ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કંડલા પોર્ટના આંગણે બે દાયકે આવ્યો મોંઘેરો અવસર, ઓઈલ જેટી નંબર સાતનું લોકાપર્ણ

દેશના નંબર વન મહાબંદરગાહ દિનદયાલ કંડલા પોર્ટ ખાતે આજે ઓઈલ જેટી નંબર સાત દેશને લોકાર્પિત કરાઈ હતી આ સાથે વિવિધ અન્ય વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું  22 વરસે કંડલા પોર્ટ પર આ ઓઈલ જેટીનું સપનું સાકાર થયું હતું. ઓઈલ જેટીની અછતને પગલે વરસો સુધી વિદેશી જહાજોનું ડિટેન્શન  ભોગવતા પોર્ટ પર નુકશાન બાદ આજથી નફાનો સુરજ ઉગ્યો હતો.  આ મોંઘેરા અવસરને વધાવીને હવે પ્રશાસન સરકાર સાથà«
02:44 PM Jan 23, 2023 IST | Vipul Pandya
દેશના નંબર વન મહાબંદરગાહ દિનદયાલ કંડલા પોર્ટ ખાતે આજે ઓઈલ જેટી નંબર સાત દેશને લોકાર્પિત કરાઈ હતી આ સાથે વિવિધ અન્ય વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું  22 વરસે કંડલા પોર્ટ પર આ ઓઈલ જેટીનું સપનું સાકાર થયું હતું. ઓઈલ જેટીની અછતને પગલે વરસો સુધી વિદેશી જહાજોનું ડિટેન્શન  ભોગવતા પોર્ટ પર નુકશાન બાદ આજથી નફાનો સુરજ ઉગ્યો હતો.  આ મોંઘેરા અવસરને વધાવીને હવે પ્રશાસન સરકાર સાથે મળીને જરૂર તમામ પગલા ભરીને વિકાસની ગતિને વધુ તેજ કરે તેવી લાગણી વ્યકત કરાઈ હતી. 
શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનાવાલે દિલ્હીથી વર્ચુઅલ  રીતે રીમોટ બટન દબાવીને આ ઓઈલ જેટી દેશને સમર્પિત કરી હતી. આ સાથે કંડલા પોર્ટ ખાતે રેલવે લાઈનને સમાંતર  કોમન કોરિડોર ઓઈલ જેટી નંબર આઠથી 11 સુધી બેક અપ  એરિયા અને શેડ ગોદામોમાં વિકાસ કામોનો શિલાન્યાસ કરાયો હતો. આ સમયે  જળમાર્ગ અને રાજય શિપિંગ પ્રધાન શાંતનુ ઠાકુર,  શિપિંગ સેક્રેટરી  સંજીવ રંજન વર્ચુઅલ રીતે જોડાયા હતા. ઉપસ્થિતોએ તાળીઓથી આ મોંઘેરા અવસરને વધાવી લીધો હતો. કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેન નંદિશ શુકલાએ સમગ્ર આયોજનને સંભાળ્યું હતું. 
આ પ્રસંગે કંડલામાં બે દાયકા સુધી લાઈનમાં ઉભા રહીને વિદેશી જહાજોના પડતર રહેવાની કિંમત ચૂકવીને પણ આજે આ દિવસને વધાવી લેવાયો હતો. ખાસ કરીને કંડલા લિકવીટ ટેન્ક ટર્મિનલ એસોશિએશન આ તબક્કે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ માત્ર ડિટેન્શન માટે આપી દેવું પડયું છે માત્ર એક વર્ષનો  ડિટેન્શન જે ખર્ચ  થાય તેમાંથી દર વર્ષે આવી એક ઓઈલ જેટી બનાવી શકાય તમે હતી પણ દેર આએ દુરસ્ત આ એની જેમ હવે આ વિકાસને અટકવા નહી દેવાય તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. 
કંડલા પોર્ટના ચેરમેન સંજય મહેતાએ જણાવ્યું હતું કે હવે  ઓઈલ પરિવહન ક્ષેત્રે વધુ વિકાસ  થશે સાથે જહાજોને વેઇટિંગ સમય ઓછો થસે ચોક્કસથી 22 વર્ષે નવી જેટી ઉમેરાઈ છે. પણ આગામી છ મહિનામાં જ વધુ જેટી તૈયાર થઈ જશે સાથે વધુ જેટી ઉપરાંત તુણા ટેકરા સહિતના પ્રકલ્પો પણ વિકાસની ગતિ તેજ કરશે 
કંડલા ટેન્ક ટર્મિનલ એસોશિએશનના પ્રમુખ મહેશ ગુપતાએ જણાવ્યું હતું કે જહાજોને વરસોથી વેઈટિંગમાં ઉભા રહેતા એના માટે જે વિદેશી હુંડિયામણ ડિટેન્શનના ચાર્જમાં ચુકવાયું એટલામાં તો દર વર્ષે નવી એક જેટી ઉભી કરાઈ શકાઈ હોત પણ હવે આઠ નંબર જેટી ઉપરાંત વધુ બે જેટી તૈયાર થઈ જાય તો વિકાસના સોનામાં સુંગંધ ભળે તેમ છે. દેશના અન્ય પોર્ટ પર જહાજો આવે તેની રાહ જોવાય છે પણ કંડલામાં વિદેશી જહાજો પોતાનો વારો આવે તેની રાહ જુએ છે આ જ શકિત છે કંડલા પોર્ટની. હવે આ શકિત સાથે વિકાસની ગતિ મળી જાય તે જરૂરી હોવા પણ તેમણે ભાર મુકયો હતો. આ પ્રસંગે  ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, કસ્ટમ કમિશનર ટી રવી કુમાર,  ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ, પોર્ટ વપરાશકારો ઉપસ્થિત રહ્યા હતા. 
આપણ  વાંચો-  હવે પાલિકાએ રાજ્યસરકાર પાસે માગ્યા પુરાવા
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BhujcountryGujaratFirstKandlaPortOilJettyPortChairman
Next Article