Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ શહેરમાં એક યુવતી અને જેતપુરમાં એક યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની ગઈ છે. પરંતુ રાજકોટ અને જેતપુરમાં કોરોના કેસ આવતા રાજકોટ જિલ્લામાં ફફડાટ મચી જવા પામ્યો છે.ચીનમાં કોરોનાના ખતરનાક ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ઓમિક્રોનના સબ-વેરિયન્ટના રાજકોટ જિલ્લામાં 2 કેસ નોંધાયા છે.  કોરોનાના વેરિયન્ટ પ્રમાણે કેસો આવી રહ્યા છે એ કયા છે એ હજી સુàª
રાજકોટ શહેરમાં એક યુવતી અને જેતપુરમાં એક યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ  આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં
ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની ગઈ છે. પરંતુ રાજકોટ અને જેતપુરમાં કોરોના કેસ આવતા રાજકોટ જિલ્લામાં ફફડાટ મચી જવા પામ્યો છે.ચીનમાં કોરોનાના ખતરનાક ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ઓમિક્રોનના સબ-વેરિયન્ટના રાજકોટ જિલ્લામાં 2 કેસ નોંધાયા છે.  કોરોનાના વેરિયન્ટ પ્રમાણે કેસો આવી રહ્યા છે એ કયા છે એ હજી સુધી સ્પષ્ટ નથી અને WHO દ્વારા પણ હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં જે પણ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે એના દરેકના જીનોમ સિક્વન્સ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં એક યુવતી અને જેતપુરમાં એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આઇસોલેશન સહિતની કવાયત હાથ ધરવામાં આવી છે અને બંનેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

રાજકોટ સિવીલમાં કોરોના દર્દીઓ માટે 100 બેડ રીઝર્વ
હાલ રાજકોટ સિવીલમાં કોરોના દર્દીઓ માટે 100 બેડ રીઝર્વ રખાયા છે. વર્ષ 2020ના માર્ચ માસમાં રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારે લોકોમાં જાગૃતિ ઓછી અને ડર વધુ હતો. તમામ દર્દીઓને સિવીલ હોસ્પિટલમાં જ દાખલ કરાતા હતા. પ્રથમ લહેરમાં 840 જેટલા બેડ હતા. જે બાદ બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધતા 3 હજાર બેડ રાખવા પડ્યા હતા. 

હાલ રાજકોટ સિવિલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ નહીં 
જોકે હાલ કોઈ કોરોના દર્દી દાખલ નથી તેમ સિવીલ સુપ્રીટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, કોરોનાને લઇ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ થઇ હતી. જેમાં કોરોના એલર્ટ જાહેર કરાતા 100  બેડ અહી રીઝર્વ રખાયા છે. સાથે જ હવે માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ અને સેનેટાઈઝ સહિતની કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવા તાકીદ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારાપણ કડક નિર્દેશો જાહેર થશે.
