મુંબઈમાં જર્જરિત ચાર માળની ઇમારત ધરાશાયી, એકનું મોત અને આઠ બચાવી લેવાયા
સોમવારે મોડી રાત્રે મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. તેના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 હજુ પણ તેમાં ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. જ્યારે કુર્લાની નાઈક મ્યુનિસિપલ સોસાયટીમાં સ્થિત એક રહેણાંક મકાનની એક 'વિંગ' સોમવારે મોડી રાત્રે તૂટી પડી હતી. કુર્લામાં ચાર માળની ઈમારતમાં લગભગ બે ડઝન
Advertisement
સોમવારે મોડી રાત્રે મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. તેના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 હજુ પણ તેમાં ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. જ્યારે કુર્લાની નાઈક મ્યુનિસિપલ સોસાયટીમાં સ્થિત એક રહેણાંક મકાનની એક 'વિંગ' સોમવારે મોડી રાત્રે તૂટી પડી હતી.
કુર્લામાં ચાર માળની ઈમારતમાં લગભગ બે ડઝન લોકો ફસાયા હતા, જેમાંથી 12 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 10 હજુ પણ ફસાયેલા છે. NDRFએ બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. ફાયર બ્રિગેડના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થયા બાદ 12 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 10 લોકો ફસાયા હોવાની આશંકા છે. કુર્લામાં નાઈક નગર સોસાયટીમાં સ્થિત રહેણાંક મકાન મધ્યરાત્રિની આસપાસ ધરાશાયી થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Advertisement
તેમણે કહ્યું કે, ઘાયલોને ઘાટકોપર અને સાયનની સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને વધુ બચેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડના કર્મચારીઓને જણાવ્યું કે, જ્યારે તેઓ ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લગભગ 20-22 લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે, બે રેસ્ક્યુ વાન અને અન્ય ફાયર સાધનો સિવાય લગભગ એક ડઝન ફાયર ટેન્ડર સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, આ ચાર માળની ઈમારત ખૂબ જ જર્જરિત છે. આમાં રહેતા લોકોને બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેઓ બળજબરીથી ત્યાં રહેતા હતા. આ જ કારણ હતું કે, ઈમારત ધરાશાયી થવાને કારણે લોકો તેની નીચે દટાઈ ગયા હતા. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે BMCએ આ ઈમારતને નોટિસ પાઠવી હતી ત્યારે તેને સ્વેચ્છાએ ખાલી કરવી જોઈતી હતી. જો આમ કરવામાં આવ્યું હોત તો અકસ્માતની ઘટનામાં લોકોને નુકસાન ન થયું હોત. અમે આવી જર્જરિત ઇમારતો શોધી કાઢીશું અને તેના પર કાર્યવાહી શરૂ કરીશું, જેથી ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય.
આ પણ વાંચો - કર્ણાટક સરકારે કહ્યું- અહીં જ હનુમાનજીનો જન્મ થયો હતો, ચૂંટણી પહેલા ભવ્ય મંદિર બનાવવાની યોજના
Advertisement