Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માળિયા નજીક 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

મોરબીના ઝીંઝુડા નજીક કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ તાજેતરમાં વડોદરાના સાવલી નજીક ઝડપાયેલ ડ્રગ્સના તાર પણ મોરબી સુધી લંબાયા હતા. તેવામાં આજે મોરબી એસઓજીની ટીમે માળીયા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરી રૂપિયા 10 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો અને મેફેડ્રોન ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો ? અને કોને-કોને વેચ્યો? તે
માળિયા નજીક 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો
મોરબીના ઝીંઝુડા નજીક કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ તાજેતરમાં વડોદરાના સાવલી નજીક ઝડપાયેલ ડ્રગ્સના તાર પણ મોરબી સુધી લંબાયા હતા. તેવામાં આજે મોરબી એસઓજીની ટીમે માળીયા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરી રૂપિયા 10 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો અને મેફેડ્રોન ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો ? અને કોને-કોને વેચ્યો? તે અંગે કડક પૂછપરછ હાથ ધરી છે.
મોરબી ટીમે કચ્છના સામખિયાળી તરફથી મોરબી તરફ ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર ભીમસર ચોકડી ઓવરબ્રીજ નીચેથી પ્રતિબંધિત જથ્થા સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના મેહચાન ગામના આરોપી દેવીલાલ મગારામ સેવરને ઝડપી લીધો હતો. હાલમાં એસઓજી પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો રૂપિયા 10 લાખની કિંમતનો 100 ગ્રામ જથ્થો ઉપરાંત ગુન્હામાં ઉપયોગ કરેલો મોબાઇલ અને રોકડ મળી 10,09,580 નો મુદ્દામાલ જપ્ત કરી માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી આરોપીને માળીયા પોલીસને હવાલે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ડ્રગ્સ મોટી માત્રામાં પકડાઇ રહ્યો છે. એક દિવસ પહેલા જ સુરતમાંથી પણ ડ્રગ્સ મળી આવ્યું હતું. મહત્વનું છે કે, સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવાની કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે રેલ્વે સ્ટેશન પાસેથી બે મહિલાઓની અંગઝડતી લેતા તેમની પાસેથી 209.06 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને મહિલાઓ મુંબઈથી સુરત ખાતે ટ્રેન મારફતે આ ડ્રગ્સ લાવી હતી. તેમની પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 20 લાખ રૂપિયાથી પણ વધુ નોંધાઈ છે.

Advertisement
Tags :
Advertisement

.