Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને યૂપીથી સુરત લાવનારા સુરતના 4 પોલીસ કર્મીઓ સામે યૂપીમાં અપહરણનો ગુનો નોંધાયો

- સુરત પોલીસના 4 કર્મી સામે ઉત્તર પ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાયોટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને લાવનારી સુરત પોલીસના 4 કર્મી સામે ઉત્તર પ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.વીમાના નામે ઠગતા ચીટર દેવેન્દ્ર ગુપ્તાને સાયબર ક્રાઇમ ગાઝિયાબાદથી ઊંચકી લાવી હતી,આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તરપ્રદેશની કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો છે.- આરોપી દેવેન્દ્ર àª
ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને યૂપીથી સુરત લાવનારા સુરતના 4 પોલીસ કર્મીઓ સામે યૂપીમાં અપહરણનો ગુનો નોંધાયો
- સુરત પોલીસના 4 કર્મી સામે ઉત્તર પ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાયો
ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના આરોપીને લાવનારી સુરત પોલીસના 4 કર્મી સામે ઉત્તર પ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.વીમાના નામે ઠગતા ચીટર દેવેન્દ્ર ગુપ્તાને સાયબર ક્રાઇમ ગાઝિયાબાદથી ઊંચકી લાવી હતી,આરોપીની પત્નીએ ફરિયાદ કરતા ઉત્તરપ્રદેશની કોર્ટે ગુનો દાખલ કરવા આદેશ કર્યો છે.

- આરોપી દેવેન્દ્ર ગુપ્તાને ગાઝિયાબાદથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા વિના સુરત લવાયો હતો 
ગુનાની માહિતીના આધારે ઉતરપ્રદેશ પોલીસે સુરત પોલીસ ઉપર ગુનો નોંધ્યો છે.ઉતરપ્રદેશ વિજયનગર પોલીસે સુરતના સાયબર ક્રાઇમ પોલીસના 4 જવાનો સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. સુરત સાયબર ક્રાઇમ આરોપી દેવેન્દ્ર ગુપ્તાને ગાઝિયાબાદથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા વિના સુરત લાવી હતી ત્યાર બાદ તેને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. જેના રોષમાં આરોપીની પત્ની મોના અગ્રવાલે યુપીની કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટના આદેશ અનુસાર વિજયનગર પોલીસે ફરિયાદ લીધી છે.ફરિયાદ બાદ વિજયનગર પોલીસે સુરત સાયબર ક્રાઇમના એએસઆઈ પૃથ્વીરાજ બધેલ, યુએમ મહારાજ સિંહ, હે.કો.ઈન્દ્રજીતસિંહ અને પો.કો. કૌશિક સામે આઈપીસી કલમ 452, 323, 365 અને 342 હેઠળ ગુનો નોંધ્યો છે.

- આરોપીની પત્નીએ યૂપીની કોર્ટમાં ફરીયાદ કરી હતી 
આરોપીની પત્નીના ફરિયાદમાં જણાવ્યા અનુસાર  26મી ડિસેમ્બર-2022ના મોડી રાત્રે 1 વાગ્યે સુરત પોલીસ તેઓના ઘરમાં ઘુસી તેના પતિ દેવેન્દ્ર ગુપ્તાને પકડી લીધો હતો.અને ત્યાર બાદ તેના પતિને વિજયનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. જો કે પત્ની મોનીકા પણ પોલીસ સ્ટેશને પહોંચી હતી. પતિને કયા કારણથી પક્ડ્યો તે વાત તો દૂર પરંતુ મોનિકાને પતિ સાથે મુલાકાત પણ કરવા દીધી ન હતી હોવાનું પત્ની એ ફરિયાદમાં જણાવ્યું હતું. 
- 6.79 લાખ રૂપિયાની છેતરપીંડીનો કેસ 
સુરત પોલીસ ના ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર વીમાના નામે 6.79 લાખ પડાવવાના ગુનામાં સીમકાર્ડ પ્રોવાઈડ કર્યા હતા ​​​​​​​ચોકની સિલ્ક હાઉસ માર્કેટમાં નોકરી કરતા આધેડને રૂપિયાની જરૂર હોવાથી ઈન્શ્યોરન્સ પોલીસી બંધ કરાવવા ઠગ ટોળકીની વાતમાં આવી 18.17 લાખની રકમ મેળવવાના ચક્કરમાં 6.79 લાખની રકમ ગુમાવવી પડી હતી.. આ ગુનામાં દેવેન્દ્ર મહેશચંદ્ર ગુપ્તા(37)(રહે,જૂનુ વિજયનગર, ગાજીયાબાદ, યુપી)ની ધરપકડ કરી હતી. આરોપીએ અન્ય આરોપીને સીમકાર્ડ પ્રોવાઈડ કર્યા હતા.સાથે જ ગોપીપુરામાં રહેતા 52 વર્ષીય રૂસ્તમઅલી કમરૂલ અંસારીએ 27મી ડિસેમ્બરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે.જેના આધારે ફોન પર ઓમ પ્રકાશની ઓળખ આપનાર આરોપી તેમજ  પ્રિયા મહાજન અને યોગેશ તરીકે ઓળખ આપનારની સામે ઠગાઈ અને આઈટી એક્ટનો ગુનો નોંધ્યો હતો. ગઠીયાએ પોતાની ઓળખ NPCIમાંથી ઓમપ્રકાશ અને પ્રિયા આયકરમાંથી બોલતી હોવાની વાત કરી હતી.

- આરોપી વિરુદ્ધ યુપીમાં અન્ય ગુનાઓ પણ રજીસ્ટ્રાર થયેલા છે
જો કે અપહરણની વાત તદ્દન ખોટી હોવાનું સુરત પોલીસે કહ્યું છે.સુરતમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને તેમાં તેની ધરપકડ કરવામાં આવી છે. બાકી અપહરણ થયું હોવાની વાત તદ્દન ખોટી છે.આ આરોપી વિરુદ્ધ યુપીમાં અન્ય ગુનાઓ પણ રજીસ્ટ્રાર થયેલા છે. આ FIR કોર્ટને ગુમરાહ કરીને કરવામાં આવેલી છે. આરોપીના ધરપકડ થયેલા કાગળો તેમજ જ્યુડિશિયલ કસ્ટડીના પેપરો ત્યાંની કોર્ટમાં મૂકીશું અને FIR રદ કરવા માટેની કાર્યવાહી કરીશું,તેવું  વાય.એ.ગોહિલ સાયબર ક્રાઇમ એસીપી એ જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.