Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢ જીલ્લામાં વધુ એક કોંગ્રેસ નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા, પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આક્ષેપ

જૂનાગઢ જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને માંગરોળ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વાલભાઇ ખેરને કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જૂનાગઢ જીલ્લાના માંગરોળના મેખડી ગામના કોંગ્રેસ પક્ષના તેઓ આગેવાન હતા. ૨૦૧૫માં જીલ્લા પંચાયતના સભ્ય તરીકે મેખડી બેઠક પરથી ચુંટાયા હતા. તેઓ જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને માંગરોળ માર્કેટીંગ યાર્ડના હાલના ચેરમ
જૂનાગઢ જીલ્લામાં વધુ એક કોંગ્રેસ નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા  પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આક્ષેપ
જૂનાગઢ જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને માંગરોળ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વાલભાઇ ખેરને કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જૂનાગઢ જીલ્લાના માંગરોળના મેખડી ગામના કોંગ્રેસ પક્ષના તેઓ આગેવાન હતા. ૨૦૧૫માં જીલ્લા પંચાયતના સભ્ય તરીકે મેખડી બેઠક પરથી ચુંટાયા હતા. તેઓ જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને માંગરોળ માર્કેટીંગ યાર્ડના હાલના ચેરમેન છે.  માંગરોળ ઓજીમાં ગત જીલ્લા પંચાયતની ચુંટણીમાં તેમના ધર્મપત્નિ જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા
વાલભાઇ ખેર દ્વારા વિધાનસભા ચૂંટણીમાં પક્ષના કાર્યકરોને ઉશ્કેરવા અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા, હજુ બીજા આગેવાનોને પણ ટુંક સમયમાં જ તેમની પક્ષ વિરોધી પ્રવૃતિની સંપુર્ણ સમીક્ષાના રીપોર્ટ રજુ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવશે
આ પણ વાંચોઃ 

અમદાવાદ સિવિલ હોસ્પિટલને 75 લાખનું દાન, અમેરિકાથી આવેલા ભાઇએ સ્વર્ગસ્થ બહેનની છેલ્લી ઇચ્છા પૂર્ણ કરી


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.