Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ બાદ હવે ફૂટબોલનો મહાકુંભ શરૂ થશે, જાણો ક્યા રમાશે

FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) આ વખતે કતર (Qatar)માં યોજાવા જઈ રહ્યો છે. કતરે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને યુએસએ જેવા મોટા દેશોનો સમાવેશ કરતા વધુ ચાર દેશોને હરાવીને આ હોસ્ટિંગ હાંસલ કર્યું હતું. વિશ્વના 200 થી વધુ દેશોએ FIFA વર્લ્ડ કપ 2022 માટે ક્વોલિફાય થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાંથી માત્ર 32 ટીમો જ ક્વોલિફાય કરી શકી હતી. યજમાન દેશ હોવાથી કતરને ઓટોમેટિક ક્વોલિફિકેશન મળ્યું છે. આ ફૂટબોલ
ક્રિકેટ બાદ હવે ફૂટબોલનો મહાકુંભ શરૂ થશે  જાણો ક્યા રમાશે
FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) આ વખતે કતર (Qatar)માં યોજાવા જઈ રહ્યો છે. કતરે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને યુએસએ જેવા મોટા દેશોનો સમાવેશ કરતા વધુ ચાર દેશોને હરાવીને આ હોસ્ટિંગ હાંસલ કર્યું હતું. વિશ્વના 200 થી વધુ દેશોએ FIFA વર્લ્ડ કપ 2022 માટે ક્વોલિફાય થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાંથી માત્ર 32 ટીમો જ ક્વોલિફાય કરી શકી હતી. યજમાન દેશ હોવાથી કતરને ઓટોમેટિક ક્વોલિફિકેશન મળ્યું છે. આ ફૂટબોલ મહાકુંભ કતરમાં 20 નવેમ્બરે શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે.
ફૂટબોલ મહાકુંભનો ક્યારે થશે આરંભ?
FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) શરૂ થવામાં માત્ર ચાર દિવસ બાકી છે. આ ફૂટબોલ મહાકુંભ કતરમાં 20 નવેમ્બરે શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે. લગભગ એક મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 64 મેચો રમાશે. સ્પેન, જર્મની, બ્રાઝિલ આ ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ઘણી ટીમો અપસેટ કરવા માટે તૈયાર છે. વર્તમાન ચેમ્પિયન ફ્રાન્સ પણ આ ટાઈટલ ફરીથી પોતાના નામે કરવા ઈચ્છશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન કતર અને એક્વાડોર વચ્ચે 20 નવેમ્બરે રાત્રે 9.30 કલાકે રમાશે.
આ ટીમોએ કર્યું છે ક્વોવિફાય
પાંચ વખતની ચેમ્પિયન ટીમ બ્રાઝિલે પ્રથમ વખત FIFA વર્લ્ડ કપ 2022 માટે ક્વોલિફાય કર્યું હતું. 2014 માં, જર્મની ક્વોલિફાય થનારી પ્રથમ યુરોપિયન ટીમ બની હતી. બ્રાઝિલ CONMEBOL ની ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ દ્વારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું. આ ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિના સહિત વધુ બે ટીમો પણ હતી. જર્મની બાદ ડેનમાર્ક, ફ્રાન્સ, બેલ્જિયમ, ક્રોએશિયા, ઈંગ્લેન્ડ, સ્પેન, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને વેલ્સ જેવી યુરોપિયન ટીમોએ પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. પોર્ટૂગલ વર્લ્ડ કપ પ્લેઓફ દ્વારા ક્વોલિફાય થયું. યુરોપની 13 ટીમો કતર ફિફા વર્લ્ડ કપ 2022 માટે ક્વોલિફાય થઈ છે. વળી, છ ટીમ એશિયા ખંડમાંથી, પાંચ આફ્રિકાની, ચાર-ચાર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની છે.
દક્ષિણ અમેરિકા - બ્રાઝિલ, આર્જેન્ટિના, એક્વાડોર અને ઉરુગ્વે.
આફ્રિકા - ઘાના, સેનેગલ, ટ્યુનિશિયા, મોરોક્કો અને કેમરૂન.
ઉત્તર અમેરિકા - કેનેડા, યુએસએ, મેક્સિકો અને કોસ્ટા રિકા.
એશિયા - કતાર, ઈરાન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા.
યુરોપ - જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સ, બેલ્જિયમ, ક્રોએશિયા, સ્પેન, સર્બિયા, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, પોલેન્ડ અને વેલ્સ.
