Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધરપકડ બાદ MLA જીગ્નેશ મેવાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ, સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામ પોલીસે એક ટ્વીટ કરવાના મામલે અટકાયત કરી હતી. જેને લઇને હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાતને મીડિયા દ્વારા જનતા સમક્ષ રાખી છે. સોમવારે સવારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા વડગામ ધારàª
06:41 AM May 02, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામ પોલીસે એક ટ્વીટ કરવાના મામલે અટકાયત કરી હતી. જેને લઇને હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાતને મીડિયા દ્વારા જનતા સમક્ષ રાખી છે. 
સોમવારે સવારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયત અંગે પોતાની વાતને જનતા સમક્ષ રાખી છે. તેમણે પોતાની વાતની શરૂઆત PMO પર કટાક્ષ કરતા કરી હતી. તેમણે કહ્યું કે, "PMO માં બેઠેલા ગોડસેના અમુક ભક્તો દ્વારા મારા પર જે FIR થઇ તેના પર હું આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું." તેમણે રાજ્યમાં છેલ્લા 8-9 વર્ષોમાં પરીક્ષાના પેપર લીક થવા મામલે સરકારને સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે, કેમ એવું કે એક-બે નહીં પણ 22 પરીક્ષાના પેપર લીક થાય છે છતા તેમા કોઇ તપાસ નહીં, કોઇ અટકાયત નથી થતી. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતના મુદ્રા પોર્ટ પર 1,75,000 કરોડનું ડ્રગ્સ પકડાયું તેમ છતા તેના માલિક ગૌતમ અદાણી પર કોઇ કાર્યવાહી નહીં, કોઇ FIR નહીં, કોઇ ઇન્ટ્રોગેશન માટે બોલાવવામાં આવ્યા નહીં. ગુજરાત ભાજપની એક દલિત સમાજની કાર્યકર્તાએ ભાજપના સીટિંગ મંત્રી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ મુક્યો તે મામલે પણ કોઇ ઇન્વેસ્ટીગેશન નહીં, કોઇ તપાસ નહીં, કોઇ FIR નહીં. આ દેશમાં ધર્મ સંસદના નામે એક ખાસ સમૂદાયના લોકો માટે જીનોસાઇડનો કોલ આપવામાં આવે છે તેમ છતા કોઇ ઇન્વેસ્ટીગેશન નહીં, કોઇ તપાસ નહીં, કોઇ FIR નહીં. ઘણા લોકો જાહેરમાં કહે છે કે ગોળી મારો.... તેમ છતા તે લોકો પર ઇન્વેસ્ટીગેશન નહીં, તપાસ નહીં, FIR નથી થતી. પરંતુ મારા માત્ર એક ટ્વીટ કરવાથી જ PMO બેઠેલા ગોડસેના ભક્તોએ મારા પર FIR કરી દીધી. આ શું બતાવે છે? 
જ્યા એક તરફ 1,75,000 કરોડનું ડ્રગ્સ પકડાય છે તેમા તમે કોઇની તપાસ નથી, એક દલિત ભાજપા કાર્યકર્તા ભાજપના જ એક મંત્રી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ મુકે છે તેમ છતા તમે તેના પર પણ તપાસ કરવા માંગતા નથી. એક-બે નહીં પણ 22 પરીક્ષાના પેપર લીક થાય છે તમે તેમા પણ કોઇ તપાસ કરતા નથી અને મારા માત્ર એક ટ્વીટ કરવાથી તકલીફ થઇ જાય છે. આ ટ્વીટમાં મે માત્ર ગુજરાતમાં થઇ રહેલા તોફાન પર વડાપ્રધાન મોદીનું ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું હતું. વડાપ્રધાન મોદી ગુજરાતના છે અને તેઓ તે સમયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હતા, આ જોતા હુ તેમને માત્ર વિનંતી કરું છું કે, મહાત્માનું