Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત મનપામાં હદ વિસ્તરણના અઢી વર્ષ થવા છતા નવા વિસ્તારોના કર્મીઓનું ભવિષ્ય અંધકારમય

અઢીવર્ષે પણ નવા વિસ્તારોના કર્મચારીઓ મામલે કોઇ નિર્ણય કેમ નહીં ?અઢી વર્ષ પહેલાં સુરત મહાનગર પાલિકાએ હદ વિસ્તરણ કર્યુ હતું, ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓએ ગણતરીની મિનિટોમાં જ ગ્રામ પંચાયત અને પાલિકાના તમામ વહીવટી ચોપડાઓ અને તેમનો કારભાર કબજે લેવાની કવાયત હાથ ધરી હતી. એટલે સુધી કે જે ગ્રાન્ટ અને ફીક્સ-ડીપોઝીટો હતી તેને પણ મહાપાલિકા દ્વારા પોતાના તાબામાં લઈ લીધી વિસ્તારોનો
સુરત મનપામાં હદ વિસ્તરણના અઢી વર્ષ થવા છતા નવા વિસ્તારોના કર્મીઓનું ભવિષ્ય અંધકારમય

અઢીવર્ષે પણ નવા વિસ્તારોના કર્મચારીઓ મામલે કોઇ નિર્ણય કેમ નહીં ?
અઢી વર્ષ પહેલાં સુરત મહાનગર પાલિકાએ હદ વિસ્તરણ કર્યુ હતું, ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓએ ગણતરીની મિનિટોમાં જ ગ્રામ પંચાયત અને પાલિકાના તમામ વહીવટી ચોપડાઓ અને તેમનો કારભાર કબજે લેવાની કવાયત હાથ ધરી હતી. એટલે સુધી કે જે ગ્રાન્ટ અને ફીક્સ-ડીપોઝીટો હતી તેને પણ મહાપાલિકા દ્વારા પોતાના તાબામાં લઈ લીધી વિસ્તારોનો વિકાસ કરવાની તૈયારી દર્શાવાઇ હતી. આજે એ ઘટનાને અઢી વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં સુરત મહા નગર પાલિકાના બેનર હેઠળ ઈમાનદારીથી કામ કરતાં તમામ નવા વિસ્તારોના કર્મચારીઓને કાયમી કરવા કે પછી તેમના પગારમાં વધારો કરવા જેવાં ચોક્કસ નિર્ણયો આજદિન સુધી નહિ થતા કર્મીઓને ભવિષ્ય ની ચિંતા સતાવી રહી છે.
નવી રેવન્યૂ જનરેટ કરી, પરંતુ નવા વિસ્તારના કર્મચારીઓને ન્યાય નહીં 
હાલ ની પરિસ્થિતિ તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહી છે.સુરત મહા નગર પાલિકાએ હદ વિસ્તરણ કરી નવી રેવેન્યુ જનરેટ કરી છે પરંતુ નવા વિસ્તારના કર્મચારીઓને કે તે વિસ્તારને ન્યાય આપવાની કોઈ તસ્દી લીધી નહિ હોવાનું ખુદ કર્મીઓમાં ચર્ચાઈ રહ્યુ છે.કર્મીઓને કાયમી કરવા અથવા તેમના ભવિષ્ય ઉજ્વળ કરવા આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવી શકાયું નથી. 
કર્મચારીઓ જુના પગારમાં જ ગુજરાન ચલાવવા મજબૂર 
અઢી વર્ષનો લાંબો સમયગાળો વીતી જવા છતાં નવા વિસ્તારોના કર્મચારીઓને કાયમી કરવાના ચોક્કસ નિર્ણયો હજી મહાનગરપાલિકાએ લીધાં નથી જેને કારણે કચેરીના ટેબલે-ટેબલે આવા અનેક નવા વિસ્તારોના કર્મચારીઓનું આશાસ્પદ ભવિષ્ય અટવાઈ પડ્યું છે. ભયંકર વધેલી મોંઘવારીમાં કામદારો જેવાં કર્મચારીઓ જૂના પગારમાં જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હોવાની કર્મીઓએ ફરિયાદ કરી છે અને આજે પણ રેગ્યુલરની જગ્યાએ પાર્ટીકોડથી તમામ કર્મચારીઓને વેતન ચૂકવાઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે.
