Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાંકરેજના ડુંગરાસણમાં થયેલી લૂંટ અને હત્યાનો આરોપી ઝડપાયો

બનાસકાંઠા (Banaskantha)ના કાંકરેજના ડુંગરાસણ ગામે બે દિવસ પહેલા ચોરીના ઈરાદે આવેલા શખ્સે વૃદ્ધ મહિલાને બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી અને ત્યારબાદ લૂંટ ચલાવી હતી. જોકે પોલીસે 24 કલાકમાં જ લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ આરોપીને જેલ હવાલે કર્યો છે. ડુંગરાસણ ગામે મહિલાની હત્યાની ઘટના બની11 ફેબ્રુઆરીએ કાંકરેજના ડુંગરાસણ ગામે મહિલાની હત્યાની ઘટના બની હતી. ગંગાબેન છગનભાઈ સુથાર નામની વૃદ્à
કાંકરેજના ડુંગરાસણમાં થયેલી લૂંટ અને હત્યાનો આરોપી ઝડપાયો
બનાસકાંઠા (Banaskantha)ના કાંકરેજના ડુંગરાસણ ગામે બે દિવસ પહેલા ચોરીના ઈરાદે આવેલા શખ્સે વૃદ્ધ મહિલાને બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી અને ત્યારબાદ લૂંટ ચલાવી હતી. જોકે પોલીસે 24 કલાકમાં જ લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ આરોપીને જેલ હવાલે કર્યો છે.
 ડુંગરાસણ ગામે મહિલાની હત્યાની ઘટના બની
11 ફેબ્રુઆરીએ કાંકરેજના ડુંગરાસણ ગામે મહિલાની હત્યાની ઘટના બની હતી. ગંગાબેન છગનભાઈ સુથાર નામની વૃદ્ધાના પતિ વર્ષો પહેલા ગુજરી જતા તેવો વર્ષોથી  એકલવાયું જીવન જીવતા હતા ત્યારે  રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે વૃદ્ધાને માથાના તથા કપાળના ભાગે બોથડ હથિયારના ફટકા મારીને હત્યા કરી નાખી હતી. મૃતકના બંને કાન તોડી કાનમાં પહેરવાની સોનાની પાંચ રીંગ લૂંટી અને આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે મહિલાની હત્યાની જાણ પરિવારજનોએ શિહોરી પોલીસને કરી હતી. ત્યારબાદ દિયોદર ડીવાયએસપી સહિત શિહોરી પોલીસની ટીમેં ઘટના સ્થળે પહોંચી અને મૃતક મહિલાની લાશને પોસમોર્ટમ માટે ખસેડી હત્યા મામલે તપાસ હાથ ધરી હતી.

20 કલાકની તપાસ બાદ આરોપી મળ્યા
 પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી હતી અને ડુંગરાસણ ગામમાં શકમંદોની તપાસ શરૂ કરી હતી. સતત 20 કલાક ડુંગરાસણ તેમજ આજુબાજુના ગામડાઓના શકમંદ શખ્સોની પૂછપરછ અને પોલીસના બાતમીદાર મારફતે સતત ગુનાહિત લોકોની કડીઓ મેળવતા અગાઉ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અર્જુનસિંહ કવરસિંહ વાઘેલાનું નામ સામે આવ્યું હતું ત્યારબાદ શિહોરી પોલીસે અર્જુનસિંહ વાઘેલાની અટકાયત કરી હતી અને પોલીસે કડક પૂછપરછ હાથ ધરતાં પોલીસની તપાસમાં ભાગી પડેલા આરોપી અર્જુનસિંહે ગુનો કબૂલ લીધો હતો અને તેણે લૂંટેલી સોનાની પાંચ વાળી જેની કિંમત દસ હજાર રૂપિયા થાય છે તે પોતાના ઘરે ચકલી માટે બનાવેલ પુઠાના બોક્સના માળામાં સંતાડી હતી જે પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો સાથે સાથે એક ધારિયું અને ગુનામાં વપરાયેલો ધોકો પણ પોલીસે કબજે કર્યો હતો. 
મકાનની છત પર ચડી ઘરમાં પ્રવેશ કર્યો
આરોપી અગાઉ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલો છે અને ચોરી કરવાની આદતને કારણે મૃતક ગંગાબેનની એકલતાનો લાભ લઈને 11 ફેબ્રુઆરીની રાત્રે એક વાગ્યાની આસપાસ આરોપીએ મૃતકની મકાનની છત પર ચડી અને ગંગાબેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ મૃતક ગંગાબેને પહેરેલી સોનાની વાળી ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મૃતક ગંગાબેન જાગી જતા અને આરોપીને ઓળખી જતા આરોપીએ પકડાઈ જવાની બીકે ત્યાં પડેલી લાકડાની ખાટલાની ઈસના ફટકા ગંગાબેનના માથામાં માર્યા હતા અને ત્યારબાદ ઘરમાં પડેલા લોખંડના ધારિયાથી મૃતક ગંગાબેનની બંને કાનમાં પહેરેલી સોનાની પાંચ રીંગો કાનમાંથી ખેંચી અને લૂંટ ચલાવી હતી જોકે ગણતરીના કલાકમાં જ દિયોદર ડીવાયએસપી સહિત શિહોરી પોલીસની ટીમે લુટ વિથ મર્ડરનો ગુનાનો ભેદ મુકેલો છે અને આરોપીને જેલ હવાલે કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.