Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફ્લોર ટેસ્ટ પહેલા શરદ પવારના એક મોટા નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજનીતિ વચ્ચે આજે રાજ્યના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગૃહમાં બહુમતી સાબિત કરવાની છે. જોકે, આ પહેલા જ બારતીય રાજનીતિના સૌથી ચતુર રાજનેતા ગણાતા અને NCPના વડા શરદ પવારે એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ચર્ચામાં બની રહ્યું છે. શરદ પવારે કહ્યું છે કે, ભાજપના સમર્થનથી બનેલી શિંદે સરકાર આગામી 6 મહિનામાં પડી જશે. ફ્લોર ટેસ્ટ પહેલા શરદ પવારે à
ફ્લોર ટેસ્ટ પહેલા શરદ પવારના એક મોટા નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજનીતિ વચ્ચે આજે રાજ્યના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગૃહમાં બહુમતી સાબિત કરવાની છે. જોકે, આ પહેલા જ બારતીય રાજનીતિના સૌથી ચતુર રાજનેતા ગણાતા અને NCPના વડા શરદ પવારે એક એવું નિવેદન આપ્યું છે જે હાલમાં ચર્ચામાં બની રહ્યું છે. 
શરદ પવારે કહ્યું છે કે, ભાજપના સમર્થનથી બનેલી શિંદે સરકાર આગામી 6 મહિનામાં પડી જશે. ફ્લોર ટેસ્ટ પહેલા શરદ પવારે કર્યો મોટો દાવો કે શિંદે સરકાર છ મહિનાથી વધુ નહીં ચાલે, ત્યારે શિંદેએ મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ. પવારે કહ્યું કે, શિંદે તરફી ઘણા ધારાસભ્યો વર્તમાન સિસ્ટમથી ખુશ નથી. મંત્રાલયોની વહેંચણી થતાં જ ધારાસભ્યોનો અસંતોષ સામે આવશે અને ઘણા બળવાખોરો શિવસેનામાં જોડાવા પરત ફરશે. અન્ય નેતાઓને સંબોધિત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીની સંભાવનાને ધ્યાનમાં રાખીને શરદ પવારે પાર્ટીના ધારાસભ્યો અને અન્ય નેતાઓ સાથે જનસંપર્ક વધારવા માટે આ નિવેદન આપ્યું છે.
આજે મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદેએ ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવાનો છે. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી બાદ એકનાથ શિંદે માટે ફ્લોર ટેસ્ટનો રસ્તો આસાન દેખાઈ રહ્યો છે. ગઈકાલે યોજાયેલી સ્પીકર ચૂંટણીમાં શિંદે જૂથના ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 મત મળ્યા હતા, જ્યારે ઉદ્ધવ જૂથના ઉમેદવાર રાજન સાલ્વીને 107 મત મળ્યા હતા. ફ્લોર ટેસ્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ઉદ્ધવ જૂથે 16 બળવાખોર ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટમાં મતદાન કરવાની મંજૂરી આપવા સામે વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. ઉદ્ધવ જૂથે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન મહા વિકાસ અઘાડી સરકાર હટાવ્યા બાદ એકનાથ શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે વરિષ્ઠ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમના નાયબ તરીકે શપથ લીધા હતા. ત્યારે હવે આજનો દિવસ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે માટે ખાસ છે. જોવાનું રહેશે કે આજે ફ્લોર ટેસ્ટમાં કોનું પલડું ભારે રહે છે. 
Advertisement
Tags :
Advertisement

.