Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં MS Dhoni ની એકવાર ફરી થશે એન્ટ્રી!

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિષ્ફળતા બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના દરવાજે જવાની ફરજ પડી છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની હાર બાદ, BCCI ભારતીય T20 ક્રિકેટ સેટઅપ સાથે મોટી ભૂમિકા માટે એમએસ ધોનીને SOS મોકલવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, બીસીસીઆઈ (BCCI)
09:13 AM Nov 15, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિષ્ફળતા બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના દરવાજે જવાની ફરજ પડી છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની હાર બાદ, BCCI ભારતીય T20 ક્રિકેટ સેટઅપ સાથે મોટી ભૂમિકા માટે એમએસ ધોનીને SOS મોકલવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, બીસીસીઆઈ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ ભારતીય ક્રિકેટમાં સ્થાયી ભૂમિકા માટે ધોનીને બોલાવવાનું વિચારી રહ્યું છે.
ધોની ફરી એકવાર ટીમ ઈન્ડિયા સાથે જોડાશે
ઓસ્ટ્રેલિયામાં રમાયેલો T20 વર્લ્ડ કપ 2022 હવે પૂર્ણ થઈ ગયો છે. આ વર્લ્ડ કપમાં જ્યાં ઈંગ્લેન્ડે પોતાના દમદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા અને બીજી વખત ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ, ભારતીય ટીમ માટે ટૂર્નામેન્ટની શરૂઆત સારી રહી હતી, પરંતુ તેને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને ઘણા ફેન્સ અને ક્રિકેટર્સ યાદ કરી રહ્યા હતા. બીસીસીઆઈ (BCCI) જલ્દી જ આ ફેન્સ માટે એક મોટી ખુશખબર આપી શકે છે. મહત્વનું છે કે, જો રિપોર્ટ્સનું માનીએ તો ધોની ફરી એકવાર ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. 
ભારતીય ટીમને આ ભૂમિકામાં સપોર્ટ કરી શકે છે ધોની 
એક અહેવાલ મુજબ, BCCI અધિકારીઓનું માનવું છે કે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને ત્રણેય ફોર્મેટને સંભાળવામાં મુશ્કેલી પડી રહી છે અને બોર્ડ વર્કલોડ મેનેજમેન્ટ માટે કોચની ભૂમિકાને વિભાજિત કરવા માંગે છે. તેથી બોર્ડ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓને કારણે ભારતીય ટીમના T20 નિષ્ણાત એમએસ ધોનીને ડિરેક્ટરની ભૂમિકા આપી શકે છે. રિપોર્ટ અનુસાર, BCCIની આગામી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
એમએસ ધોની ક્રિકેટમાંથી લેશે નિવૃત્તિ
એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, IPL 2023 પછી, એમએસ ધોની ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ શકે છે, ત્યારબાદ BCCI ટીમને ફાયદો પહોંચાડવા માટે તેની કુશળતાનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. ધોનીને કેટલાક ખેલાડીઓ સાથે કામ કરવાનું અને તેમનું પ્રદર્શન સુધારવાનું કામ સોંપવામાં આવી શકે છે.
BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક ક્યારે છે?
હાલમાં, એપેક્સ કાઉન્સિલની બેઠકની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. પરંતુ બોર્ડના જણાવ્યા અનુસાર આ મહિનાના અંતિમ સપ્તાહમાં સત્તાવાર બેઠક યોજાશે. જેમાં ક્રિકેટ સલાહકાર સમિતિની રચના અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન પસંદગી પેનલમાં નવા સભ્યોની રચના અને વિભાજિત કોચની ભૂમિકા પર ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો - ટીમ ઈન્ડિયા સામે રમવા ન્યૂઝીલેન્ડની ટીમ તૈયાર, આ બે ખેલાડીઓને બતાવ્યો બહારનો રસ્તો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BCCICricketGujaratFirstICCmsdhoniSportst20worldcupt20worldcup2022
Next Article