મંદિર બનાવનાર વડાપ્રધાન મોદી સાહેબ આ કોમ્યુનલ ઈસ્યુંને જોઇ તમે જ્યારે ગુજરાત આવી રહ્યા છો તો મહેરબાની કરીને શાંતિ અને અમન બની રહે તે માટેની અપીલ કરે. શું આ દેશમાં શાંતિ અને અમન બની રહે તે અપીલ વડાપ્રધાન કરે તે કહેવું કયા કાયદા હેઠળ ગુનો બને છે. અને જો તેમને એ વાતથી તકલીફ છે કે મે એવું કહ્યું હતુ કે ગોડસેના ભક્ત છે તો હું આ મંચ પરથી તેમને ચેલેન્જ કરું છું કે, એકવાર તેઓ લાલકિલ્લાની પ્રાચીન પરથી ગોડસે મુર્દાબાદના નારા લગાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. વડાગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આસામ પોલીસ પર પણ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે, હું એક સીટિંગ ધારાસભ્ય છું તેમ છતા આસામની પોલીસ રાતો રાત 2500 કિમીનું અંતર કાપીને ગુજરાત આવે છે. તેમણે આ સમગ્ર મામલાને પ્રી પ્લાન ગણાવ્યું હતું. મને જ્યારે તેઓ આસામ લઇ જઇ રહ્યા છે ત્યારે તેઓ મને કહેતા નથી કે મારા પર કયો કેસ છે, FIRની કોપી આપતા નથી, કઇ કલમ લાગી તે નથી બતાવી રહ્યા. આટલું જ નહીં મને મારા માતા-પિતા સાથે વાત કરવાની પરવાનગી નહીં, મારા વકીલ સાથે વાત કરવાની પરવાનગી ન આપી. અહીં કાયદાની અવગણના કરી એક MLAનો જે પ્રોટોકોલ હોય છે તેને અવગણી આસામ પોલીસે મારી અટકાયત કરી. 
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વધુમાં કહ્યું કે, આ સમગ્ર ઘટના બાદ પણ જ્યારે તેમને શરમ ન આવી તો એક મહિલાને મારી વિરુદ્ધ ઉભા કરી દીધા અને એક બીજી FIR મારા વિરુદ્ધ કરાવી. મારા મતે આ 56 ઈંચની કાયરતા છે. તમે એક સીટિંગ ધારાસભ્ય વિરુદ્ધ આવા નકલી કેસ કરો છો અને આ માત્ર મારા જ એલિગેશન નથી, મારી પાસે આસાની જ્યુડિસરીનો બેલ ઓર્ડર છે જેમા તે કહે છે કે, આ FIR મેન્યુફેક્ચર્ય છે. તેમનું કહેવું છે કે, MLA પર કોઇ કેસ બનતો જ નથી. આસામ કોર્ટ દ્વારા કડક શબ્દોમાં પોલીસને ફટકાર લગાવવામાં આવી. MLA જીગ્નેશ મેવાણી આ ધરપકડ અંગે PMO ને જવાબદાર ઠેરવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી છે અને તેઓ ઇચ્છે છે તે મને બદનામ કરવામાં આવે, મને distroy કરવામાં આવે. હદ તો ત્યા સુધી થઇ કે જાણે હું કોઇ આંતકવાદી હોવ મારા ઘરે રેડ પાડવામાં આવી, મારા કોમ્પ્યુટરને સીઝ કરવામાં આવ્યું, મારા MLA ક્વાર્ટર પર રેડ પાડવામાં આવી, મારા ટીમના લોકોના મોબાઈલ જપ્ત કરી દીધા. મારી ટીમના લોકો જ્યારે ઘરે ન મળ્યા તો તેમના માતા-પિતાના મોબાઈલ જપ્ત કરી દેવામાં આવ્યા. ત્યારે હું એટલું કહીશ કે આપણે પેગાસસના એરામાં જીવી રહ્યા છીએ. આ સરકારે પત્રકાર, વકીલ અને વિપક્ષના નેતાઓના કોમ્પ્યુટરમાં સ્પાઇવેરને ઇન્સ્ટોલ કર્યો છે. હવે મને ચિંતા કેમ ન થાય કે, તેમણે મારું કોમ્પ્યુટર સીઝ કર્યું, લેપટોપ સીઝ કર્યું તેમા તેઓ આ પ્રકારનું કોઇ સ્પાઇવેર ઇન્સ્ટોલ નહીં કરે. અત્યાર સુધીમાં તેમણે તેમા કઇ પણ પ્લાન્ટ કર્યું હોઇ શકે છે. આ આપણા લોકશાહીમાં ખતરનાક છે.
Tags :
ArrestAssamPoliceBJPCongressGujaratGujaratFirstJigneshMevaniMLAMLAJigneshMevaniPMOPressConferenceTweet
Next Article