કતરમાં 32 ટીમો વચ્ચે 64 મેચ રમાશે
FIFA વર્લ્ડ કપ 2022 માં કુલ 32 ટીમો ભાગ લેશે. જેની વચ્ચે 48 લીગ મેચો રમાશે. અહીં સારું પ્રદર્શન કરનારી 16 ટીમો જ આગળના રાઉન્ડમાં પહોંચશે. તમામ ટીમોને 8 જૂથોમાં વહેંચવામાં આવી છે અને લીગ મેચો પછી, દરેક ગ્રુપમાં ટોચની બે સ્થાન મેળવનારી ટીમો ટોચના 16 રાઉન્ડમાં આગળ વધશે, ત્યારબાદ આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર-ફાઇનલ મેચો રમાશે. સેમીફાઇનલ મેચ 14 અને 15 ડિસેમ્બરે યોજાશે. સેમીફાઇનલમાં હારનારી બંને ટીમો 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે લડશે. વળી, ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 18 ડિસેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટની તમામ 64 મેચ કતરના સાત સ્ટેડિયમમાં રમાશે.
FIFA વર્લ્ડ કપ 2022 Group
ગ્રુપ-A: એક્વાડોર, નેધરલેન્ડ, સેનેગલ, કતર
ગ્રુપ-B: ઈંગ્લેન્ડ, વેલ્સ, યુએસએ, ઈરાન
ગ્રુપ-C: પોલેન્ડ, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો
ગ્રુપ-D: ફ્રાન્સ, ટ્યુનિશિયા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક
ગ્રુપ-E: કોસ્ટા રિકા, જર્મની, સ્પેન, જાપાન
ગ્રુપ-F: ક્રોએશિયા, મોરોક્કો, બેલ્જિયમ, કેનેડા
ગ્રુપ-G: સર્બિયા, બ્રાઝિલ, કેમરૂન, સ્વિટ્ઝર્લેન્ડ
ગ્રુપ-H: ઉરુગ્વે, કોરિયા રિપબ્લિક, પોર્ટુગલ ઘાના
ક્યારે અને ક્યાં લાઈવ જોવું?
Viacom-18 પાસે ભારતમાં FIFA વર્લ્ડ કપ 2022 ના પ્રસારણના અધિકારો છે. આવી સ્થિતિમાં સ્પોર્ટ્સ-18 અને સ્પોર્ટ્સ-18 એચડી ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. વળી, તમે VOOT Select અને Jio TV પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકો છો.
FIFA વર્લ્ડ કપ 2022 માટે ટિકિટની કિંમત કેટલી હશે?
જો FIFA વર્લ્ડ કપ 2022 મેચની ટિકિટોની કિંમત IPL મેચો સાથે સરખાવવામાં આવે તો આ તફાવત લાખો રૂપિયામાં જાય છે. IPLની એક ટિકિટ ઓછામાં ઓછી 400 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે FIFA વર્લ્ડ કપ 2022માં સૌથી ઓછી કિંમતની ટિકિટ માત્ર 37 હજાર રૂપિયા છે. ગત IPL સિઝનમાં ટિકિટની કિંમત મહત્તમ 35,000 રૂપિયા હતી. પરંતુ FIFA વર્લ્ડ કપમાં આ કિંમત 13 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.
ગ્રુપ સ્ટેજથી લઈને ફાઈનલ મેચ સુધી, ટિકિટની કિંમત આ રીતે રાખવામાં આવી છે (ભારતીય રૂપિયામાં)
ગ્રુપ સ્ટેજની મેચો માટે ટિકિટની અંદાજીત કિંમતઃ રૂ. 53,000 થી રૂ. 4.79,000
પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચની ટિકિટની કિંમતઃ રૂ. 37,000 થી રૂ. 8 લાખ
ક્વાર્ટર ફાઇનલ મેચની ટિકિટની કિંમતઃ 47 હજારથી 3.40 લાખ રૂપિયા
સેમી-ફાઇનલ મેચની ટિકિટની કિંમતઃ રૂ. 77 હજારથી રૂ. 3.5 લાખ
ફાઇનલ મેચની ટિકિટની કિંમતઃ રૂ. 2.25 લાખથી રૂ. 13.39 લાખ
સત્તાવાર મેચ બોલનું નામ?
કતરમાં FIFA વર્લ્ડ કપ 2022 માટે સત્તાવાર મેચ બોલનું નામ અલ રિહલા છે જે ખાસ કરીને વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશ્વ કપ માટે ફૂટબોલને ખાસ ડિઝાઇન કરવાની પરંપરાનો નવીનતમ ભાગ છે. અલ રિહલા અગાઉના વર્લ્ડ કપમાં વપરાતા બોલ કરતાં હવામાં વધુ ઝડપી હોવાનું કહેવાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.