બ્રિટનના જર્સી આઈલેન્ડના એક એપાર્ટમેન્ટમાં થયો વિસ્ફોટ, 3 ના મોત, 12 લોકો ગુમ
બ્રિટનના એક આઈલેન્ડ જર્સીના 'એપાર્ટમેન્ટ' બિલ્ડિંગમાં વિસ્ફોટ અને આગ ફાટી નીકળ્યા બાદ શનિવારે ત્રણ લોકો માર્યા ગયા હતા અને કેટલાક ગુમ થયા હતા. પોલીસે આ માહિતી આપી છે. જર્સીના પોલીસ ચીફ રોબિન સ્મિથે એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ સમાચાર આપતા જણાવ્યું હતું કે, સેન્ટ હેલિઅર શહેરમાં આગ લાગ્યા બાદ લગભગ 12 રહેવાસીઓ ગુમ થયા હતા. જર્સી ચેનલ આઈલેન્ડ એ યુનાઇટેડ કિંગડમનો સ્વ-શાસિત પ્રદેશ છે, જે ઉતà«
બ્રિટનના એક આઈલેન્ડ જર્સીના 'એપાર્ટમેન્ટ' બિલ્ડિંગમાં વિસ્ફોટ અને આગ ફાટી નીકળ્યા બાદ શનિવારે ત્રણ લોકો માર્યા ગયા હતા અને કેટલાક ગુમ થયા હતા. પોલીસે આ માહિતી આપી છે. જર્સીના પોલીસ ચીફ રોબિન સ્મિથે એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ સમાચાર આપતા જણાવ્યું હતું કે, સેન્ટ હેલિઅર શહેરમાં આગ લાગ્યા બાદ લગભગ 12 રહેવાસીઓ ગુમ થયા હતા. જર્સી ચેનલ આઈલેન્ડ એ યુનાઇટેડ કિંગડમનો સ્વ-શાસિત પ્રદેશ છે, જે ઉત્તરી ફ્રાન્સના કિનારે અંગ્રેજી ચેનલમાં સ્થિત છે. સ્મિથે જણાવ્યું હતું કે ત્રણ માળની ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી અને નજીકની ઈમારતને નુકસાન થયું હતું.
ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે
પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ઈમરજન્સી સેવાઓ હજુ પણ ઘટના સ્થળે છે. અહીં એમ્બ્યુલન્સની કતાર લાગેલી છે. જર્સીના પોલીસ વડા રોબિન સ્મિથે પત્રકારોને જણાવ્યું હતું કે અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે 4:00 વાગ્યે થયો હતો. ત્યારથી, લગભગ એક ડઝન રહેવાસીઓ હજુ પણ ગુમ છે અને ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ બાદ ઇમરજન્સી સેવાઓ દ્વીપકલ્પના દક્ષિણમાં સેન્ટ હેલિયર પહોંચી હતી. આ વિસ્ફોટ શનિવારે સવારે લગભગ 4 વાગ્યે થયો હતો. પોલીસ વડા રોબિન સ્મિથે જણાવ્યું હતું કે આગની આગલી રાતે અગ્નિશામકોને વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા કારણ કે રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમને ગેસની ગંધ આવી હતી. સ્મિથે કહ્યું કે આગ "આપત્તિજનક" હતી અને તેમાં વધુ મૃત્યુ થઈ શકતા હતા.
Advertisement
ત્રણ માળની બિલ્ડીંગ સંપૂર્ણપણે ધરાશાયી
તેમણે કહ્યું કે, "અમારી પાસે એક ત્રણ માળની બિલ્ડીંગ છે જે સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. નજીકની એક ઈમારતને પણ નુકસાન થયું છે, ફ્લેટનો બીજો બ્લોક જેને ફાયર સર્વિસ દ્વારા સુરક્ષિત કરવાની જરૂર છે. આ ખૂબ જ વિનાશક દ્રશ્ય છે, મને આ કહેતા દુઃખ થઇ રહ્યું છે કે, કેટલા લોકો ગુમ થવાની આશંકા છે તે અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે ઇમારતના વિનાશને જોતાં "ચોક્કસ સંખ્યાનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો પરંતુ અમને લાગે છે કે તે એક ડઝનની નજીક છે."
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.