Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, એક પોલીસકર્મીનું થયું મોત

દુનિયામાં આતંકના અડ્ડા તરીકે ઓળખાતું પાકિસ્તાન પોતે તેનાથી હવે ત્રાહિમામ પોકારી રહ્યું છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલો રાજધાની ઈસ્લામાબાદના I-10 સેક્ટરના ભીડભાડવાળા વિસ્તારમાં થયો છે. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. પાકિસ્તાનના ARY ન્યૂઝ અનુસાર, ઘટના પછી, સંરક્ષણ અધિકારીઓએ વિસ
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો  એક પોલીસકર્મીનું થયું મોત
દુનિયામાં આતંકના અડ્ડા તરીકે ઓળખાતું પાકિસ્તાન પોતે તેનાથી હવે ત્રાહિમામ પોકારી રહ્યું છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલો રાજધાની ઈસ્લામાબાદના I-10 સેક્ટરના ભીડભાડવાળા વિસ્તારમાં થયો છે. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. પાકિસ્તાનના ARY ન્યૂઝ અનુસાર, ઘટના પછી, સંરક્ષણ અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ રાજધાની ઈસ્લામાબાદના I-10/4 સેક્ટરમાં થયો હતો. બ્લાસ્ટ શા માટે થયો, કોણે કર્યો, તેના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. અધિકારીઓએ જણાવ્યું કે, જોરથી વિસ્ફોટ થયો ત્યારે પોલીસે એક શંકાસ્પદ કારને રોકી હતી. પાકિસ્તાની સમાચાર એજન્સી ડોન અનુસાર, પોલીસે પુષ્ટિ કરી છે કે I-10 વિસ્તારમાં એક ક્લિનિકની બહાર વિસ્ફોટના અહેવાલ છે. આ હુમલામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારની નમાજને લઈને આ હુમલો કરવાનું કાવતરું હતું, પરંતુ હુમલાખોરો કોઈ મોટો હુમલો કરવામાં સફળ થયા ન હોતા. જો નમાઝનો સમય હોત, તો તે ઘણું મોટું થઈ શક્યું હોત. સમગ્ર ઈસ્લામાબાદમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર સ્થળનું મીડિયા કવરેજ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
Advertisement

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 57 લોકોના મોત થયા હતા. વળી, લગભગ 200 લોકો ઘાયલ થયા હતા. પેશાવરની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. કિસ્સા ખ્વાની બજાર સ્થિત મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. વાસ્તવમાં પાકિસ્તાનમાં હાલના સમયમાં ઘણી અસ્થિરતા છે. પાકિસ્તાની તાલિબાન પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાની તાલિબાને તેમના સાથીઓને બચાવવાની સાથે પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા હતા. બલૂચિસ્તાનમાં પણ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પાકિસ્તાનના શાસકોએ કેટલાક મૌલાનાઓને અફઘાનિસ્તાનના તાલિબાન પાસે દરખાસ્તો સાથે મોકલ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ મળી શક્યો ન હતો. પાકિસ્તાની તાલિબાન આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.