મજાક સમાન નજીવુ વેતન પાર્ટીકોડના માધ્યમથી ચૂકવાય છે 
પાલિકાના કર્મચારી તરીકે કામ કરતાં આવા અનેક પુરુષ-મહિલા કર્મચારી પાલિકા કે પંચાયતી રાજના વેતનમાં જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ભયંકર વધેલી મોંઘવારીમાં કામદારોને પાર્ટીકોડના માધ્યમથી મજાક સમાન વેતન ચૂકવાઈ રહ્યું હોવાની અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાનું જાણે પેટનું પાણી ન હાલતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હદ વિસ્તરણ બાદ સચિન અને કનકપુર- કનસાડ પાલિકા સહિત બીજી ચાર ગ્રામ પંચાયતોના લગભગ ૯૦ જેટલાં કર્મચારીઓને આશા જાગી હતી કે હવે પગાર ધોરણ વધશે, વિસ્તારોનો વિકાસ થશે, ભવિષ્ય ઉજ્વળ બનશે પરંતુ અઢી વર્ષ વર્ષ વીતવા છતાં તેમના નામની ફાઈલો ટેબલે-ટેબલે અટવાઈને યોગ્ય જગ્યાએ પહોંચતાં પહેલાં દમ તોડી દેશે!તેવુ જણાઇ રહ્યુ છે. નવા વિસ્તારના કર્મચારીઓ મુદ્દે હજી પણ વિલંબ થશે તો કેટલાંય તો એવાં છે કે જે નિવૃતિની વય સુધી પહોંચી જશે 
અનેક કર્મચારીઓ તો નિવૃતિની વય નજીક પહોંચી ચૂક્યા છે 
ઉલ્લેખનીય છે કે કોઈકને ત્રણ હજાર તો કોઈકને પાંચ હજાર આવો પગાર આજે પાર્ટી કોડના માધ્યમથી અનિયમિત રીતે ચૂકવાઈ રહ્યો છે. જેનું પગાર ઉપર જ ઘર ચાલતું હોય તો તેવા તમામ કર્મચારીઓના ઘરે તો ચૂલા સળગવાનું પણ બંધ થઈ શકે છે. સાઉથ ઉધના ઝોન-બીમાં અંદાજે ૯૦ જેટલાં કર્મચારીઓ છે અને તેઓ નિવૃત્તિની તારીખ નજીક પહોંચે તે પહેલાં તેમને મહાપાલિકા ન્યાય આપે તેવાં પ્રયાસો કરવા જોઈએ જેથી ઈમાનદારી થી કામ કરતાં આવેલાં વર્ષો જૂના કર્મચારીઓનું નિવૃત્તિ જીવન સરળ બની રહે.

ધારાસભ્ય સંદિપ દેસાઇ પાસેથી અપેક્ષા 
ટેબલે ટેબલે ફાઈલ ફેરવી થાકેલા કર્મીઓની અપેક્ષા છે કે ચોર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈ રસ લે અને તેમની સમસ્યાનો અંત લાવવા પ્રયાસ કરે.કર્મીઓ દ્વારા ધારાસભ્ય સંદીપ દેસાઈને રજૂઆત કરાઈ અને  દેસાઈએ બાંયધરી આપી છે કે આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે એટલે કર્મીઓમાં એક આશા જાગી છે કે ભલે કોઈ ધ્યાન આપે કે નહીં સંદિપ દેસાઈ ચોક્કસ ધ્યાન આપશે,અને કર્મીઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવશે.
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.