ગુજરાતમાં અગ્રણી હોટેલ ચેઈનની વિસ્તરણ યોજના, જાણો ક્યાં ખુલી શકે
પરમ કન્નામપિલીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 10 એપ્રિલ, 2022 ના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા નડાબેટ વાઘા બોર્ડરની તર્જ પર પ્રવાસી આકર્ષણ તરીકે વિકસાવવા માટેનું તાજેતરનું પગલું આવકારદાયક પગલું છે, કારણ કે તે પ્રવાસનને આ ભાગમાં લઈ જશે. તેમજ ગુજરાત સરકાર વિવિધ પ્રવાસન સ્થળો વિકસાવવામાં અગ્રેસર રહી છે. સૌથી મોટું ઉદાહરણ છે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આ સ્થળ સુધી પહોંચાડ્યા છે. ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગર ખાતે સુંદર મિલકત ધરાવે છે.
ફર્ન બ્રાન્ડ 24 ફર્સ્ટ ક્લાસ અને લક્ઝરી હોટલ પ્રોપર્ટી સાથે ગુજરાત રાજ્યની અગ્રણી હોસ્પિટાલિટી પ્લેયર છે. આ હોટેલ ચેઈન ગુજરાતના લગભગ તમામ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તેમજ લેઝર ડેસ્ટિનેશન્સમાં હાજર છે. આ વર્ષના અંત સુધીમાં, ફર્ન ગુજરાત રાજ્યમાં વધુ ત્રણ ફર્સ્ટ ક્લાસ અથવા લક્ઝરી હોટલ ખોલે તેવી શક્યતા છે. ફર્ન બ્રાન્ડ ટૂંક સમયમાં વડોદરા નજીક આવેલા જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય માં પ્રથમ વર્ગની હોટલ ખોલે તેવી શક્યતા છે. તેમજ ફર્ન બ્રાન્ડે ગુજરાતના ઉના નગર નજીક સ્થિત કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પ્રથમ વર્ગની હોટલ ખોલવાની જાહેરાત કરી છે.
ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે IHCL હાલમાં ગુજરાત રાજ્યમાં 15 હોટેલનું સંચાલન કરે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા નવા પ્રવાસી આકર્ષણ ખૂબ જ ટૂંક સમયમાં લોકપ્રિય સ્થળ બની ગયા છે અને નડાબેટનો ઉમેરો એ યોગ્ય દિશામાં એક પગલું છે. IHCL આવી નવી તકોનું મૂલ્યાંકન કરવા ઉત્સુક છે.
IHCL એ કોવિડ તબક્કા દરમિયાન વર્ષ 2020માં અમદાવાદમાં તાજ સ્કાયલાઇન નામની લક્ઝરી હોટલ ખોલી હતી અને ટૂંક સમયમાં અમદાવાદના SG હાઈવે પર ‘વિવાંતા’ અપસ્કેલ પ્રીમિયમ બ્રાન્ડ હોટલ ખોલશે. તેમજ IHCL ચાલુ વર્ષમાં ભરૂચમાં તેની બજેટ હોટલ 'જિંજર' ખોલશે.
કોવિડ પછીના તબક્કામાં, ગુજરાતના જીડીપીમાં પ્રવાસનનું યોગદાન વર્ષ 2022માં રાજ્યના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આશરે 10.2% હોવાનો અંદાજ છે, જે 2015માં લગભગ 5% હતો. પ્રવાસન ઉદ્યોગ ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે તેના યોગદાન માં વધારો કરી રહ્યો છે. ગુજરાતમાં નવી હોટલ શરૂ થવાથી રાજ્યમાં રોજગારીને વેગ મળશે.