ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાળા જર્જરિત હોવાથી ક્યાંક વાડીમાં તો ક્યાંક ખુલ્લામાં આભ નીચે અભ્યાસ

મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં આવેલા ખડોદી ગામે પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ ના વર્ગો ચાલે છે અને 70 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ  બાળકો બ્રાહ્મણ સમાજની વાડી તેમજ પંચાયત અને ખુલ્લામાં આભ નીચે અભ્યાસ કરી રહ્યા છે   જો કે અત્યારે તો શિયાળો હોવાથી બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે પરંતુ ઉનાળો અને ચોમાસા ની સિઝનમાં બાળકોના અભ્યાસ પર મોટી અસર પડે છે.સમાજ વાડીનો એક જ હોલ હોવાથી બધા બાળકોàª
04:28 AM Jan 19, 2023 IST | Vipul Pandya
મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં આવેલા ખડોદી ગામે પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ ના વર્ગો ચાલે છે અને 70 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ  બાળકો બ્રાહ્મણ સમાજની વાડી તેમજ પંચાયત અને ખુલ્લામાં આભ નીચે અભ્યાસ કરી રહ્યા છે   જો કે અત્યારે તો શિયાળો હોવાથી બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે પરંતુ ઉનાળો અને ચોમાસા ની સિઝનમાં બાળકોના અભ્યાસ પર મોટી અસર પડે છે.
સમાજ વાડીનો એક જ હોલ હોવાથી બધા બાળકોને હોલમાં બેસાડીને અભ્યાસ કરાવાય છે ત્યારે એક જ હોલ  હોવાથી શિક્ષકોને પણ ભણાવવામાં બહુ તકલીફ પડે છે.  ત્રણ ધોરણ એક સાથે હોલમાં હોવાથી અવાજના પડઘા પડે છે અને શિક્ષકો વિદ્યાર્થીઓ ને ભણાવી શકતા નથી તેમજ વાડી મુખ્ય રસ્તા પર આવેલી હોવાથી રિસેસના સમયે પણ બાળકો બહાર જતા આકસ્મિક ઘટના બનવાનો ભય વાલીઓને સતાવી રહ્યો છે. 
ખડોદી ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હોવાથી ડિસમેન્ટલ જાહેર કરાયું છે અને જર્જરિત શાળામાં બાળકો બેસાડાય નહીં જેથી બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે સમાજવાડીમાં બેસાડવામાં આવે છે ગ્રામજનો સહિત શિક્ષકો પણ નવીન મકાનની માંગણી કરી રહ્યાં છે તેમજ શાળાને જર્જરીત જાહેર કર્યાના  5 વર્ષ થયા હોવા છતાં ઓરડાઓ ન બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે .  ગ્રામજનો દ્વારા શિક્ષવિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ અધિકારીને રજુઆત કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી.
મહીસાગર જિલ્લામાં કુલ 29 જેટલી શાળાના વિધાર્થીઓ આ રીતે બહાર બેસીને અભ્યાસ કરે છે.  જિલ્લામાં કુલ 897 ઓરડાઓની ઘટ છે જેમાં માત્ર 57 ઓરડાની જ ટેન્ડર પ્રક્રિયા કરી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. 573 જેટલા ઓરડાઓ મંજુર થયેલા છે પરંતુ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નથી ત્યારે બીજી તરફ 300 જેટલા ઓરડાઓનું  જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માત્ર લિસ્ટ જ મોકલવામાં આવ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના બાળકોને પણ વહેલી તકે સારી રીતે શિક્ષણ મેળવી શકે તેવા ઓરડા ઉપલબ્ધ થાય તેના પર સરકાર ધ્યાન આપે તેવી અહીંના વાલીઓની માંગ  છે.
આ પણ વાંચોઃ  બે પાળીમાં ત્રણ ઓરડામાં એક થી આઠ ધોરણનું ચાલે છે શિક્ષણ, આમ તે કેવી રીતે ભણશે ગુજરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
dilapidatededucationeducationdepartmentGujaratFirstGujgovernmentopenSchoolstudyundertheshade
Next Article