Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Avatar 2 દેખતા જ મહિલાનું અચાનક થયું મોત, જાણો શું કહ્યું ડોક્ટરે

જેમ્સ કેમેરોનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' (Avatar: The Way of Water) આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. અપેક્ષા મુજબ, પ્રારંભિક શોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે અને યૂઝર્સ સોશિયલ મીડિયા પર ફિલ્મને જોરદાર રિવ્યુ આપી રહ્યા છે. પરંતુ બીજી એક શખ્સના અવતાર 2 ફિલ્મ દેખતા સમયે મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અવતાર 2 ફિલ્મ જોતી વખતે આવ્યો હાર્ટ એટેકછેલà«
avatar 2 દેખતા જ મહિલાનું અચાનક થયું મોત  જાણો શું કહ્યું ડોક્ટરે
જેમ્સ કેમેરોનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' (Avatar: The Way of Water) આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. અપેક્ષા મુજબ, પ્રારંભિક શોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે અને યૂઝર્સ સોશિયલ મીડિયા પર ફિલ્મને જોરદાર રિવ્યુ આપી રહ્યા છે. પરંતુ બીજી એક શખ્સના અવતાર 2 ફિલ્મ દેખતા સમયે મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 
અવતાર 2 ફિલ્મ જોતી વખતે આવ્યો હાર્ટ એટેક
છેલ્લા કેટલાક દિવસોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. યુવાનો પણ આનો શિકાર બની રહ્યા છે. આવો જ એક કિસ્સો હવે આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરમાંથી સામે આવ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'અવતાર 2' જોતી વખતે અહીં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતકની ઓળખ લક્ષ્મી રેડ્ડી શ્રીનુ તરીકે થઈ છે. મળી રહેલી માહિતી મુજબ લક્ષ્મી રેડ્ડી તેના ભાઈ રાજુ સાથે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ અવતાર-2 જોવા માટે થિયેટરમાં ગઈ હતી. ફિલ્મની વચ્ચે જ તે ઢળી પડી હતી. જે પછી તેનો નાનો ભાઈ રાજુ તેને તુરંત જ પેદ્દાપુરમની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. લક્ષ્મી રેડ્ડીને એક પુત્ર અને એક પુત્રી પણ છે.
આ કારણે હાર્ટ એટેક આવ્યો
લક્ષ્મીરેડ્ડી શ્રીનુના મૃત્યુ અંગે ડૉક્ટરોએ કહ્યું છે કે, તેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી. ફિલ્મ જોઈને તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાલ આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, 12 વર્ષ પહેલા વર્ષ 2009માં પણ આવી જ ઘટના બની હતી. ત્યારે તાઈવાનમાં એક 42 વર્ષીય વ્યક્તિ અવતાર ફિલ્મ જોવા ગયો હતો. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું.
હાર્ટ એટેક શા માટે આવે છે?
નિષ્ણાતો કહે છે કે, હૃદયમાં લોહી અને ઓક્સિજન મોકલતી ધમનીમાં બ્લોકેજ થાય ત્યારે હાર્ટ એટેક આવે છે. તેનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલ છે જે રક્તવાહિનીઓમાં એકઠું થાય છે અને હૃદયમાં લોહીના પ્રવાહને રોકે છે. એવું જાણવા મળે છે કે, 2009માં જ્યારે અવતાર રિલીઝ થઈ હતી, ત્યારે એક તાઈવાનના વ્યક્તિનું પણ આ ફિલ્મ જોતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જોકે આ મોત પાછળનું કારણ ફિલ્મી નહીં પણ શારીરિક નબળાઈ હોઈ શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.