Crime News : ક્રાઈમબ્રાંચના નામે અપહરણ, 30 લાખની લૂંટ, વાંચો ખાખીને દાગ લગાવતો આ કિસ્સો
અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ
અમદાવાદમાં પોલીસ કર્મચારી બન્યો ખંડણીખોર, ટ્રાવેલ્સ ના વેપારીનું અપહરણ કરીને ક્રાઇમબ્રાંચના નામે રૂપિયા 30 લાખની લૂંટ કર્યાંની ઘટના સમગ્ર CCTV માં કેદ થઈ છે. સોલા પોલીસે અપહરણ કરનાર પોલીસ કર્મચારી સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સામાન્ય રીતે ગુનેગારો થી બચવા લોકો પોલીસનું રક્ષણ મેળવતા હોય છે પરંતુ અમદાવાદ માં તો કાયદાનો રક્ષક એવો પોલીસ કર્મચારી જ ગુનેગાર બન્યો છે. ટુર એન્ડ ટ્રાવેલ્સ ના વેપારીનું દિન દહાડે ગાડીમાં હથકડી પહેરાવીને ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી અપહરણ કર્યું..એટલું જ નહિ વેપારી પાસેથી રૂપિયા 35 લાખની લૂંટ પણ કરી.
ઘટના CCTV માં કેદ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વેપારી સંજય પટેલ પોતાના ભાઈ અને મિત્ર મુકેશ પટેલ સાથે ઓફિસના પાર્કિગમાં બેઠા હતા. આ દરમિયાન પોલીસ કર્મી આકાશ પટેલ અને તેના સાગરીતો ક્રાઇમ બ્રાંચના અધિકારી બનીને આવ્યા અને પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાંચ લઈ જવાન નામે વેપારીનું અપહરણ કર્યું. વેપારી સંજય ભાઈને સરખેજ બાજુ લઈ જઈને બંદૂકની અણીએ 70 લાખની ખડણી માંગી હતી અંતે 55 લાખમાં આગડિયું કરવાનું નક્કી કર્યું હતું.
ગુનો નોંધાયો
સીજી રોડ પર આવેલ એસ.જી આંગડિયા પેઢી આરોપી 35 લાખ અને સરખેજમાં પી.એમ આંગડિયા પેઢીમાં 20 લઈને વેપારીને ઉતારી દીધા હતા. આ આરોપી આકાશ પટેલ ગ્રે કલરની સિયાઝ ગાડી લઈને આવ્યો હતો જ્યારે વેપારી અલ્કાઝર ગાડીમાં બેઠા હતા. તે સમયે અપહરણ લઈ ગયો હતો. આ અપહરણ મામલે સોલા પોલીસે પોલીસ કર્મચારી આકાશ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
અગાઉ પણ નોંધાયા છે ગુના
પોલીસકર્મી આકાશ પટેલ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજા બજાવે છે અને તેની કુખ્યાત આરોપીના કેદી જપતામાં ફરજ હોવા છતાં પોલીસકર્મી આકાશ પટેલ ફરજ પર હાજર નહિ રહીને લૂંટનું ષડયંત્ર રચ્યું અને કાયદાનો રક્ષક જ ભક્ષક બની ગયો. મહત્વનું છે કે પોલીસ કર્મચારીનો આ પ્રથમ ગુનો નોંધી અગાઉ પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં કારની સેલ્ફ ડ્રાઇવ કંપની સાથે છેતરપીંડીને તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને આકાશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ શરૂ
55 લાખની ખંડણી કેસમાં વેપારી સંજયને પોતાના 20 લાખ રૂપિયા પોલીસકર્મી આકાશ પટેલએ 20 લાખ પરત આગડિયું કર્યું હતું. જ્યારે 35 લાખ રૂપિયા લઈ લીધા હતા જે પરત આપવાનું કહેતા હતા પણ ન આપતા સમગ્ર મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અપહરણ કેસમાં આકાશ પટેલ સાથે જોવા મળતા અન્ય 3 આરોપીઓ પણ પોલીસમાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે સોલા પોલીસે જુદી જુદી ટીમ બનાવી આકાશ પટેલ અને તેની સાથેના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ચંન્દ્રયાન-3 ની ડિઝાઇન અને નકલી સાયન્ટિસ્ટ, મિતુલ ત્રિવેદીના દાવાઓ પર અનેક પ્રશ્નો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.