એરલાઇન્સ વિકલાંગ મુસાફરોને લેવાનો ઇનકાર કરી શકશે નહીં, DGCAએ ડ્રાફ્ટ જારી કર્યો
ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે અલગ-અલગ રીતે વિકલાંગ મુસાફરો માટેના નિયમોમાં સુધારાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. ડ્રાફ્ટ અનુસાર, એરલાઇન્સ હવે વિકલાંગતાના આધારે પેસેન્જરને લેવાનો ઇનકાર કરી શકશે નહીં. તાજેતરમાં ઈન્ડિગો એરલાઈન્સે રાંચી એરપોર્ટ પર એક સ્પેશિયલ બાળકને ફ્લાઈટમાં બેસતા અટકાવ્યો હતો. આ મામલે DGCA દ્વારા ઈન્ડિગોને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બાબ
07:35 PM Jun 03, 2022 IST
|
Vipul Pandya
ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે અલગ-અલગ રીતે વિકલાંગ મુસાફરો માટેના નિયમોમાં સુધારાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. ડ્રાફ્ટ અનુસાર, એરલાઇન્સ હવે વિકલાંગતાના આધારે પેસેન્જરને લેવાનો ઇનકાર કરી શકશે નહીં. તાજેતરમાં ઈન્ડિગો એરલાઈન્સે રાંચી એરપોર્ટ પર એક સ્પેશિયલ બાળકને ફ્લાઈટમાં બેસતા અટકાવ્યો હતો. આ મામલે DGCA દ્વારા ઈન્ડિગોને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બાબતે ઈન્ડિગોએ કહ્યું હતું કે બાળકને રાંચી-હૈદરાબાદ ફ્લાઈટમાં બેસવા દેવામાં આવ્યું ન હતું કારણ કે તે ગભરાટમાં હતો. બાળકોને ફ્લાઈટમાં ચઢવા ન દેવાયા બાદ બાળકના માતા-પિતાએ પણ બોર્ડિંગ કરવાની ના પાડી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી.
પ્રસ્તાવિત સુધારા મુજબ, જો કોઈ એરલાઈનને લાગે છે કે ફ્લાઇટ દરમિયાન આવા યાત્રી બીમાર થઈ શકે છે, તો તેણે ડૉક્ટર પાસે તેની તપાસ કરાવવી પડશે. તપાસ કર્યા પછી, ડૉક્ટર તે મુસાફરની તબીબી સ્થિતિ જણાવશે કે તે મુસાફર ઉડવા માટે યોગ્ય છે કે નહીં. આ પછી, એરલાઇન ડૉક્ટરની સલાહના આધારે મુસાફરી સંબંધિત નિર્ણય લઈ શકે છે. ડીજીસીએએ 2 જુલાઇ સુધીમાં સુધારા અંગે પ્રતિક્રિયા માંગી છે.
Next Article