Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, હાથ છોડી કપિલ સિબ્બલ થયા સાયકલ પર સવાર

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. શરૂઆતથી જ કોંગ્રેસને હાથમાં લઈને રાજનીતિ કરી રહેલા કપિલ સિબ્બલે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે અને અખિલેશ યાદવની સાઈકલ પર સવાર થઈ ગયા છે. કપિલ સિબ્બલે રામ ગોપાલ યાદવ અને અખિલેશ યાદવ સાથે વિધાનસભામાં જઈને રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Kapil Sibal) પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સિબ્બલે કોંગ્રેસ પાર્ટી છોડી દીધ
કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો  હાથ છોડી કપિલ સિબ્બલ થયા સાયકલ પર સવાર
કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. શરૂઆતથી જ કોંગ્રેસને હાથમાં લઈને રાજનીતિ કરી રહેલા કપિલ સિબ્બલે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે અને અખિલેશ યાદવની સાઈકલ પર સવાર થઈ ગયા છે. કપિલ સિબ્બલે રામ ગોપાલ યાદવ અને અખિલેશ યાદવ સાથે વિધાનસભામાં જઈને રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે.
Advertisement

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Kapil Sibal) પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સિબ્બલે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. તેમણે કહ્યું છે કે, મેં 16 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા માટે નામાંકન ભર્યા બાદ સિબ્બલે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “હું સમજું છું કે જ્યારે અપક્ષનો અવાજ બુલંદ થશે ત્યારે લોકોને લાગશે કે તેઓ કોઈ પક્ષના નથી. અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જેથી અમે મોદી સરકારનો વિરોધ કરી શકીએ. સિબ્બલે કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે 2024માં એવું વાતાવરણ બનાવવામાં આવે કે મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવી શકાય. હું તેનો પૂરો પ્રયત્ન કરીશ.'

કપિલ સિબ્બલે કહ્યું, 'મેં રાજ્યસભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. મને સમર્થન આપવા માટે હું અખિલેશ યાદવ (Akhilesh Yadav)નો આભારી છું. હું આઝમ ખાન (Azam Khan)નો પણ આભાર વ્યક્ત કરું છું.' આ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું, 'રાજ્યસભાના સભ્યપદ માટે સમાજવાદી પાર્ટી વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ દ્વારા નામાંકન કરવામાં આવ્યું છે. તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. પ્રથમ નોંધણી હમણાં જ થઈ છે. રાજ્યસભા માટે અન્ય બે લોકોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
Advertisement

મહત્વનું છે કે, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે લખનૌમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવામાં આઝમ ખાનની મોટી ભૂમિકા છે. સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં આઝમ ખાનનો કેસ લડ્યો હતો. આઝમ ખાનને જામીન અપાવવામાં કપિલ સિબ્બલનો મહત્વનો ફાળો છે. સપા પાસે હજુ રાજ્યસભાની વધુ બે બેઠકો બાકી છે, જેના પર શંકા યથાવત છે. આ બેઠકો માટે ડિમ્પલ યાદવ અને જાવેદ અલી ખાનના નામ મોખરે છે. અખિલેશ યાદવ પણ કપિલ સિબ્બલ સાથે વિધાનસભા પહોંચ્યા હતા.
Tags :
Advertisement

.