિઝ પર બાબર અને રિઝવાન રમી રહ્યા છે.
- પહેલી ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 6 રન. બાબરે 5 અને રિઝવાનના 1 રન કર્યો, ઓવરના ચોથા દડા પર બાબરે ચોગ્ગો ફટકાર્યો હતો.
- ભારત પાકિસ્તાનની (INDvsPAK) મેચનો પ્રારંભ થઈ ચુક્યો છે. પાકિસ્તાની ટીમ તરફથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ભારત તરફથી ભુવનેશ્વર કુમાર પ્રથમ ઓવર ફેંકી રહ્યાં છે.
- ભારતે ટૉસ જીતી બોલિંગ પસંદ કરી
હાર્દિક પંડ્યાને મળી પહેલી સફળતા, અહેમદ ઈફ્તિખરને કર્યો આઉટ


બાબર આઝમના રૂપમાં ભારતને પહેલી સફળતા

મેચમાં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્મા (Rohit Sharma) કરી રહ્યાં છે જ્યારે પાકિસ્તાની ટીમની કપ્તાની બાબર આઝમ (Babar Azam) કરી રહ્યાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ મહામુકાબલામાં રોચક જંગની આશા છે. છેલ્લી વખત બંન્ને ટીમો T20 વર્લ્ડ કપ 2021માં આમને સામને થઈ હતી તો પાકિસ્તાને ભારતને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. એવામાં ભારતી ટીમ ગત હારનો બદલો લેવા માટે આતુર છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા (Rohit Sharma), ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar), ઋષભ પંત (Rushabh Pant) જેવા ધુરંધર ખેલાડીઓ છે જ્યારે પાકિસ્તાનમાં પણ બાબર, રિઝવાન, હારિસ રઉફ જેવા ખેલાડીઓ છે ત્યારે આ મેચમાં કાંટાનીટક્કર જોવા મળશે.
દુબઈમાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોઓમાં ઉત્સાહ જોવા મળ્યો

રાજકોટમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ જોવા મળ્યો, રાજકોટ તેમજ વડોદરા, સુરતમાં પણ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.