Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવને વધુ એક ફટકો, MLA રાહુલ પાટીલ ગુવાહાટી જવા રવાના

 મહારાષ્ટ્રનું રાજકીય સંકટ રવિવારે વધુ ઘેરું બન્યું હતું. શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર નેતા એકનાથ શિંદે વચ્ચે શિવસેના પર અંકુશ મેળવવાની લડાઈ વચ્ચે આખો દિવસ દાવાઓ અને વળતા દાવાઓ થતા રહ્યા. દરમિયાન, શિંદે કેમ્પે ડેપ્યુટી સ્પીકરની ગેરલાયકાતની નોટિસને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક
ઉદ્ધવને વધુ એક ફટકો  mla રાહુલ પાટીલ ગુવાહાટી જવા રવાના
 મહારાષ્ટ્રનું રાજકીય સંકટ રવિવારે વધુ ઘેરું બન્યું હતું. શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર નેતા એકનાથ શિંદે વચ્ચે શિવસેના પર અંકુશ મેળવવાની લડાઈ વચ્ચે આખો દિવસ દાવાઓ અને વળતા દાવાઓ થતા રહ્યા. દરમિયાન, શિંદે કેમ્પે ડેપ્યુટી સ્પીકરની ગેરલાયકાતની નોટિસને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ડેપ્યુટી સ્પીકર દ્વારા આપવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ અને અજય ચૌધરીની ધારાસભ્ય દળના નેતા તરીકેની નિમણૂકને પડકારતી બે અરજીઓ દાખલ કરવામાં આવી છે.
ભાજપ અને એકનાથ શિંદે જૂથની માંગ પર રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસના ઘરે આયોજિત બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય એકનાથ શિંદે જૂથ પણ ગુવાહાટી છોડીને ચોપાટી પર આવવાનું વિચારી રહ્યું છે. જણાવી દઈએ કે શિંદે જૂથને સંજય રાઉત દ્વારા પડકારવામાં આવ્યો હતો કે તેઓ ગુવાહાટીમાં કેમ બેઠા છે, ચોપાટી પર આવો અને અહીં નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું કે આ ધર્મવીર આનંદ દિઘે અને શિવસેના પ્રમુખ હિન્દુ સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના વિચારોની જીત છે.
Advertisement
Tags :
Advertisement

.