Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

8 ફૂટના મગરને કૂવામાંથી બહાર કાઢવા કરાયું દીલધડક રેસ્ક્યુ, Video

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી 5 km દૂર આવેલા રોનાજ ગામે એક અવાવરા કૂવામાં મગર ખાબક્યો હતો. આ કૂવો પાણીથી ભરાયેલો હોવાના કારણે તેમાં રેસ્ક્યુ કરવું જોખમી હતું, બીજી તરફ પાણી સુકાતા અહીંના સરપંચે વનવિભાગને જાણ કરી હતી, જેના...

Advertisement

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી 5 km દૂર આવેલા રોનાજ ગામે એક અવાવરા કૂવામાં મગર ખાબક્યો હતો. આ કૂવો પાણીથી ભરાયેલો હોવાના કારણે તેમાં રેસ્ક્યુ કરવું જોખમી હતું, બીજી તરફ પાણી સુકાતા અહીંના સરપંચે વનવિભાગને જાણ કરી હતી, જેના કારણે જામવાળા વન વિભાગની રેસ્ક્યુ ટીમ અહીં પહોંચી હતી. રેસ્ક્યુ ટીમના ટીનાભાઈ અજય ચૌહાણ અને ભવદીપ ચુડાસમા દ્વારા ગામના સરપંચ અને યુવાનોને સાથે રાખી દિલધડક અને ખતરનાક રેસ્ક્યુ કુવાની અંદર હાથ ધરવામાં આવ્યું હતું. મગર રેસ્ક્યુ દરિમયાન અનેક વખત ટીનાભાઈ પર મગરે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ એક કલાકની જહેમત બાદ આ મગરના ગળામાં ફાસ્લો નાખી તેને દોરડાથી ખેંચી બહાર કઢાયો હતો. અને ત્યારબાદ આ મગરને જામવાળાએ એનીમલ કેર સેન્ટર ખસેડાયો હતો જ્યાથી તેને ફરી જામવાળા ગિરમાં આવેલા સીંગોડા ડેમ સાઈડ મુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો - સુરતમાં ગુનાખોરીના ગ્રાફને અંકુશમાં લાવવા વીંઝાયો પાસાનો કોરડો

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.