રાજકોટના 9 લાખ નાગરિકોએ નથી લીધો બુસ્ટર ડોઝ 
નોંધનીય છે કે હાલ રાજકોટમાં 9 લાખ નાગરિકોને બુસ્ટર ડોઝ મળ્યો જ નથી. કોરોનાને અટકાવવા રસીની સ્થિતિ શું છે તે જાણતા જ બહાર આવ્યું છે કે મનપા પાસે કોવિશીલ્ડ રસીનો સ્ટોક જ નથી અને બીજી તરફ ત્રીજા ડોઝ માટે લાખો લોકો બાકી છે! ત્યારે પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટીયન્સમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ આવ્યા છે. જેને પગલે રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. અને લોકોને આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલી યુવતી પોઝિટિવ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના જાગનાથ વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર 18મી તારીખના રોજ યુવતી અમદાવાદથી બાય રોડ રાજકોટ પહોંચી હતી. તેના પતિ રાજકોટ ખાતે રહેતા હોવાને કારણે યુવતી રાજકોટ આવી હતી. જેથી આરોગ્ય તંત્ર દ્વારા તારીખ 20ના રોજ તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. અને તારીખ 21ના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમના પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બુસ્ટર ડોઝ લીધેલો હોવાને કારણે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જેતપુરમાં યુવક દાંતની સારવાર અર્થે ગયો અને પોઝિટિવ આવ્યો
આ ઉપરાંત જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં આજે કોરોનાની ફરી એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળે છે. જ્યાં શહેરના કણકિયા પ્લોટમાં રહેતા 24 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તંત્રએ તેને હોમ કવોરન્ટાઈન કર્યો છે. આ કેસ નોંધાતા યુવકના સંપર્કમાં આવેલ લોકોને ટ્રેસ કરવાનું શરૂ કર્યું છે અને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. આ યુવક દાંતની સારવાર અર્થે ડોકટર પાસે ગયો હતો, જ્યાં વધુ ટ્રીટમેન્ટ પૂર્વે ડોકટરે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી. ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ  યુવકને હળવા લક્ષણો છે.અને BF 7 રીયેન્ટના જીનોમ સિકવન્સ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યું છે.
મનપા પાસે રસી ઉપલબ્ધ જ નથી
રાજકોટ શહેરમાં સૌથી વધુ કોવિશીલ્ડ જ વપરાઈ છે અને જે લોકોએ બંને ડોઝ કોવિશીલ્ડના લીધા હોય તેમણે ત્રીજો ડોઝ પણ તેનો જ લેવો પડે છે. હાલ બૂસ્ટર ડોઝ લેવાનો આગ્રહ થઈ રહ્યો છે પણ હકીકત એ છે કે હાલ એ રસી મનપા પાસે ઉપલબ્ધ જ નથી. આંકડા જોઈએ તો રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝની કામગીરી ફક્ત 23 ટકા જેટલી જ થઈ છે અને હજુ 9 લાખ કરતા વધુ લોકો વેક્સિનના ત્રીજા ડોઝમાં બાકી છે.
બેદરકારી પડી શકે છે ભારે 
ઓમિક્રોનના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકાર દ્વારા શક્ય તમામ પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારીના કારણે ફરીથી રાજ્યમાં કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે.કોરોનાની બીજી લહેર પહેલા પણ લોકોએ આજ પ્રકારે કોવિડ નિયમોનું પાલન ન હતું કર્યું. જેના પરિણામે કોરોનાની બીજી લહેરે રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો. જેમાં અનેક લોકો સંક્રમિત થયા હતા, જ્યારે અનેક દર્દીઓ ઑક્સિજન, બેડ અને વેન્ટિલેટરની સુવિધાના અભાવે મોતને ભેટ્યા હતા. જ્યારે લોકો મોતને ભેટવા લાગ્યા, ત્યારે ઘરેથી નીકળનાર દર્દી વ્યક્તિના મોંઢા પર માસ્ક જોવા મળતું હતું. આ સાથે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ બને ત્યાં સુધી પાલન કરવામાં આવતું હતું.
લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા 
જો કે જેમ-જેમ દૈનિક કોરોના સંક્રમિતોની સંખ્યામાં કમી આવવા લાગી, તેમ-તેમ લોકો બેદરકાર બનતા ગયા અને માસ્ક પહેરવાનું જ ભૂલી ગયા. રાજકોટમાં લોકો કોવિડ નિયમોને નજર અંદાજ કરી રહ્યાં છે. કંઈક આવા જ દ્રશ્યો આજે રાજકોટમાં ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન એરપોર્ટ પર કોઈ પ્રકારનું ટેસ્ટિંગ-ટ્રેકિંગ થતું નથી હાલ કોઈ ગાઈડલાઈનનું પાલન પણ થતું નથી. ધાર્મિક કાર્યક્રમ, મેળાવડાવો અને લગ્નમાં પણ લોકોની ભીડ એકઠી થઈ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.