પેઈન કિલર લીધા વગર માથાના અસહ્ય દુખાવામાંથી કાયમી રાહત અપાવતો રામબાણ ઈલાજ
માઈગ્રેનના દુખાવાથી રાહત અપાવતી Tipsઘણી વખત માથામાં એટલો તીવ્ર દુખાવો થતો હોય છે, કે ત્યારે તરત જ પેઈન કિલરનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે આવો આપને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જે તમને આ દુખાવામાંથી રાહત અપાવશે.. માઈગ્રેનના દુખાવાના લક્ષણો:માઈગ્રેનમાં અસહ્ય પીડાદાયક માથામાં દુખાવો થાય છે, જેના કારણે ઉબકા-ઉલટી જેવો અનુભવ થયા કરે છએ.માઈગ્રેનમાં દુખાવો થવાની સાથે જ બોલવામાં તકલીફ તેમજ
માઈગ્રેનના દુખાવાથી રાહત અપાવતી Tips
ઘણી વખત માથામાં એટલો તીવ્ર દુખાવો થતો હોય છે, કે ત્યારે તરત જ પેઈન કિલરનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે આવો આપને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જે તમને આ દુખાવામાંથી રાહત અપાવશે..
માઈગ્રેનના દુખાવાના લક્ષણો:
Advertisement
- માઈગ્રેનમાં અસહ્ય પીડાદાયક માથામાં દુખાવો થાય છે, જેના કારણે ઉબકા-ઉલટી જેવો અનુભવ થયા કરે છએ.
- માઈગ્રેનમાં દુખાવો થવાની સાથે જ બોલવામાં તકલીફ તેમજ હાથ-પગમાં ઝણઝણાટી અનુભવાય છે.
કેટલા સમય સુધી દુખાવો રહી શકે?
માઈગ્રેનનો દુખાવો 4 કલાકથી લઈને કેટલાક દિવસો સુધી રહી શકે છે. આ લક્ષણો દરેક વ્યકિતઓમાં અલગ અલગ દેખાઈ શકે.
માઈગ્રેનનો દુખાવો મટાડવા માટે શું કરવું?
- 1 ચમચી કિશમિશને રાત્રે પાણીમાં પલાળી સવારે સૌથી પહેલાં તેનું સેવન કરો.
- 12 અઠવાડિયા સુધી સતત આ રીતે કિશમિશનું સેવન કરવાથી શરીરમાં રહેલો વધારાનો વાત્ત-પીત્ત ઓછો થાય છે અને માઈગ્રેન સાથે સંકળાયેલા લક્ષણોમાંથી રાહત અપાવે છે.
- ભોજનના 1 કલાક બાદ જ્યારે પણ માઈગ્રેનના લક્ષણો દેખાય ત્યારે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું અને ઈલાયચી ઉમેરી 3 મિનિટ ઉકાળીને ગાળીને આ હર્બલ ચા નું સેવન કરો.
- શરીર અને મગજમાં વધુ પડતા પિત્તને સંતુલિત કરવા માટે ગાયનું ઘી ખૂબ જ ફાયદા કારક છે. તે માટે ભોજનમાં રોટલીમાં, ભાતમાં કે શાકમાં ઘી મિક્સ કરી તેનું સેવન કરો. તેમજ રાતે સૂતા પહેલાં દૂધમાં ઘી મિક્સ કરી તેનું સેવન કરો.