Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના ગૌરવમાં વધારો, 2 સ્થળોને મળ્યો હેરિટેજનો દરરજો

ગુજરાતની વધુ 2 ઐતિહાસીક ધરોહરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ યાદીમાં સ્થાન મળ્યું છે. મોઢેરાના સુર્યમંદીર અને તેની નજીકના અન્ય સ્મારકો સહિત મહેસાણાના વડનગર શહેરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટની યાદીમાં સમાવવામાં આવ્યું છે. મોઢેરાનું સુર્યમંદીર સોલંકી શૈલીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. ભારતમાં આ મંદિર સ્થાપત્યનું રત્ન અને ગુજરાતનું ગૌરવ છે. તો બીજી તરફ વડનગર ગુજરાતના મહેસાણા à
05:15 PM Dec 20, 2022 IST | Vipul Pandya
ગુજરાતની વધુ 2 ઐતિહાસીક ધરોહરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ યાદીમાં સ્થાન મળ્યું છે. મોઢેરાના સુર્યમંદીર અને તેની નજીકના અન્ય સ્મારકો સહિત મહેસાણાના વડનગર શહેરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટની યાદીમાં સમાવવામાં આવ્યું છે. મોઢેરાનું સુર્યમંદીર સોલંકી શૈલીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. ભારતમાં આ મંદિર સ્થાપત્યનું રત્ન અને ગુજરાતનું ગૌરવ છે. તો બીજી તરફ વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળની નગરપાલિકા છે. અને વડનગરનો ઈતિહાસ લગભગ 8મી સદી બીસીઈ સુધીનો છે.
દેશમાં કુલ 52 વર્લ્ડ હેરિટેઝ સાઈટ્સ થઈ છે
આ શહેરની મોટી સંખ્યામાં આવેલી ઐતિહાસિક ઈમારતો મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક પ્રકૃતિની છે. જેને વર્લ્ડ હેરિટેઝમાં સામેલ કરાઈ છે. આ અંગે કેન્દ્રીયપ્રધાન જી.કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ સિવાય ત્રિપુરાના ઉનાકોટીમાં જંગલમાં આવેલા શૈવ પૂજાધામને પણ વર્લ્ડ હેરિટેઝની યાદીમાં સમાવવામાં આવી છે. જે મળીને હવે દેશમાં કુલ 52 વર્લ્ડ હેરિટેઝ સાઈટ્સ થઈ છે.

આ અંગે કેન્દ્રીયપ્રધાન જી.કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ સિવાય ત્રિપુરાના ઉનાકોટીમાં જંગલમાં આવેલા શૈવ પૂજાધામને પણ વર્લ્ડ હેરિટેઝની યાદીમાં સમાવવામાં આવી છે. જે મળીને હવે દેશમાં કુલ 52 વર્લ્ડ હેરિટેઝ સાઈટ્સ થઈ છે.
મોઢેરાનું સૂર્ય મંદિર (સૂર્ય મંદિરની વિશેષતા)
હવે ગુજરાતનું ફેમસ પ્રવાસન સ્થળ મોઢેરા સૂર્યમંદિર તમને નવા રૂપરંગમાં જોવા મળશે. હવેથી રોજ સાંજે મોઢેરા સૂર્યમંદિરનો તમને આકર્ષક નજારો જોવા મળશે. રોજ સાંજે સૂર્યમંદિર રોશનીથી ઝળહળતું જોવા મળશે. કારણ કે, મંદિરના પરિસરમાં આકર્ષક હેરિટેજ લાઈટિંગ શો થશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન આ શોનું ઉદઘાટન કરાવ્યું. સૂર્ય ભગવાનને સમર્પિત મોઢેરાનું સૂર્ય મંદિર ભારતમાં મંદિર સ્થાપત્યનું એક રત્ન છે અને ગુજરાતનું ગૌરવ છે. આવા મંદિરોમાં તે પ્રથમ મંદિર છે, જે સોલંકી શૈલીનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે, જે સ્થાપત્ય અને સુશોભનમાં અજોડ છે.
વડનગર –ઐતિહાસિક શહેર
ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા ગુજરાતનું વડનગરે ફરી એકવખત તમામનું ધ્યાન ખેંચ્યું છે. વડનગરમાં અત્યાર સુધી ખોદકામ દરમિયાન અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. જે સોલંકી યુગના છે. વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળનું નગર છે. બહુ-સ્તરીય ઐતિહાસિક શહેર, વડનગરનો ઈતિહાસ પૂર્વે 8મી સદીની આસપાસનો છે. શહેરમાં હજુ પણ મોટી સંખ્યામાં ઐતિહાસિક ઇમારતો છે જે મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક પ્રકૃતિની છે. 

2005થી વડનગરમાં ઉત્ખન્નની પ્રક્રિયા હાથ ધરાઈ
વડનગરએ વડાપ્રધાન મોદીના વતનની સાથે સાથે ઐતિહાસિક ધરોહર તરીકે પણ વિશ્વવિખ્યાત નગરી છે ત્યારે 2500 વર્ષ જૂની આ નગરીમાં બૌદ્ધ સમયના કેટલાક અવશેષો પુરાતન વિભાગને ભૂસ્તરમાંથી મળી આવી રહ્યા છે ત્યાં એક ચીની મુસાફર યુએન સંઘની ભારત મુલાકાતના ઇતિહાસ સાથે વડનગર એક બુદ્ધ ધર્મનો મોટુ સાક્ષી રહ્યું હોય તેવી વાત સાર્થક થઈ છે.
2014 થી 2021 સુધી ભારતીય પુરાતત્વ ખાતાએ ઉત્તખનન કામગીરી ચાલું છે.જેમાં અત્યાર સુધી આ નગરીના ભૂમિના પેટાળમાંથી અનેક વિવિધ બહુ મૂલ્યવાન અવષેશો પ્રાપ્ત થયાછે.જેવા કે સોનાનો એક સિક્કો, તાંબા પિત્તળ તથા સીસાના હજારોની સંખ્યામાં સિક્કાઓ  જુદા જુદા સમયના કાળના સિક્કાઓ મળ્યા છે. આ ઉપરાંત શંખની કલાત્મક ડિઝાઇનવાળી બંગડીયો, માટીની બંગડીયો, કાચાની બંગડીયો, માટીના અનેક  રમકડાં, રાજમુદ્રા, સિક્કાઓ બનાવવા માટેનું બીબું, ભ્રામી લિપિના લેખો, અલગ અલગ માટીના કલાતમક  અવષેશો,અને વિવિધ પથ્થરની મૂર્તિઓ અને  જુદા જુદા સમય કાળમાં જે શાસકો આવ્યા અને નગરની નવી  ટાઉન પ્લાનિંગ રચનાઓ થતી ગઈ અને છેક નીચેથી પ્રિ.મોરિય કાળથી લઈને ઉપર ગાયેકવાડ કાળના સ્ટ્રક્ચરો જમીનમાંથી જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડનગર અને મોઢેરાના સૂર્ય મંદિર સાથે ત્રિપુરામાં આવેલ ઉનાકોટીના શિલ્પનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ દર્શાવે છે અને આપણા વારસાની વિશાળ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. 
Tags :
GujaratGujaratFirstMehsanaModheraSuryaMandirNotedInternationallyTentativeWorldHeritageVadnagarWorldHeritageStatus
Next Article