Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વરમાં કોસમડી નજીક પેટ્રોલ પંપ પર હવામાં ફાયરિંગનો વિડીયો થયો વાયરલ

અહેવાલ - દિનેશ મકવાણા ,ભરૂચ  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર અંકુર પટેલની લાઇસન્સ વાળી રિવોલ્વોરમાંથી અન્ય યુવકે હવામાં ફાયરિંગ કરવાના વાયરલ વિડીયો બાદ પોલીસે આમ આદમી પાર્ટીના અંકુર પટેલ સહિત ફાયરીંગ કરનારની ધરપકડ કરી...
અંકલેશ્વરમાં કોસમડી નજીક પેટ્રોલ પંપ પર હવામાં ફાયરિંગનો વિડીયો થયો વાયરલ
અહેવાલ - દિનેશ મકવાણા ,ભરૂચ 
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર અંકુર પટેલની લાઇસન્સ વાળી રિવોલ્વોરમાંથી અન્ય યુવકે હવામાં ફાયરિંગ કરવાના વાયરલ વિડીયો બાદ પોલીસે આમ આદમી પાર્ટીના અંકુર પટેલ સહિત ફાયરીંગ કરનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે
અંકલેશ્વર પંથકમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ રૂપી આમ આદમી પાર્ટીમાંથી અંકુર પટેલે ઉમેદવારી કરી હતી અને ચૂંટણી ટાણે જ તેઓને ચેક રિટર્ન કેસમાં સજા પણ થઇ હોવાના અહેવાલો સામે આવ્યા હતા ત્યારે તાજેતરમાં જ અફઝલ પઠાણ નામનો યુવક મોડી રાત્રીએ હવામાં ફાયરિંગ કરી રહ્યો હોય તેઓ વિડિયો સામે આવ્યો છે આ વિડીયો અંગેની તપાસ ભરુચ એસઓજી પોલીસે કરી હતી તે દરમિયાન પોલીસની તપાસમાં ફાયરિંગ કરનાર અફઝલ પઠાણ અંકલેશ્વરના કોસમડી નજીકના પેટ્રોલ પંપ પાસેનો હોવાનું સામે આવ્યો હતો અને ફાયરિંગ કરનાર અફઝલ પઠાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે જે પિસ્તોલમાંથી હવામાં ફાયરિંગ કર્યું છે તે પિસ્તોલ આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર અંકુર પટેલનું હોવાનું સામે આવ્યું હતું જેના કારણે અંકુર પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી
અત્રે ઉલ્લેખનીય બાબતએ પણ છે કે હવામાં ફાયરિંગનો વિડીયો ક્યારનો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ લાયસન્સ વાળી રિવોલ્વર હોય છતાં પણ કોઈ અન્ય વ્યક્તિને આપી શકાતી નથી અને હવામાં ફાયરિંગ કરવું અફઝલ પઠાણને પણ ભારે પડ્યું છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીના અંકુર પટેલને પણ તેની રિવોલ્વર મિત્રને આપવી ભારે પડી હોય તેમ બંને યુવકો સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે.
પેટ્રોલ પંપ ઉપર હવામાં ફાયરિંગ કરનાર અફઝલ પઠાણ ભાજપનો લઘુમતી મોરચાનો કોષા અધ્યક્ષ હોવાનું સામે આવ્યું..
એસ.ઓ.જી પોલીસ મથકે ફાયરિંગ પ્રકરણમાં હવામાં ફાયરિંગ કરનાર નિકોરા ગામના અફઝલ પઠાને લાવવામાં આવ્યો હતો અને તે ફોરવિલ ગાડીમાં આવ્યો હોવાની માહિતી મળી હતી અને જે ગાડીમાં આવ્યો હતો તે ગાડીમાં ભાજપના કમળ વાળું પાટીઓ અને તેની ઉપર ક્રોસા અધ્યક્ષ હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન આ ગાડી અફઝલ પઠાણી હોય અને તે પોતે ભાજપનો લઘુમતી મોરચાનો ક્રોષા અધ્યક્ષ હોવાનું સામે આવ્યો હતો ત્યારે ભાજપના હોદ્દેદારને પણ હવામાં ફાયરિંગ કરવું ભારે પડ્યું છે
પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કર્યું અને બ્લાસ્ટ થયો હોત તો જવાબદાર કોણ..? શું માનવસર્જિત ગુનો ન બને..?
પેટ્રોલ પંપ ઉપર હવામાં ફાયરિંગ કરવું ભાજપના ક્રોષા અધ્યક્ષને ભારે પડ્યું છે અને પેટ્રોલ પંપની બહાર હવામાં ફાયરિંગ કરી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે પેટ્રોલ પંપ એ જ્વેલન્સીલ પદાર્થ માનવામાં આવે છે અને આ સ્થળે બીડી સિગરેટ પણ સળગાવી શકાતી નથી એટલું જ નહીં મોબાઈલનો પણ ઉપયોગ કરી શકાતો નથી તો ભાજપના ક્રોસા અધ્યક્ષ તો ફોટો સેશન કરાવવા માટે હવામાં ફાયરિંગ કરી રહ્યા છે જો આ જ ગોળીની ચિનગારીથી પેટ્રોલ પંપ ઉપર આગ લાગી હોત તો તેનો જવાબદાર કોણ જેને લઈને હાલ તો પોલીસે ફાયરિંગની ઘટનાને લઇ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.