Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બનાસકાંઠાના લાલાવાડા ખાતે 3 થી 5 ફેબ્રુઆરી સુધી અર્બુદા રજત જયંતિ મહોત્સવ, શોભાયાત્રામાં લાખ્ખો ભાવિકો ઉમટ્યા

વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે ૩ જી ફેબ્રુઆરી થી ૫ મી ફેબ્રુઆરી દરમિયાન માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહોત્સવના પ્રà
11:41 AM Feb 02, 2023 IST | Vipul Pandya
વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે ૩ જી ફેબ્રુઆરી થી ૫ મી ફેબ્રુઆરી દરમિયાન માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહોત્સવના પ્રારંભે પાલનપુરમાં  વાજતે ગાજતે મા અર્બુદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પાલનપુર ના માર્ગો પર નિકળેલી આશરે ૧૦ કિમી. જેટલી લાંબી આ ભવ્ય શોભાયાત્રામાં આંજણા સમાજના ભાવિક શ્રધ્ધાળુ ભાઈ બહેનો સહિત આબાલવૃદ્ધ સૌ કોઈ લાખ્ખોની સંખ્યામાં જોડાયા હતા. હાથી,ઘોડા, માતાજીનો દિવ્યરથ અને જવારાઓ સાથે પાંચ હજાર કરતાં વધુ મહિલાઓ સાથે અને લાઈવ ડીજેના તાલે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ પાલનપુરના માર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. લાખોની સંખ્યામાં ઉમટેલા ભવિકોથી પાલનપુરના માર્ગો પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
3 દિવસમાં 10 લાખથી વધુ  ભાવિક ભક્તો ઉમટશે 
સવારે 7:30 કલાકે પાલનપુર આદર્શ વિદ્યાલય અર્બુદા મંદિરથી નીકળેલી શોભાયાત્રા ગલબા કાકા સર્કલથી સુરેશ મહેતા ચોક થઈ સંજ્ય મહેતા ચોક થી પુન : સુરેશ મહેતા ચોક આવી લાયન્સ હોસ્પિટલ રોડથી રામનગર ચોક થઈ કુંવરબા સ્કૂલથી આદર્શ વિદ્યાસંકુલ આવી નવા ગંજ બજારથી બનાસડેરી થઈ લાલાવાડા યજ્ઞ સ્થળે પહોંચી હતી. શ્રદ્ધા, શક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સમા મા અર્બુદાના રજત મહોત્સવમાં ત્રણ દિવસમાં ૧૦ લાખ કરતાં વધારે ભાવિક શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારવાની સંભાવના છે ત્યારે આયોજન કર્તાઓ દ્વારા વિશાળ પાયે વ્યવસ્થાઓ અને સગવડોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન, યજ્ઞ સ્થળે પ્રદક્ષિણા અને ભોજન પ્રસાદ માટે સ્વયં સેવકોની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. 

૨ દિવસમાં ૧૪૦ ગ્રામના ૧૦ લાખથી વધુ લાડુ બનાવાયા 
ત્રિદિવસીય રજત મહોત્સવ અને  સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં ૮ થી ૧૦ લાખ શ્રદ્ધાળુઓ દર્શને આવવાનો અંદાજ છે. યજ્ઞ સ્થળે  આવનાર તમામ દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સીધા સામાન માટે અન્નપૂર્ણા સમિતિનું ગઠન કરી ભોજનના સુવ્યવસ્થિત આયોજન માટે ઓડિટરની પણ નિમણૂક કરવામાં આવી છે. ભોજન માટે આંજણા સમાજની બહેનોએ ૨ દિવસમાં ૧૪૦ ગ્રામના ૧૦ લાખથી વધુ લાડુ બનાવી દીધા છે.ત્રણ દિવસમાં દસેક લાખ લોકોને ભોજન પીરસવા ૩૫ થી ૪૦ ટન ઘઉં , ૨૦ ટન ચોખા , ૧૦ ટન તુવેર દાળ , ૧૫ ટન કઠોળ , ૭ ટન લીલી શાકભાજી અને ૮૦૦ ડબ્બા ધીનો ઉપયોગ કરવામાં આવશે.
400 જેટલા ગામોમાં સામુહિક સફાઇનું સુંદર આયોજન 
 માતાજીના મહોત્સવ પ્રસંગે આંજણા સમાજના અગ્રણીઓ દ્વારા દરેક ગામને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સમાજના ૪૦૦ જેટલા ગામોમાં જેસીબી, ટેક્ટર જેવા વાહનો દ્વારા સામુહિક સફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈ સ્વચ્છતાનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.
આ પણ વાંચોઃ  અંબાજી મંદિર ખાતે ગબ્બરની પરિક્રમા કાર્યક્રમ લઈને મિટિંગનું આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArbudaBanaskanthacelebratedGujaratFirstLalawadapilgrimsprocessionRajatJayantiMohotsav
Next Article